Friday, April 19, 2024
More
  હોમપેજમંતવ્યસ્કૂલ-કોલેજમાં હિંદુ ધર્મને અપમાનિત કરવા પાછળ કેવી માનસિકતા: જય શ્રીરામના નારા ભારતમાં...

  સ્કૂલ-કોલેજમાં હિંદુ ધર્મને અપમાનિત કરવા પાછળ કેવી માનસિકતા: જય શ્રીરામના નારા ભારતમાં નહીં તો શું પાકિસ્તાનમાં લાગશે?

  જેવો આ વિડીયો વાયરલ થયો, કે તરત જ સોશિયલ મીડિયા પર હંગામો મચી ગયો, લોકોએ વિરોધ શરૂ કરી દીધો, પ્રશ્ન વ્યાજબી પણ છે કે શા માટે ભગવાન શ્રીરામના નારા લગાવવાનો વિરોધ કરવામાં આવ્યો? અને વિદ્યાર્થીએ એવું શું ખોટું કહ્યું કે કર્યું?

  - Advertisement -

  ભારતમાં અને તે પણ ઉત્તર પ્રદેશમાં જ્યાં એક યોગી મુખ્યમંત્રીનું શાસન છે, શું ત્યાં એવું પણ થઈ કે જય શ્રીરામના નારા લગાવવા પર બાળકો સામે કાર્યવાહી કરવામાં આવે? શું જય શ્રીરામના નારા લગાવવા પર બાળકોને કોલેજના કોઈ પ્રોગ્રામમાં સ્ટેજ પરથી ઉતારવામાં આવશે? શું કોલેજના પ્રોફેસર જય શ્રીરામના નારા લગાવવવા સામે આપત્તિજનક ટિપ્પણી પણ કરી શકે? અને જો આવું ક્યાંક બન્યું હોય, તો પછી શું તેને વ્યાજબી ઠેરવી શકાય?

  જો એવું કહેવામાં આવે કે આ બધુ થયું છે અને એ પણ ઉત્તર પ્રદેશમાં થયું છે, તો સરળતાથી વિશ્વાસ થઈ શકે નહીં કારણ કે તે આપણી અપેક્ષાની પરે છે. પરંતુ સત્ય એ છે કે આ ઘટના ગાઝિયાબાદની ABES કોલેજમાં બની હતી. અહીં એક વિદ્યાર્થીએ સ્ટેજ પર ચઢીને તેના સાથીદારોનું અભિવાદન કરતાં જય શ્રીરામ કહ્યું હતું. વિદ્યાર્થીએ આવું કર્યું કે તરત જ એક શિક્ષિકાએ તેને સ્ટેજ પરથી ઉતારી દીધો.

  જેવો આ વિડીયો વાયરલ થયો, કે તરત જ સોશિયલ મીડિયા પર હંગામો મચી ગયો, લોકોએ વિરોધ શરૂ કરી દીધો, પ્રશ્ન વ્યાજબી પણ છે કે શા માટે ભગવાન શ્રીરામના નારા લગાવવાનો વિરોધ કરવામાં આવ્યો? અને વિદ્યાર્થીએ એવું શું ખોટું કહ્યું કે કર્યું?

  - Advertisement -

  લોકોએ શોર મચાવ્યો અને બદલામાં આરોપી શિક્ષિકા મમતા ગૌતમે વિડીયો જાહેર કર્યો અને પોતાની સ્પષ્ટતા આપી. તે વિડિયોમાં સ્પષ્ટતા ઓછી અને વિદ્યાર્થી પર આક્ષેપ વધારે હતો. તેમાં શિક્ષિકાએ જણાવ્યું હતું કે તેઓ સનાતન પરંપરાને માનનારા છે અને શારદીય નવરાત્રિમાં તેઓ વિધિ-વિધાનથી પૂજા કરે છે, તેથી ભગવાન શ્રીરામને લઈને તેમને ના તો કોઈ સમસ્યા છે કે ના તો હશે.

  પરંતુ શું આ સ્પષ્ટતા તે પીડાને ઘટાડી શકે છે? જે લાખો હિંદુઓએ અનુભવેલી છે, જ્યારે વિદ્યાર્થીને જય શ્રીરામ બોલવાને લઈને સ્ટેજ પરથી નીચે ઉતારી મૂકવામાં આવ્યો હતો? જોકે, મામલો વધુ ઉગ્ર બનતા કોલેજ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી અને તપાસ બાદ બે શિક્ષિકાઓને સસ્પેન્ડ પણ કરવામાં આવી હતી.

  આ મામલો માત્ર ABES કોલેજ પૂરતો સીમિત નથી. અલાહાબાદ યુનિવર્સિટીના આધુનિક ઇતિહાસ વિભાગના આસિસ્ટન્ટ પ્રોફેસર વિક્રમ હરિજને તો ત્યાં સુધી કહ્યું હતું કે જો ભગવાન રામ અને ભગવાન કૃષ્ણ અત્યારે જીવતા હોત તો તે બંનેને જેલમાં મોકલી દેત. હવે આવી સ્થિતિમાં અનેક સવાલો ઉભા થાય છે. કેટલાક સૌથી મહત્વપૂર્ણ અને જરૂરી પ્રશ્નો છે:

  1. શું કથિત શિક્ષણનો ઝંડો ઉઠાવનારા લોકો હિંદુ મૂળથી કપાયેલા લોકો છે?
  2. શું જેમ-જેમ વ્યક્તિ પુસ્તકો વાંચતો રહે છે, તેમ-તેમ તે તેની હિંદુ ઓળખથી વિમુખ થઈ જાય છે?
  3. જો એવું ન હોય તો, શું કારણ છે કે શાળા-કોલેજો જેવી શિક્ષણ સંસ્થાઓમાં બહુમતી હિંદુ ધર્મનું સતત અપમાન કરવામાં આવે છે?
  4. આખરે એવી ઘટનાઓ શા માટે બને છે, જેના કારણે હિંદુ સમાજને ન્યાય માટે શોર મચાવવો પડે છે?

  વધુ એક પ્રશ્ન: જય શ્રીરામના નારા ભારતમાં નહીં તો શું પાકિસ્તાનમાં લગાવવામાં આવશે?

  (લેખ મૂળરૂપે હિન્દીમાં પ્રકાશિત કરવામાં આવ્યો હતો, જે અહીં ક્લિક કરીને વાંચી શકાશે)

  - Advertisement -

  સંબંધિત લેખો

  - Advertisement -

  તાજા સમાચાર

  ચૂકશો નહીં