Sunday, July 21, 2024
More
  હોમપેજમંતવ્યગોધરા હત્યાકાંડ: જ્યારે જેહાદી ટોળું 27 ફેબ્રુઆરી 2002નાં દિવસે 59 મુસાફરોને જીવતાં...

  ગોધરા હત્યાકાંડ: જ્યારે જેહાદી ટોળું 27 ફેબ્રુઆરી 2002નાં દિવસે 59 મુસાફરોને જીવતાં સળગાવ્યાંના અમુક કલાકો બાદ હિંદુઓની કતલ કરવા પરત આવ્યું હતું

  એક સત્ય એ પણ છે કે સાબરમતી એક્સપ્રેસ પરનાં પ્રથમ હુમલા બાદનાં અમુક કલાકોમાં ફરીથી તેનાં પર હુમલો કરવામાં આવ્યો હતો અને જેહાદી ટોળું ફરીથી ત્યાં આવ્યું હતું અને પોતે કરેલાં હિંસાચારમાં વધારો કરવાનો તેમનો હેતુ હતો.

  - Advertisement -

  27 ફેબ્રુઆરી 2002: આ તારીખ ક્યારેય ભૂલાય તેમ નથી. આ એજ તારીખ હતી જ્યારે અયોધ્યામાં ભવ્ય રામ મંદિર બનાવવા માટે 59 હિંદુઓ કારસેવા કરીને પરત ફરી રહ્યાં હતાં.

  વિવાદાસ્પદ માળખાને કાયમ ‘બાબરી મસ્જીદ’ તરીકે ઓળખવામાં આવે છે જ્યાં ભગવાન શ્રી રામનું મંદિર એક સમયે સ્થિત હતું. શ્રી રામનો જન્મ અયોધ્યામાં થયો હતો અને આ જ તેમની જન્મભૂમિ હતી. 6 ડિસેમ્બર 1992નાં દિવસે આ માળખાંને હિંદુઓ દ્વારા જમીનદોસ્ત કરી દેવામાં આવ્યું હતું. ત્યારબાદ મોટાપાયે કોમી હિંસા ફેલાઈ ગઈ હતી. તેનાં બદલા સ્વરૂપે 12 માર્ચ 1993નાં દિવસે મુંબઈમાં સીરીયલ બ્લાસ્ટ કરવામાં આવ્યાં હતાં. દાયકાઓથી દેશમાં કોમી સંવાદિતાનાં ભંગ માટે બાબરીને તોડી પાડવાનાં પ્રસંગને વારંવાર જવાબદાર ગણવામાં આવે છે.

  એ બાબતે કોઈનાં પણ મનમાં કોઈજ શંકા ન હોઈ શકે કે જ્યારે 27 ફેબ્રુઆરી 2002નાં દિવસે 59 હિંદુઓ, જેમાં સ્ત્રીઓ અને બાળકો પણ સામેલ હતાં તેમને જેહાદી ટોળા દ્વારા એટલે જીવતાં સળગાવવામાં આવ્યાં હતાં કારણકે તેઓ અયોધ્યાથી પરત થઇ રહ્યાં હતાં. આ એજ જગ્યા છે જ્યાં તેઓ રામ મંદિર  બનાવવા માંગતા હતાં. એ સ્થળ જ્યાં પહેલાં બાબરી મસ્જીદ સ્થિત હતી. જેટલાંને પણ સળગાવી દેવામાં આવ્યાં તે તમામ હિંદુઓ હતાં.

  - Advertisement -

  જસ્ટીસ નાણાવટી કમિટીના રિપોર્ટમાં ગોધરા હત્યાકાંડ કેવી રીતે થયો તેની તમામ માહિતી વિગતવાર આપવામાં આવી છે. ગોધરા સ્ટેશનનાં પ્લેટફોર્મ આજે તેની હદ પતે ત્યારબાદ એક રસ્તો અને એક રહેવાસી વિસ્તાર આવે છે જેનું નામ છે ‘સિગ્નલ ફળિયા’. રીપોર્ટમાં આ બાબતે કહેવામાં આવ્યું છે કે, “તે ગરનાળા સુધી લંબાય છે અને A કેબીન સુધી જાય છે. આ રહેવાસી વિસ્તાર મુખ્યત્વે ઘાંચી મુસ્લિમોનો છે.” જ્યારે ટ્રેન પ્લેટફોર્મ પર આવી ત્યારે, ઘણા બિનઆધિકારિક ફેરિયાઓ, મુખ્યત્વે ઘાંચી મુસ્લિમો પ્લેટફોર્મ પર આવતાં અને નાસ્તા, ઠંડા પીણાં અને બીડી વગેરે વેંચતા.

  આ રીપોર્ટમાં આગળ જણાવવામાં આવ્યું છે કે ટ્રેન સવારે 7.43 મિનિટે પ્લેટફોર્મ પર આવી હતી અને તે પહેલેથી જ 5 કલાક મોડી હતી અને અહીં તેનું રોકાણ 5 મિનીટનું હતું. પુરાવાના હિસ્સામાં આ રીપોર્ટમાં બીજા દિવસનાં એટલેકે 28 ફેબ્રુઆરી 2002નાં મીડિયા રિપોર્ટસની નોંધ લેવામાં આવી છે જેમાં મુખ્યધારાનાં મીડિયા દ્વારા મોટાભાગે એમ જણાવવામાં આવ્યું હતું કે એક ટોળાએ હિંદુઓને સળગાવી દીધા. તેમાં જણાવવામાં આવ્યું હતું કે કેવી રીતે હિંદુઓ જે કારસેવા કરીને પરત આવતાં હતાં અને કેવી રીતે ટોળાએ ટ્રેનનાં ડબ્બાઓને પેટ્રોલ છાંટીને સળગાવી દીધાં હતાં.

  મુકુલ સિન્હા જેવા લોકો દ્વારા 59 હિંદુઓ જે રીતે જીવતાં સળગાવી મુકવામાં આવ્યા હતાં તે બાબતે અસંખ્ય કાવતરાંની થીયરીઓ ફેલાવવામાં આવી હતી જેનો સાદો ઉદ્દેશ હિંસાચાર કરી ચુકેલાં ટોળાને બચાવવાનો હતો અને આજે પણ એવી કેટલીય માહિતીઓ છે જે આ હત્યાકાંડ સાથે સંકળાયેલી હોવાં છતાં તેના વિષે ખુબ ઓછી અથવાતો નહીવત ચર્ચા કરવામાં આવી છે. ઉદાહરણ તરીકે એક તરફ કર્મશીલો, NGOs અને સેક્યુલર રાજકારણીઓએ 59 હિંદુઓ સળગાવી દેવામાં આવ્યાં તેનાં પણ લીંપણ કરવાની કોશિશ કરી રહ્યાં હતાં તો બીજી તરફ 2002માં જે થયું તેમાં એક સત્ય એ પણ છે કે સાબરમતી એક્સપ્રેસ પરનાં પ્રથમ હુમલા બાદનાં અમુક કલાકોમાં ફરીથી તેનાં પર હુમલો કરવામાં આવ્યો હતો અને જેહાદી ટોળું ફરીથી ત્યાં આવ્યું હતું અને પોતે કરેલાં હિંસાચારમાં વધારો કરવાનો તેમનો હેતુ હતો.

  સાબરમતી એક્સપ્રેસ પર થયો હતો બીજો હુમલો જેનાં વિષે કોઈજ ચર્ચા થતી નથી

  સવારે 7.43 વાગ્યે થયેલાં પહેલા હુમલા બાદ તંત્ર હરકતમાં આવ્યું હતું અને એ બાબતની તકેદારી રાખવામાં આવી હતી કે શાંતિ જળવાઈ રહે.

  નાણાવટી-મહેતા કમીશન એ બીજા હુમલાની વાત કરે છે જે 2000-2500 જેટલા વિશાળ જેહાદી ટોળા દ્વારા એ જ ટ્રેનમાં રહેલાં હિંદુઓ પર કરવામાં આવ્યો હતો.

  RPFનાં કમાન્ડર પાંડે આ સમયે ગોધરા દોડી ગયાં હતાં અને ટ્રેન નજીક તેમણે નજીક આવેલી મસ્જીદનાં લાઉડસ્પીકરમાંથી થયેલી જાહેરાત સાંભળી હતી. આ જાહેરાત હતી, “કાફીરો ને મારી નાખો, ઇસ્લામ ખતરામાં છે.” ત્યારબાદ તરત જ સિગ્નલ ફળિયા તરફથી તલવારો અને લાઠીઓ સાથે 1000 લોકોનું ટોળું આવી ચડ્યું હતું. તેણે આ ટોળાને પરત જવાનું કહ્યું હતું પરંતુ તે લોકો આ માટે તૈયાર ન હતાં, તેણે ત્યારબાદ પોતાનાં જવાનોને ફાયરીંગ કરવાનો હુકમ આપ્યો હતો. વિક્રમસિંહે પોતાની કેબીનમાંથી 16 રાઉન્ડ ફાયર કર્યા હતાં. એચ સી ઝાલાએ બે રાઉન્ડ ફાયર કર્યા હતાં. સબ-ઇન્સ્પેક્ટર વર્માએ તેની પિસ્તોલમાંથી 1 રાઉન્ડ ફાયર કર્યું હતું. અન્ય પોલીસ જવાનો દ્વારા પણ ફાયર થયા હોવાનાં અવાજો આવ્યાં હતાં.  

  DY SP  સીમ્પીએ પણ 2000-2500 નું ટોળું અલી મસ્જીદ પાસેથી ટ્રેન પર હુમલો કરવા તૈયાર હોવાનું જોયું હતું. કમીટીના રીપોર્ટમાં જણાવાયું છે કે, “તેમણે પણ અલી મસ્જીદનાં લાઉડસ્પીકરમાંથી ઇસ્લામ ખતરે મૈ હૈ, મારો, કાપો” ના અવાજો સાંભળ્યાં હતાં. રેકોર્ડ જોયા પછી તેમણે ઈજાગ્રસ્ત પોલીસ જવાનોનાં નામ પણ આપ્યાં હતાં.”

  વડોદરા CIDનાં પોલીસ ઇન્સ્પેક્ટર મહેબુબબેગ મિર્ઝા તે દિવસે 9.30 વાગ્યે ગોધરા જવા નીકળી ગયાં હતાં. તેમણે ડેપ્યુટી એસપી સીમ્પીને લગભગ 11.20 વાગ્યે રીપોર્ટ કર્યો હતો અને તેમણે પેસેન્જરોને ટ્રેનમાં જ બેસી રહેવાનું કહ્યું હતું. જ્યારે તેઓ આ કરી રહ્યાં હતાં ત્યારે સિગ્નલ ફળિયા પાસેથી લગભગ 2500-3000 લોકોનું ટોળું આવતાં જોયું હતું. આ લોકો ‘છોડ દો, માર ડાલો, કાટ ડાલો’નાં સુત્રોચ્ચાર કરી રહ્યાં હતાં.

  તેમણે કહ્યું કે તેઓ પથ્થરમારો પણ કરી રહ્યાં હતાં. તેમણે આગળ કહ્યું, “ટોળું જે સિગ્નલ ફળિયા તરફથી આવી રહ્યું હતું તે ટ્રેન નજીક આવવાનો પ્રયાસ કરી રહ્યું હતું. જ્યારે તેને અગાઉથી જ ટ્રેનથી 50 થી 100 મીટર દૂર રહેવાનો આદેશ આપવામાં આવી ચુક્યો હતો.” PI મિર્ઝાને મસ્જીદની જાહેરાત વિષે તો કોઈ માહિતી ન હતી પરંતુ તેમણે એ જ પ્રકારનાં સુત્રો ટોળા દ્વારા બોલવામાં આવ્યાં હોવાનું જરૂર કહ્યું છે.

  આથી નાણાવટી-મહેતા કમીશનનો રીપોર્ટ એમ કહે છે કે, “કમીશન પાસે તેમનાં દ્વારા આપવામાં આવેલા પુરાવાઓને નકારવા માટે કોઈજ કારણ ન હતું. આ પુરાવા તે સમયે હાજર રહેલાં સાક્ષીઓ દ્વારા આપવામાં આવ્યા હતાં આથી તેનો સ્વીકાર થવો જોઈએ. એ સ્પષ્ટ થાય છે કે સવારે 11 થી 11.45 દરમ્યાન ટ્રેન પર હુમલો કરવા માટે ટોળું આવ્યું હતું. આ બધું સવારે 8 થી 8.30 દરમ્યાન ટ્રેનના બે ડબ્બાઓ સળગાવી દીધાં બાદ બન્યું હતું.

  ભૂલી જવામાં આવેલો ઈતિહાસ પુનરાવર્તિત થાય છે

  જ્યારે લોકો આ અંગે કશું બોલે છે ત્યારે ફક્ત અનુગોધરા તોફાનો બાબતે જ બોલતાં હોય છે. કોઈ પણ એ 59 હિંદુઓ સળગાવી દેવામાં આવ્યાં હતાં એ બાબતે બોલતું નથી. કોઇપણ વ્યક્તિ અયોધ્યાથી પરત થઇ રહેલાં હિંદુઓને મારી નાખવા માટે મસ્જીદમાંથી થયેલી જાહેરાતોથી ટોળું કેટલું બધું હિંસક બની ગયું હતું તેનાં વિષે વાત કરતી નથી. હત્યાકાંડ વિષે હજી પણ થોડીઘણી ચર્ચા થતી હોય છે પરંતુ તેમાં પણ ટ્રેનના પ્લેટફોર્મ છોડી દીધા પછી બીજા વખતનાં હુમલાનું થવું જેમાંથી પણ કારસેવકોએ પોતાની જાતને બચાવી હતી તેનાં વિષે કોઈજ વાત થતી નથી.

  નાણાવટી-શાહ કમીશન દ્વારા પણ આ ઘટનાનો ઉલ્લેખ કરવામાં આવ્યો હોવા છતાં તેને મુખ્યધારાનું નેરેટીવ બનાવવામાં આવ્યું ન હતું.

  એક હિંદુનું જીવન એવું લાગે છે કે સાવ સસ્તું છે.

  આ એ 41 હતભાગીઓની યાદી છે જે 59 હિંદુઓ જેમને જીવતાં સળગાવી દેવામાં આવ્યાં હતાં તેમાં સામેલ છે. આ યાદી ભલે અધુરી હોય પરંતુ આપણે આમાંથી કોઈને પણ ક્યારેય ન ભૂલીએ તેનું ધ્યાન રાખવાનું છે.

  1. નીલિમાબેન પ્રકાશભાઈ ચુડગર, રામોલ, અમદાવાદ
  2. જ્યોતિબેન ભરતભાઈ પંચાલ, મણીનગર, અમદાવાદ
  3. પ્રેમાબેન નારણભાઈ ડાભી, ગીતા મંદિર, અમદાવાદ
  4. જીવીબેન પરમભાઈ ડાભી, ગીતા મંદિર, અમદાવાદ
  5. દેવકલાબેન હરિપ્રસાદ જોશી, ચાંદલોડિયા, અમદાવાદ
  6. ઝવેરભાઈ જાદવભાઈ પ્રજાપતિ, વસ્ત્રાલ, અમદાવાદ
  7. મિત્તલબેન ભરતભાઈ પ્રજાપતિ, મણીનગર, અમદાવાદ
  8. નીતાબેન હર્ષદભાઈ પંચાલ, ન્યુ રાણીપ, અમદાવાદ
  9. હર્ષદભાઈ હરગોવિંદભાઈ પંચાલ, ન્યુ રાણીપ, અમદાવાદ
  10. પ્રતિક્ષાબેન હર્ષદભાઈ પંચાલ, ન્યુ રાણીપ, અમદાવાદ
  11. નીરૂબેન નવીનચંદ્ર બ્રહ્મભટ્ટ, સંકેત સોસાયટી, વડનગર
  12. છાયાબેન હર્ષદભાઈ પંચાલ, ન્યુ રાણીપ, અમદાવાદ
  13. ચિરાગભાઈ ઈશ્વરભાઈ પટેલ, વાઘોડિયા, વડોદરા
  14. સુધાબેન ગીરીશચંદ્ર રાવલ, ચાંદલોડિયા, અમદાવાદ
  15. માલાબેન શરદભાઈ મ્હાત્રે, આંબાવાડી, અમદાવાદ
  16. અરવિંદાબેન કાંતિલાલ શુક્લ, રામોલ, અમદાવાદ
  17. ઉમાકાંત ગોવિંદભાઈ મકવાણા, નવા  નરોડા, અમદાવાદ
  18. સદાશિવ વિઠ્ઠલભાઈ જાધવ, સુરેલીયા એસ્ટેટ રોડ, અમદાવાદ
  19. મણીબેન ડાહ્યાભાઈ દવે, નવા નરોડા, અમદાવાદ
  20. જેસલકુમાર મનસુખભાઈ સોની, વસ્ત્રાલ, અમદાવાદ
  21. મનસુખભાઈ કાનજીભાઈ સોની, અમદાવાદ
  22. રતીબેન શિવપતિ પ્રસાદ, મ્યુનીસીપલ ક્વાર્ટર્સ, વિજય મિલ્સ, નરોડા, અમદાવાદ
  23. જમનાપ્રસાદ રામાશ્રય તિવારી, મ્યુનીસીપલ ક્વાર્ટર્સ, વિજય મિલ્સ, નરોડા, અમદાવાદ
  24. સતીશ રમણલાલ વ્યાસ, ઓઢવ, અમદાવાદ
  25. શાંતાબેન જશભાઈ પટેલ, રૂણ, આણંદ
  26. ઇન્દિરાબેન બંસીભાઇ પટેલ, રૂણ, આણંદ
  27. રાજેશભાઈ સરદારજી વાઘેલા, ખોખરા, અમદાવાદ
  28. શીલાબેન મફતભાઈ પટેલ, રૂણ આણંદ
  29. મંજુલાબેન કિર્તીભાઈ પટેલ, રૂણ, આણંદ
  30. ચંપાબેન મનુભાઈ પટેલ, રૂણ, આણંદ
  31. દિવાળીબેન રાવજીભાઈ પટેલ, માતર, ખેડા
  32. લલીતાબેન કરમશીભાઈ પટેલ, કડી, મહેસાણા
  33. મંગુબેન હીરજીભાઈ પટેલ, કડી, મહેસાણા
  34. પ્રહલાદભાઈ જયંતભાઈ પટેલ, અંબિકા ટાઉનશીપ, પાટણ
  35. ભીમજીભાઈ કરસનભાઈ પટેલ, ખેડબ્રહ્મા, સાબરકાંઠા
  36. લખુભાઈ હીરજીભાઈ પટેલ, કુંભાધારોલ, વડાલી, સાબરકાંઠા
  37. વિઠ્ઠલભાઈ પરસોત્તમભાઈ પટેલ, ડુંગરજીની ચાલી, ખોખરા, અમદાવાદ
  38. શૈલેશ રણછોડભાઈ પંચાલ, સંકલ્પ પાર્ક સોસાયટી, સુરેન્દ્રનગર
  39. અમૃતભાઈ જોઈતારામ પટેલ, ગમનપુરા, મહેસાણા
  40. નરેન્દ્ર નારાયણભાઈ પટેલ, વનપરડી, માંડલ, અમદાવાદ
  41. રમણભાઈ ગંગારામભાઈ પટેલ, નુગર, મહેસાણા

  બાળી નાખવામાં આવેલા બે કોચ S6 અને S7ને 11.30 વાગ્યે છૂટા પાડવામાં આવ્યા હતાં અને ટ્રેનને બાકીનાં કોચ સાથે ફરીથી જોડવામાં આવી હતી. છેવટે બપોરે 12.40 વાગ્યે ટ્રેન જીવતાં પેસેન્જર્સ સાથે ગોધરાથી આગળ વધી હતી.

  આ લેખ અંગ્રેજીમાં અહીં વાંચી શકશો.

  - Advertisement -
  Join OpIndia's official WhatsApp channel

  સંબંધિત લેખો

  - Advertisement -

  તાજા સમાચાર

  ચૂકશો નહીં