Thursday, May 2, 2024
More
    હોમપેજરાજકારણભૂપત ભાયાણીએ 'આપ'માં રહીને કર્યા હતા માત્ર 'પાપ'!- આ અમે નહીં, કહી...

    ભૂપત ભાયાણીએ ‘આપ’માં રહીને કર્યા હતા માત્ર ‘પાપ’!- આ અમે નહીં, કહી રહી છે ખુદ AAP: એટલે જ તો પાપ ધોવા ભાજપમાં જવાની કરી રહ્યા છે વાત

    2022ની વિધાનસભાની ચૂંટણીના પૂરા 2 વર્ષ પહેલા ભૂપત ભાયાણી ભાજપ છોડીને AAPમાં જોડાઈ ગયા હતા. બાદમાં ચૂંટણી લડ્યા, જીત્યા અને એક વર્ષથી વધુ સમય સુધી આપમાંથી જ વિસાવદરના ધારાસભ્ય તરીકે રહ્યા છે.

    - Advertisement -

    બુધવારે (13 ડિસેમ્બર 2023) સવારે લાંબા સમય બાદ ગુજરાતની રાજનીતિમાં કઈક ચહલપહલ જોવા મળી. આમ આદમી પાર્ટીના (AAP) ગુજરાતના પાંચમાંથી 1 ધારાસભ્ય ભૂપત ભાયાણીએ પાર્ટીમાંથી અને ધારાસભ્ય પદેથી રાજીનામું આપી દીધું. તેઓ જલ્દી જ કેસરિયા કરશે તેવી અટકળો પણ લાગી રહી છે. પણ જે આમ આદમી પાર્ટી પોતાના નેતાઓ કાર્યકર્તાઓ કટ્ટર ઈમાનદાર હોવાના બણગાં ફૂંકતા થાકતી નથી, તે આજે કહી રહી છે કે ભૂપત ભાયાણી ભાજપમાં જઈને પોતાના પાપ ધોશે!

    પોતાની પાર્ટીમાંથી ધારાસભ્ય ભૂપત ભાયાણીએ રાજીનામું આપી દેતા ગિન્નાયેલી આમ આદમી પાર્ટીએ પોતાના આધિકારિક X હેન્ડલ પરથી એક વિડીયો પોસ્ટ કર્યો છે જેમાં એક વ્યક્તિ નાહી રહ્યા છે. તે વ્યક્તિના મોઢા પર ભૂપત ભાયાણીનું મોઢું લગાવેલું છે. સાથે કેપ્શન લખ્યું છે કે, “ભૂપતભાઈના પાપ ભાજપના વોશિંગ મશીનમાં ધોવાઈ ગયા.” અહીં આ પોસ્ટની આર્કાઇવ લિન્ક છે, જેથી રખેને તેઓ પોતાની પોસ્ટ ડીલીટ કરે તો આપ એ માણી…. સોરી… વાંચી શકો.

    એટલે આના પરથી આપણે શું સમજવાનું? ચાલો આપ સરળતાથી સમજી શકો એ માટે જણાવી દઈએ કે 2022ની વિધાનસભાની ચૂંટણીના પૂરા 2 વર્ષ પહેલા ભૂપત ભાયાણી ભાજપ છોડીને AAPમાં જોડાઈ ગયા હતા. બાદમાં ચૂંટણી લડ્યા, જીત્યા અને એક વર્ષથી વધુ સમય સુધી આપમાંથી જ વિસાવદરના ધારાસભ્ય તરીકે રહ્યા છે.

    - Advertisement -

    હવે જ્યારે આમ આદમી પાર્ટી એમ કહી રહી છે કે ભાજપમાં જઈને ભૂપતભાઈના પાપ ધોવાઇ જશે…. તો એનો ગૂઢ અર્થ એ જ થઇને કે તેઓ છેલ્લા 3 વર્ષથી વધુ સમય જ્યારે AAPમાં હતા એ દરમિયાન તેઓએ પાપ જ કર્યા છે! માટે તેઓ પોતે જ એમ સ્વિકારી રહ્યા છે કે આમ આદમી પાર્ટીમાં હોવું અને કટ્ટર ઈમાનદાર હોવાનું સર્ટિફિકેટ મેળવવું એ માત્ર દોળ જ છે, બાકી એમની પાર્ટીમાં લોકો પાપ જ કરતા હોય છે. જે ધોવા માટે તેમને અન્ય પાર્ટીમાં જવું પડતું હોય છે. અહીં ફરી ચોખવટ કરવી જરૂરી બની જાય છે કે આ બધી વાતો અમે નથી કરી રહ્યા, તેઓ પોતે જ કરી રહ્યા છે.

    આપણે તો હવે એ દિવસની રાહ જોવાની રહી કે જ્યારે આમ આદમી પાર્ટી ભૂપત ભાયાણીએ AAPમાં રહીને કરેલા ‘પાપ’ના પુરાવા મુકવા માંડે. હવે આપણે એક કટ્ટર ઈમાનદાર પાર્ટી પાસે આ અપેક્ષા નહીં રાખીએ તો કોની પાસે રાખીશું?

    જોવાનું અને સમજવાનું તો એ પણ છે તેમની જ પાર્ટીના એક ધારાસભ્ય, નામે ચૈતર વસાવા, એક મહિના કરતા લાંબા સમયથી પોલીસ ધરપકડથી ભાગતા ફરી રહ્યા છે પણ તેઓએ એ વિષયમાં હજુ કાંઈ કહ્યું નથી. આમ આદમી પાર્ટી માટે પોલીસે ભાગેડું જાહેર કરેલા વસાવા નથી ‘પાપી’ કે નથી ‘નામર્દ’. પણ રાષ્ટ્રવાદી પાર્ટીમાં જોડાવવાની મનશા જણાવીને આપ છોડનાર ભાયાણી તેઓને ‘પાપી’ અને ‘નામર્દ’ લાગી રહ્યા છે, જે ગઈકાલથી તેમના માટે એક ‘કટ્ટર ઈમાનદાર આદરણીય ધારાસભ્યશ્રી’ હતા. હજુ તેઓના બે ધારાસભ્યોને લઈને પણ અટકળો ચાલી રહી છે, તેઓ માટે AAPની ડિક્સનરીમાંથી કયા પ્રકારના શબ્દો નીકળશે એ પણ ગુજરાતીઓ માટે વિચારવાનો એક વિષય છે.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં