૩૦ જુલાઈએ રશિયાના (Russia) કામચાટકા દ્વીપકલ્પ પર આવેલા શક્તિશાળી ભૂકંપ બાદ ક્લ્યુચેવસ્કોયે જ્વાળામુખી (Klyuchevskoy Volcano) ફાટી નીકળ્યો હતો. આ વિસ્ફોટ એક મોટા ભૂકંપના થોડા કલાકો પછી થયો હતો જેના કારણે પેસિફિક કિનારાના કેટલાક ભાગોમાં લોકોનું સ્થળાંતર થયું હતું.
નોંધનીય છે કે ભૂકંપ બાદથી જ અલાસ્કા, હવાઈ, જાપાન સહિતના ઘણા પ્રદેશોના દરિયાકિનારાના લોકોનું સ્થળાંતર કરવાની શરૂઆત થઈ ગઈ હતી. આ ઉપરાંત જાપાનના દરિયાકિનારે સુનામીના નાના મોજા ઉછળતા પણ જોવા મળ્યા હતા. ત્યારે હવે જ્વાળામુખી ફાટવાની ઘટના સામે આવી રહી છે.
A powerful 6.2-magnitude earthquake has struck Russia’s Kamchatka Peninsula.
— WorldWatchYASS (@Yass_Smith) July 30, 2025
At the same time, the Klyuchevskoy volcano in the Russian Far East
has erupted. pic.twitter.com/2nbfWTkvQN
આ મામલે રશિયન એકેડેમી ઓફ સાયન્સની યુનાઇટેડ જીઓફિઝિકલ સર્વિસે વિસ્ફોટની પુષ્ટિ કરતા ટેલિગ્રામ પર જણાવ્યું હતું કે, “ક્લ્યુચેવસ્કોયે હમણાં ફાટી રહ્યો છે.” તેમાં જ્વાળામુખીમાંથી નીકળતી જ્વાળાઓના ફોટા પોસ્ટ કરવામાં આવ્યા હતા અને કહેવામાં આવ્યું હતું કે “પશ્ચિમ ઢોળાવ પરથી લાલ ગરમ લાવા વહેતો જોવા મળે છે. જ્વાળામુખીની ટોચ પર વિસ્ફોટો દેખાઈ રહ્યા છે.”
An 8.7 Earthquake struck off Russia's far eastern coast.
— Khanzy (@Khhanzy) July 30, 2025
Klyuchevskoy Volcano, the largest active volcano in the northern hemisphere, is erupting, with lava flowing down its slopes.
Video footage captured days ago.#Klyuchevskoy #KlyuchevskoyVolcano #Japan #Hawaii #Kamchatka… pic.twitter.com/goSEVHwX1R
વૈજ્ઞાનિકોએ આ ઘટનાને વિશ્વના સૌથી ઊંચા સક્રિય જ્વાળામુખીમાંથી એકના ઢોળાવ પર ‘સળગતા ગરમ લાવા’ તરીકે વર્ણવી છે. તાજેતરના વર્ષોમાં ઘણી વખત ફાટી નીકળેલા ક્લ્યુચેવસ્કોયે પ્રાદેશિક રાજધાની પેટ્રોપાવલોવસ્ક-કામચાટસ્કીથી લગભગ 450 કિમી (280 માઇલ) ઉત્તરમાં સ્થિત છે.

