
ઈરાન-ઇઝરાયેલ અને અમેરિકા વચ્ચે ચાલતું યુદ્ધ આઠમા દિવસમાં પ્રવેશી ચૂક્યું છે. દરમ્યાન શનિવારે રાત્રે ઈરાનની ઓઇલ રિફાઈનરીઓ ઉપર ભીષણ હુમલો કરવામાં આવ્યો હતો. જેના વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા છે. ભયાનક હુમલા બાદ શહેરમાં આગ અને ધુમાડા ઉડતા જોવા મળે છે. બીજી તરફ પાડોશી દેશો પર પણ ફરી હુમલાઓ શરૂ થયા છે.
કુવૈતના ઈન્ટરનેશનલ એરપોર્ટ પર તાજેતરમાં હુમલો થયો હતો, જેના કારણે એરપોર્ટ અને ત્યાં સ્થિત સોશિયલ સિક્યુરિટી ઑફિસમાં આગ લાગી ગઈ હતી. અન્ય બે બોર્ડર સિક્યુરિટીના કર્મચારીઓનાં મોત પણ થયાં છે.
બીજી તરફ, કતારમાં પણ ફરી મિસાઈલ હુમલા થયા હોવાનું જાણવા મળ્યું છે. કતારની ડિફેન્સ મિનિસ્ટ્રી અનુસાર લગભગ 10 બેલિસ્ટિક અને 2 ક્રૂઝ મિસાઇલો છોડવામાં આવી હતી, જેને સફળતાપૂર્વક ઇન્ટરસેપ્ટ કરી દેવાઈ હતી. હજુ સુધી કોઈ જાનહાનિના સમાચાર મળ્યા નથી.
સાઉદી અરેબિયાના રિયાધમાં પણ ડિપ્લોમેટિક ક્વાર્ટર પર હુમલાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો, પરંતુ એર ડિફેન્સ થકી નિષ્ફળ બનાવી દેવાયો હતો. ઉપરાંત અન્ય અમુક ડ્રોન પણ ઇન્ટરસેપ્ટ કરવામાં આવ્યાં હતાં.
عاجل:
— أخبار السعودية (@SaudiNews50) March 8, 2026
السعودية تعلن إحباط محاولات استهداف بثلاث مسيّرات بعد إسقاطها في مدينة الرياض.
બૈરુતમાં ઇઝરાયેલી સેનાએ એક હોટેલ પર બૉમ્બમારો કર્યો, જેમાં 4નાં મોત થયાં છે અને 10 વ્યક્તિઓને ઈજા પહોંચી છે.
ઉલ્લેખનીય છે કે થોડા કલાક પહેલાં જ ઈરાનના રાષ્ટ્રપતિ પેઝેશ્કિયને જણાવ્યું હતું કે હવે ઈરાન પાડોશી દેશો પર હુમલા કરશે નહીં, પરંતુ હજુ મિસાઇલો અને ડ્રોન હુમલાઓ ચાલુ જ છે. અત્યાર સુધી જે-જે દેશોમાં અમેરિકાના એરબેઝ આવેલાં છે ત્યાં ઈરાન હુમલા કરી રહ્યું હતું.

