Wednesday, November 6, 2024
More
    હોમપેજવગેરે...સ્પોર્ટ્સશ્રીલંકાને 55 પર ઑલઆઉટ કર્યું હતું, આફ્રિકાની ટીમ 83 રનમાં સમેટાઈ: વર્લ્ડ...

    શ્રીલંકાને 55 પર ઑલઆઉટ કર્યું હતું, આફ્રિકાની ટીમ 83 રનમાં સમેટાઈ: વર્લ્ડ કપમાં ભારતનો વણથંભ્યો વિજયરથ, દક્ષિણ આફ્રિકા સામે 243 રને ભવ્ય વિજય

    બોલિંગમાં શ્રેષ્ઠ પ્રદર્શન કર્યું રવીન્દ્ર જાડેજાએ, જેમણે 9 ઓવરમાં માત્ર 33 રન આપીને 5 વિકેટ ખેરવી હતી. આ સિવાય મોહમ્મદ શમી અને કુલદીપ યાદવને 2-2 વિકેટ મળી. 1 વિકેટ મોહમ્મદ સિરાજને મળી હતી. 

    - Advertisement -

    વર્લ્ડ કપમાં ભારતનો વિજયરથ સતત આગેકૂચ કરી રહ્યો છે. રવિવારે (5 નવેમ્બર, 2023) યોજાયેલી લીગ મેચમાં ટીમ ઇન્ડિયાએ સાઉથ આફ્રિકાને પછડાટ આપીને 243 રનથી મેચ જીતી લીધી. ભારતે આપેલા 326 રનના લક્ષ્યાંકનો પીછો કરવા ઉતરેલી આફ્રિકાની ટીમ માત્ર 83 રનમાં સમેટાઈ ગઈ હતી. 

    કોલકત્તાના ઇડન ગાર્ડન્સ સ્ટેડિયમમાં રમાયેલી મેચમાં ભારતે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરી હતી. ઓપનર રોહિત શર્મા અને શુભમન ગિલે શાનદાર શરૂઆત કરતાં 6 ઓવરને અંતે સ્કોર 62 પર પહોંચાડ્યો હતો, પરંતુ પછી પહેલી વિકેટ પડી અને રોહિત શર્મા 24 બોલમાં 40 રન બનાવીને આઉટ થયા હતા. ત્યારબાદ વિરાટ કોહલીએ બાજી સંભાળી હતી. 

    93 રન પર બીજી વિકેટ પડ્યા બાદ શ્રેયસ ઐયર ક્રીઝ પર આવ્યા હતા. જેમણે વિરાટ કોહલી સાથે મળીને સ્કોર સીધો 227 રન સુધી પહોંચાડી દીધો હતો. આ મેચમાં કોહલીએ 101 રન ફટકાર્યા, જે તેમની કારકિર્દીની 49મી સદી હતી. આ શતક સાથે જ તેમણે વન-ડેમાં સૌથી વધુ શતકના (49) સચિન તેંડુલકરના રેકોર્ડની બરાબરી કરી લીધી છે. ઉલ્લેખનીય છે કે આજે જ કોહલીનો 35મો જન્મદિવસ પણ છે. 

    - Advertisement -

    આ મેચમાં ભારતીય ટીમ તરફથી શ્રેયસ ઐયરે પણ મહત્વપૂર્ણ 77 રનની ઈનિંગ રમી હતી તો સાથે સૂર્યકુમાર યાદવ અને રવિન્દ્ર જાડેજાએ પણ અનુક્રમે 22 અને 29 રન બનાવીને ટીમનો સ્કોર 326 સુધી પહોંચાડ્યો હતો. પચાસ ઓવરને અંતે ટીમ ઇન્ડિયાએ 5 વિકેટના નુકસાને 326 રન બનાવ્યા હતા. 

    દક્ષિણ આફ્રિકાને પણ શ્રીલંકા જેવું જ થયું

    જંગી લક્ષ્યાંકનો પીછો કરવા ઉતરેલી દક્ષિણ આફ્રિકાની ટીમ શરૂઆતમાં જ પાછળ પડી ગઈ હતી અને તેમના બેટ્સમેન ભારતીય બોલરોના ઘાતક પ્રહાર સહન કરી શક્યા ન હતા. આફ્રિકા તરફથી સર્વોચ્ચ વ્યક્તિગત સ્કોર માત્ર 14 રન હતો. તે સિવાય બાકીના તમામ બેટ્સમેન આવતાંની સાથે જ પેવેલિયન ભેગા થઈ ગયા.

    6 રન પર પ્રથમ વિકેટ પડ્યા બાદ આફ્રિકાની વિકેટ પડવાની ચાલુ જ રહી. 22 રન પર બીજી, 35 પર ત્રીજી, 40 પર ચોથી અને પાંચમી, 59 રન પર છઠ્ઠી, 67 રન પર સાતમી, 79 પર આઠ અને નવ અને ત્યારવાદ 83 રન પર અંતિમ વિકેટ પડતાં દક્ષિણ આફ્રિકાની ઈનિંગ ખતમ થઈ ગઈ હતી. 

    બોલિંગમાં શ્રેષ્ઠ પ્રદર્શન કર્યું રવીન્દ્ર જાડેજાએ, જેમણે 9 ઓવરમાં માત્ર 33 રન આપીને 5 વિકેટ ખેરવી હતી. આ સિવાય મોહમ્મદ શમી અને કુલદીપ યાદવને 2-2 વિકેટ મળી. 1 વિકેટ મોહમ્મદ સિરાજને મળી હતી. 

    આ વર્લ્ડ કપમાં ભારતીય ક્રિકેટ ટીમ 8 મેચ રમી છે અને તમામ જીતી ગઈ છે. આવી સફળતા મેળવનાર ભારત એકમાત્ર ટીમ છે. ગત મેચમાં શ્રીલંકાને હરાવીને ટીમ ઇન્ડિયાએ સેમીફાઈનલમાં સ્થાન બનાવી લીધું હતું. હવે અંતિમ લીગ મેચ નેધરલેન્ડ્સ સામે રમાશે. 

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં