Friday, November 22, 2024
More
    હોમપેજવગેરે...સ્પોર્ટ્સક્રિકેટ વર્લ્ડ કપમાં ઈંગ્લેન્ડ સામે મેચ, હાથ પર કાળી પટ્ટી પહેરીને ઉતરી...

    ક્રિકેટ વર્લ્ડ કપમાં ઈંગ્લેન્ડ સામે મેચ, હાથ પર કાળી પટ્ટી પહેરીને ઉતરી ભારતીય ટીમ: જાણો કારણ

    ઘણી વાર ખેલાડીઓ મેચ દરમિયાન આ પ્રકારે કાળી પટ્ટી બાંધીને રમતા જોવા મળે છે. તે પાછળનો આશય કોઇ દુઃખભર્યા પ્રસંગને યાદ કરવાનો કે કોઇ ઘટના-દુર્ઘટનામાં અસર પામેલા પીડિતોનું સમર્થન કરવાનો રહેતો હોય છે. 

    - Advertisement -

    વર્લ્ડ કપ 2023માં પોતાનું શાનદાર પ્રદર્શન જાળવી રાખવાના આશય સાથે રવિવારે (29 ઓક્ટોબર) ભારતીય ક્રિકેટ ટીમ ઈંગ્લેન્ડ સામે રમવા ઉતરી હતી. આ સમયે તમામ ખેલાડીઓ હાથ પર કાળી પટ્ટી બાંધીને રમતા જોવા મળ્યા. જેની સાથે સોશિયલ મીડિયા પર ચર્ચા શરૂ થઈ છે કે આખરે તેનું કારણ શું છે. 

    આમ તો આ નવું નથી, ઘણી વાર ખેલાડીઓ મેચ દરમિયાન આ પ્રકારે કાળી પટ્ટી બાંધીને રમતા જોવા મળે છે. તે પાછળનો આશય કોઇ દુઃખભર્યા પ્રસંગને યાદ કરવાનો કે કોઇ ઘટના-દુર્ઘટનામાં અસર પામેલા પીડિતોનું સમર્થન કરવાનો રહેતો હોય છે. 

    જોકે, અહીં ટીમ ઇન્ડિયાએ કાળી પટ્ટી પહેરવાનું કારણ જરા જુદું છે. તાજેતરમાં જ ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન અને લિજેન્ડરી સ્પિનર બિશન સિંઘ બેદીનું અવસાન થયું. તેમની સ્મૃતિમાં ખેલાડીઓ હાથ પર કાળી પટ્ટી પહેરીને રમતા જોવા મળ્યા હતા. 

    - Advertisement -

    બિશન સિંઘ બેદીનું સોમવારે (23 ઓક્ટોબર) 77 વર્ષની વયે અવસાન થયું. તેઓ ભારતના દિગ્ગજ સ્પિનરો પૈકીના એક હતા. ઉપરાંત, અમુક મેચ માટે ભારતીય ટીમનું સુકાન પણ સંભાળ્યું હતું. તેઓ ભારત માત્ર 67 ટેસ્ટ અને 10 ODI રમ્ય હતા. જેમાં કુલ 273 વિકેટ મેળવી. 

    તેઓ ભારતની પ્રથમ વનડે મેચનો પણ ભાગ રહ્યા હતા. આ મેચમાં અગત્યની ભૂમિકા પણ ભજવી હતી. તેમાં તેમણે 12 ઓવર ફેંકી હતી, જેમાંથી 8 મેડન (એક પણ રન નહીં) હતી. જ્યારે માત્ર 6 રન આપીને 1 વિકેટ પણ મેળવી હતી. તેઓ ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં પણ સૌથી વધુ વિકેટ લેનારા બોલર હતા તેમજ જ્યારે નિવૃત્ત થયા ત્યારે પણ તેમના નામે ભારત તરફથી ટેસ્ટ ક્રિકેટમાં સૌથી વધુ વિકેટ મેળવવાનો રેકોર્ડ હતો. 

    વર્લ્ડ કપ 2023માં ભારતીય ટીમ નથી હારી એકેય મેચ

    ક્રિકેટ વર્લ્ડ કપની વાત કરવામાં આવે તો હમણાં સુધી ભારતનું પ્રદર્શન શાનદાર રહ્યું છે. ભારતીય ટીમ એકમાત્ર એવી ટીમ છે જે આ વર્લ્ડ કપમાં એક પણ મેચ હારી નથી. અત્યાર સુધી 5 મેચ રમી છે અને પાંચેયમાં જીત મેળવી છે. પાકિસ્તાન, ઓસ્ટ્રેલિયા, ન્યૂઝીલેન્ડ, બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાન- પાંચ ટીમોને ભારતીય ટીમ હરાવી ચૂકી છે. આજે ઈંગ્લેન્ડ સામે સામનો છે. 

    ઈંગ્લેન્ડની વાત કરવામાં આવે તો આમ તો તેઓ ડિફેન્ડિંગ ચેમ્પિયન છે, પણ આ વર્લ્ડ કપમાં પ્રદર્શન બહુ ખરાબ રહ્યું છે અને 10 ટીમોની યાદીમાં અંતિમ સ્થાને છે. ઈંગ્લેન્ડે 5માંથી માત્ર 1 જ મેચ જીતી છે. ભારત હાલ 10 પોઈન્ટ સાથે બીજા ક્રમે છે. આજે જીત મેળવશે તો ફરી પહેલા સ્થાને આવી જશે. 

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં