Saturday, September 7, 2024
More
    હોમપેજવગેરે...સ્પોર્ટ્સઆજે ક્રિકેટનો મહાસંગ્રામ, વિશ્વવિજેતા બનવાના ઇરાદે ઉતરશે ભારત-ઓસ્ટ્રેલિયા: જ્યારે અમદાવાદના સ્ટેડિયમમાં પ્રથમ...

    આજે ક્રિકેટનો મહાસંગ્રામ, વિશ્વવિજેતા બનવાના ઇરાદે ઉતરશે ભારત-ઓસ્ટ્રેલિયા: જ્યારે અમદાવાદના સ્ટેડિયમમાં પ્રથમ વખત ટકરાઈ હતી બંને ટીમ, ત્યારે શું થયું હતું- જાણો

    ભારતીય ટીમે પ્રથમ વખત 1983નો ક્રિકેટ વર્લ્ડ કપ જીત્યો હતો અને તે સમયે તે પ્રબળ દાવેદાર માનવામાં આવતી હતી. તેમનું મનોબળ ઊંચું હતું અને તેઓને હોમ ગ્રાઉન્ડ તેમજ મોટી ભારતીય ભીડના સમર્થનથી ફાયદો થયો, જોકે, ઓસ્ટ્રેલિયાએ શાનદાર રીતે મેચ જીતીને બધાને ખોટા સાબિત કર્યા.

    - Advertisement -

    અમદાવાદના મોટેરાના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં વનડે વર્લ્ડ કપ-2023ની ફાઈનલમાં ભારત અને ઓસ્ટ્રેલિયા સામસામે થવા જઈ રહ્યા છે. વિશ્વનું સૌથી મોટું ક્રિકેટ સ્ટેડિયમ, જે હવે નરેન્દ્ર મોદી સ્ટેડિયમ તરીકે જાણીતું છે, તે એક સમયે સરદાર પટેલ સ્ટેડિયમ તરીકે જાણીતું હતું. તે અગાઉ મોટેરા સ્ટેડિયમ અને ગુજરાત સ્ટેડિયમ તરીકે પણ જાણીતું હતું. સ્ટેડિયમનું બાંધકામ સૌપ્રથમ 1982માં પૂર્ણ થયું હતું. આ મેદાન પર પ્રથમ વન-ડે ઈન્ટરનેશનલ મેચ 1984માં રમાઈ હતી, તેના નિર્માણના બે વર્ષ બાદ ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે નિર્ણાયક મુકાબલો જોવા મળ્યો હતો. તે 92 ઓવરની મેચ હતી અને દરેક ટીમે અનુક્રમે 46 ઓવરની બેટિંગ કરી હતી.

    ભારતીય ટીમે પ્રથમ વખત 1983નો ક્રિકેટ વર્લ્ડ કપ જીત્યો હતો અને તે સમયે તે પ્રબળ દાવેદાર માનવામાં આવતી હતી. તેમનું મનોબળ ઊંચું હતું અને તેઓને હોમ ગ્રાઉન્ડ તેમજ મોટી ભારતીય ભીડના સમર્થનથી ફાયદો થયો, જોકે, ઓસ્ટ્રેલિયાએ શાનદાર રીતે મેચ જીતીને બધાને ખોટા સાબિત કર્યા.

    તે સમયે કિમ હ્યુજીસે ઓસ્ટ્રેલિયાની ટીમનું નેતૃત્વ કર્યું હતું જ્યારે ગાવસ્કરે ટીમ ઈન્ડિયાનું નેતૃત્વ કર્યું હતું. ઓસ્ટ્રેલિયાએ ટોસ જીતીને ભારતને પ્રથમ બેટિંગ માટે આમંત્રણ આપ્યું હતું, પરંતુ તેમના કેપ્ટન દ્વારા લેવામાં આવેલ નિર્ણય યોગ્ય રહ્યો ન હતો કારણ કે ભારતીય ઓપનિંગ જોડીએ પ્રથમ વિકેટ માટે સદીની ભાગીદારી કરી હતી. રવિ શાસ્ત્રી અને રોજર બિન્નીએ 104 રનની મજબૂત ભાગીદારી કરી હતી, પરંતુ બાદમાં ટોમ હોગનનો શિકાર બન્યા અને 57 રન બનાવીને પેવેલિયન પરત ફર્યા હતા. તે પ્રથમ વિકેટ બાદ ભારતીય ટીમ પડી ભાંગી હતી.

    - Advertisement -

    રવિ શાસ્ત્રી પણ 45 રન બનાવીને પરત ફર્યા હતા, ત્યારબાદ દિલીપ વેંગસરકરે 14 રન બનાવીને પેવેલિયન પરત ફરવું પડ્યું હતું. સંદીપ પાટીલ અને સુનીલ ગાવસ્કરે અનુક્રમે 3 અને 4 રન બનાવ્યા હતા. ભારતે 145 રનમાં પાંચ વિકેટ ગુમાવી દીધી હતી. એક તરફ કપિલ દેવ ઝડપી બેટિંગ કરી રહ્યા હતા પરંતુ તે પણ 28 રન બનાવીને આઉટ થઈ ગયા હતા. ભારતીયોએ 161 રનમાં છ વિકેટ ગુમાવી દીધી હતી. જોકે, આ પછી કીર્તિ આઝાદે 39 રન બનાવ્યા અને મદનલાલે વધુ 6 રન ઉમેર્યા અને 45 રનની અણનમ ભાગીદારી કરીને પોતાની ટીમને 6 વિકેટના નુકસાન પર 206 રનના સન્માનજનક સ્કોર સુધી પહોંચાડી.

    ઓસ્ટ્રેલિયાની ટીમે પણ એટલી જ શાનદાર શરૂઆત કરી હતી. પ્રથમ વિકેટ માટે 67 રન બનાવ્યા બાદ ગ્રીમ વુડ 32ના સ્કોર પર રનઆઉટ થયા હતા. તેમના બેટિંગ પાર્ટનર કેપ્લર વેસેલ્સે 89ના કુલ સ્કોર સાથે પેવેલિયન પરત ફરતા પહેલાં 42 રન બનાવ્યા હતા. ત્યારબાદ એલન બોર્ડરે જવાબદારી સંભાળી અને 29 રન બનાવનાર કિમ હ્યુજીસ સાથે 73 રનની ભાગીદારી કરીને પોતાની ટીમની સ્થિતિ મજબૂત કરી.

    બાદમાં, તેમણે ગ્રેહામ યેલોપ સાથે ભાગીદારી કરીને તેમની ટીમને અભૂતપૂર્વ વિજય તરફ દોરી જતા સ્કોરબોર્ડમાં 32 રન ઉમેર્યા. એલન બોર્ડરે 90 બોલમાં 62 રનની અણનમ ઇનિંગ રમી અને ઓસ્ટ્રેલિયાની ટીમે 44મી ઓવરમાં 7 વિકેટે જીત મેળવી હતી. 25 રનમાં ત્રણ વિકેટ લેનાર જ્યોફ લોસનને ‘પ્લેયર ઓફ ધ મેચ’ જાહેર કરવામાં આવ્યા હતા.

    જ્યારે હવે ભારત રવિવારે (19 નવેમ્બર) વર્લ્ડ કપ ફાઇનલમાં ઓસ્ટ્રેલિયા સાથે ટકરાઈને તે જ પિચ પર નવો ઇતિહાસ બનાવીને જીત હાંસલ કરવા ઇચ્છશે. ભારતે અત્યાર સુધી સારું પ્રદર્શન કર્યું છે, તમામ મેચો જીતી છે અને 15 નવેમ્બરના રોજ પ્રથમ સેમિફાઇનલમાં ન્યૂઝીલેન્ડ સામે શાનદાર ઓલરાઉન્ડ પ્રદર્શન કરીને 70 રનથી જોરદાર જીત નોંધાવી છે. આ ઉપરાંત, ઓસ્ટ્રેલિયાએ પણ 16 નવેમ્બરના રોજ દક્ષિણ આફ્રિકાને ત્રણ વિકેટથી હરાવીને સેમિફાઇનલમાં જગ્યા બનાવી છે.

    નોંધનીય છે કે ભારત અને ઓસ્ટ્રેલિયા છેલ્લે 2003માં વર્લ્ડ કપની ફાઇનલમાં સામસામે આવ્યા હતા. ઓસ્ટ્રેલિયાએ તે મેચ 125 રનના માર્જીનથી જીતી લીધી અને ત્રીજી વખત વર્લ્ડ કપ ટ્રોફી પર કબજો કર્યો હતો. તેમણે 2007માં પણ જીતી નોંધાવી હતી.

    નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ભારત ત્રીજી વખત વર્લ્ડ કપ વિજેતા બનવા માટે આતુર છે. ભારતે અગાઉ 2011માં મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં શ્રીલંકાને હરાવીને વર્લ્ડ કપ ચેમ્પિયનશિપ જીતી હતી. ટીમ ઇન્ડિયાએ તેનો પહેલો વર્લ્ડ કપ 1983માં કપિલ દેવની કપ્તાનીમાં જીત્યો હતો.

    નોંધનીય છે કે ભારતે 2013થી અત્યાર સુધી કોઈ ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC) ટ્રોફી જીતી નથી. આ પહેલાં એમએસ ધોનીની આગેવાનીમાં ભારતીય ટીમે ચેમ્પિયન્સ ટ્રોફી જીતી હતી. અપેક્ષા છે કે 1.4 અબજ લોકોની એક દાયકાની રાહનો અંત આવશે અને ભારત ફાઇનલમાં ટ્રોફી જીતીને ચેમ્પિયનશિપનો શાનદાર અંત લાવશે.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં