Thursday, April 25, 2024
More
    હોમપેજવગેરે...સ્પોર્ટ્સશુભમન ગિલ પછી RCB ફેન્સે વિજય શંકરને પણ અશ્લીલ ગાળો આપી: બેંગ્લોરની...

    શુભમન ગિલ પછી RCB ફેન્સે વિજય શંકરને પણ અશ્લીલ ગાળો આપી: બેંગ્લોરની ટિમ વિરુદ્ધ શંકરે ફટકારી હતી અડધી સદી

    આ પહેલીવાર નથી જ્યારે વિરાટ કોહલીના સમર્થકોએ આ પ્રકારનું વર્તન કર્યું હોય. અગાઉ, તેઓએ મુંબઈ ઈન્ડિયન્સ (MI) ના કેપ્ટન રોહિત શર્મા અને ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK) ના સુકાની એમએસ ધોનીને મૃત્યુની શુભેચ્છા પાઠવી હતી.

    - Advertisement -

    રવિવારે (21 મે, 2023) IPL 2023ની અંતિમ લીગ મેચ રમાઈ હતી. જેમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર અને ગુજરાત ટાઇટન્સ એકબીજા સામે રમ્યાં હતાં. ગુજરાતની ટિમ ક્વોલિફાય થઇ ગઈ છે, પરંતુ બેંગ્લોર માટે આ મેચ ‘કરો યા મરો’ જેવી હતી. ક્વોલિફાય થવા માટે તેમણે જીત મેળવવી જરૂરી હતી. મેચમાં બેંગ્લોરે પહેલી બેટિંગ કરતાં 197 રનનો સ્કોર કર્યો હતો. જેનો ગુજરાતે પીછો કરતાં 19.1 ઓવરમાં જ મેચ જીતી લીધી હતી. 

    ગુજરાતે મેચ જીત્યા બાદ ભડકેલા રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરના ચાહકોએ આ મેચમાં સદી ફટકારનાર ખેલાડી શુભમન ગિલને સોશિયલ મીડિયા પર ગાળો ભાંડી હતી. હવે આવી ગાળો ખાવાનો વારો ગુજરાતની ટીમના ખેલાડી વિજય શંકરનો આવ્યો છે. તેણે 35 બોલમાં 55 રન બનાવ્યા હતા. 

    શુભમન ગિલ અને વિજય શંકરના શાનદાર પ્રદર્શનના કારણે RCBની ટીમનું પ્લેઑફમાં પ્રવેશવાનું સપનું રોળાયું હતું. જેના કારણે ફ્રેન્ચાઇઝીના ચાહકોએ ઉશ્કેરાઈ જઈને સોશિયલ મીડિયા પર બંને ખેલાડીઓને ગાળો ભાંડી હતી. 

    - Advertisement -

    વિજય શંકરે એક ઇન્સ્ટાગ્રામ પોસ્ટ અપલોડ કરી, જેમાં તેણે પોતાની ટીમને શાનદાર મેચ માટે અભિનંદન પાઠવ્યા હતા. ત્યારબાદ તરત જ RCBના ચાહકોએ તેને ગાળો ભાંડવા માંડી હતી. એક વ્યક્તિએ ખરાબ ગાળો ભાંડીને લખ્યું કે, ભારત માટે રમતી વખતે શા માટે તે રમતો નથી? બીજા એકે પણ અપશબ્દો લખ્યા હતા.

    દુર્વ્યવહારનો સિલસિલો વિજય શંકર પર અટક્યો ન હતો અને લોકોએ તેના માતા-પિતાને પણ ગાળો ભાંડી હતી.

    બેંગ્લોરની ટીમ સામે અડધી સદી ફટકારનાર વિજય શંકરની ઇન્સ્ટાગ્રામ પોસ્ટ ઉપર ઘણાએ ખરાબમાં ખરાબ શબ્દો વાપરીને ગાળો ભાંડી હતી.

    કેટલાક RCB સમર્થકોએ દરેકને ઇન્સ્ટાગ્રામ પર શંકરને અનફોલો કરવા વિનંતી કરી હતી, જ્યારે અન્ય લોકોએ શોક વ્યક્ત કર્યો હતો કે તેણે શા માટે તેમની ટીમ સામે સારું રમવું પડ્યું. એક અમાને આગાહી કરી હતી કે ગુજરાત ટાઇટન્સ ચેન્નાઇ સુપર કિંગ્સ સામેની તેમની આગામી મેચ ચોક્કસ હારી જશે. એક સામાન્ય RCB ચાહક પાસેથી જે અપેક્ષા હોય એ મુજબ અપશબ્દો પણ બોલવામાં આવ્યા હતા.

    આ પહેલા RCBના ચાહકોએ ક્રિકેટર શુભમન ગિલ અને તેની બહેન શાહનીલ ગિલને જાનથી મારી નાખવાની ધમકીઓ પણ આપી હતી. એક ટ્વિટર યુઝરે (@VamosVirat) એ બળી ગયેલી કારની તસવીર પોસ્ટ કરી અને ઈચ્છા વ્યક્ત કરી કે તે શુબમન ગિલ દ્વારા ચલાવવામાં આવતી કાર હોત.

    રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરના અન્ય એક પ્રશંસકે શાહનીલ ગિલની લિંક તેના વિરુદ્ધ તેની ટ્રોલ આર્મી ઉતારવાની આશામાં પોસ્ટ કરી. અપેક્ષા મુજબ ઇન્સ્ટાગ્રામ પરની તેની પોસ્ટ્સ નફરતની ટિપ્પણીઓથી છલકાઇ હતી.

    આ પહેલીવાર નથી જ્યારે વિરાટ કોહલીના સમર્થકોએ આ પ્રકારનું વર્તન કર્યું હોય. અગાઉ, તેઓએ મુંબઈ ઈન્ડિયન્સ (MI) ના કેપ્ટન રોહિત શર્મા અને ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK)ના કેપ્ટન એમએસ ધોની માટે પણ આ જ પ્રકારની ટિપ્પણીઓ કરી હતી.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં