Friday, September 13, 2024
More
    હોમપેજદેશનીરજ ચોપરા વર્લ્ડ એથ્લેટિક્સ ચેમ્પિયનઃ ગોલ્ડ જીતનાર પ્રથમ ભારતીય બન્યા, પાકિસ્તાનને હરાવ્યું,...

    નીરજ ચોપરા વર્લ્ડ એથ્લેટિક્સ ચેમ્પિયનઃ ગોલ્ડ જીતનાર પ્રથમ ભારતીય બન્યા, પાકિસ્તાનને હરાવ્યું, ઓલિમ્પિક અને ડાયમંડ લીગમાં પણ જીત્યા છે ગોલ્ડ

    વર્લ્ડ એથ્લેટિક્સ ચેમ્પિયનશિપમાં નીરજ ચોપરા માટે તે શરૂઆત સારી રહી નહોતી. નીરજ પ્રથમ પ્રયાસમાં 12મા નંબરે હતા. કારણ કે, નીરજ ચોપરાનો થ્રો અમાન્ય (foul / ફાઉલ) જાહેર કરવામાં આવ્યો હતો. પરંતુ આ પછી નીરજ ચોપરાએ પોતાના બીજા પ્રયાસમાં શાનદાર વાપસી કરી અને 88.17 મીટર ફેંકીને ગોલ્ડ મેડલ જીત્યો હતો.

    - Advertisement -

    ભારતીય ગોલ્ડન બોય નીરજ ચોપરાએ ફરી એકવાર ઈતિહાસ રચ્યો છે. અનુભવી ભાલા ફેંકનાર નીરજ ચોપરાએ 88.17 મીટર ભાલો ફેંકીને ઓલિમ્પિક ગોલ્ડ, ડાયમંડ લીગમાં ગોલ્ડ અને હવે વર્લ્ડ એથ્લેટિક્સ ચેમ્પિયનશિપ 2023માં ગોલ્ડ જીત્યો છે. આ સાથે જ પાકિસ્તાની ખેલાડી અરશદ નદીમને સિલ્વર મેડલથી સંતોષ માનવો પડ્યો હતો.

    લાંબા સમય બાદ અનુભવી ભાલા ફેંકનાર નીરજ ચોપરા વર્લ્ડ એથ્લેટિક્સ ચેમ્પિયનશિપમાં ગોલ્ડ મેડલ જીતનાર પ્રથમ ભારતીય બની ગયા છે. જોકે, વર્લ્ડ એથ્લેટિક્સ ચેમ્પિયનશિપમાં નીરજ ચોપરા માટે તે શરૂઆત સારી રહી નહોતી. નીરજ પ્રથમ પ્રયાસમાં 12મા નંબરે હતા. કારણ કે, નીરજ ચોપરાનો થ્રો અમાન્ય (foul / ફાઉલ) જાહેર કરવામાં આવ્યો હતો. પરંતુ આ પછી નીરજ ચોપરાએ પોતાના બીજા પ્રયાસમાં શાનદાર વાપસી કરી અને 88.17 મીટર ફેંકીને ગોલ્ડ મેડલ જીત્યો હતો.

    નીરજના ગામમાં ઉત્સવનો માહોલ

    બીજી તરફ નીરજ ફરી એકવાર વર્લ્ડ ચેમ્પિયન બનતા જ તેના ગામમાં લાડુ વહેંચીને ખુશી મનાવવામાં આવી હતી. નીરજે બરછી ફેંકની સ્પર્ધા જીતતાની સાથે જ ઘરમાં લાઈવ મેચ જોઈ રહેલા લોકોએ તાળીઓ પાડીને અને સીટીઓ વગાડીને ઉજવણી કરી હતી. નીરજના કાકા ભીમ ચોપરા અને પિતા સતીશ ચોપરાએ એકબીજાને ગળે લગાડીને અભિનંદન પાઠવ્યા હતા.

    - Advertisement -

    નોંધનીય છે કે ભલે તે વર્લ્ડ એથ્લેટિક્સ ચેમ્પિયનશિપના ઈતિહાસમાં ગોલ્ડ જીતનાર પ્રથમ ભારતીય બન્યા છે, પરંતુ આ ભારતનો ત્રીજો મેડલ છે. આ પહેલા તેમણે સિલ્વર મેડલ જીત્યો હતો જ્યારે લોંગ જમ્પર અંજુ બોબી જ્યોર્જે બ્રોન્ઝ જીત્યો હતો. આ વખતે જેવલિનમાં સિલ્વર મેડલ પાકિસ્તાનના નદીમ અને બ્રોન્ઝ મેડલ ચેક રિપબ્લિકના યાકુબને મળ્યો હતો.

    નીરજે બીજા રાઉન્ડમાં કરી શાનદાર વાપસી

    નોંધપાત્ર વાત એ છે કે, નીરજ ચોપરાને પહેલા રાઉન્ડમાં ફાઉલ થયો હતો, પરંતુ બીજા રાઉન્ડ બાદ તે 88.17 મીટરના અંતરે બરછી ફેંકીને ટોપ પર આવી ગયા હતા. તે જ સમયે, જર્મનીના જુલિયન વેબર બીજા રાઉન્ડમાં 85.79 મીટરના થ્રો સાથે બીજા ક્રમે આવ્યા હતા, જ્યારે ચેક રિપબ્લિકના જેકોબ વેડલેચ 84.18 મીટરના સ્કોર સાથે આ રાઉન્ડ પછી ત્રીજા સ્થાને રહ્યા હતા.

    ભારતીય દિગ્ગજ ખેલાડીએ ત્રીજા રાઉન્ડમાં 86.32 મીટરનું અંતર કાપ્યું હતું. તે જ સમયે, આ રાઉન્ડ પછી પાકિસ્તાનનો અરશદ નદીમ 87.82ના સ્કોર સાથે બીજા ક્રમે આવ્યો હતો. આમ, ફાઈનલ મેચમાં પાકિસ્તાનના અરશદ નદીમને સિલ્વર મેડલથી સંતોષ માનવો પડ્યો હતો.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં