Friday, September 13, 2024
More
    હોમપેજવગેરે...સ્પોર્ટ્સહાર્દિક પંડ્યાની મુંબઈ ઈન્ડિયન્સમાં 'ઘરવાપસી', શુભમન ગિલને ગુજરાત ટાઇટન્સની કમાન: શા માટે...

    હાર્દિક પંડ્યાની મુંબઈ ઈન્ડિયન્સમાં ‘ઘરવાપસી’, શુભમન ગિલને ગુજરાત ટાઇટન્સની કમાન: શા માટે ચર્ચામાં છે IPL 2024?

    IPL તરફથી પણ આ બાબતની આધિકારિક રીતે જાહેરાત કરી દેવામાં આવી છે અને જણાવવામાં આવ્યું કે મુંબઈ ઈન્ડિયન્સે કેમરોન ગ્રીનને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર સાથે ટ્રેડ કરીને તેના સ્થાને ટીમમાં હાર્દિક પંડ્યાને સ્થાન આપ્યું છે.

    - Advertisement -

    ICC ક્રિકેટ વર્લ્ડ કપ પૂરો થયો અને હવે IPL ચર્ચામાં છે. આમ તો આ ઈન્ડિયન પ્રીમિયર લીગ આગામી વર્ષે માર્ચ-એપ્રિલમાં યોજાશે, પરંતુ તે પહેલાં ડિસેમ્બરમાં ઑક્શન થશે, જે માટે વિવિધ ટીમોએ નિયમાનુસાર ખેલાડીઓને રિટેન અને રીલીઝ કરવા માંડ્યા છે. બીજી તરફ, બે ટીમો ખાસ ચર્ચામાં છે. ગુજરાત ટાઈટન્સ અને મુંબઈ ઈન્ડિયન્સ. કારણ કે ગુજરાતનો કેપ્ટન હાર્દિક પંડ્યા હવે ફરી મુંબઈમાં સામેલ થઈ ગયો છે. જ્યારે ગુજરાત ટાઇટન્સનો કેપ્ટન શુભમન ગિલને બનાવવામાં આવ્યો છે.

    થોડા દિવસથી ચર્ચા ચાલતી હતી કે હાર્દિક પંડ્યા મુંબઈ ઈન્ડિયન્સમાં પરત ફરશે. જોકે, રવિવારે (26 નવેમ્બર) જ્યારે ગુજરાત ટાઈટન્સે હાર્દિકને રિટેન કરતાં ચર્ચાઓ પર પૂર્ણવિરામ મૂકાવાનું હતું ત્યાં જ નવા સમાચાર આવ્યા કે હાર્દિકને લઈને મુંબઇ-ગુજરાત વચ્ચે ડીલ નક્કી થઈ ગઈ છે. પછીથી તેની આધિકારિક પુષ્ટિ પણ કરી દેવામાં આવી. 

    IPL તરફથી પણ આ બાબતની આધિકારિક રીતે જાહેરાત કરી દેવામાં આવી છે અને જણાવવામાં આવ્યું કે મુંબઈ ઈન્ડિયન્સે કેમરોન ગ્રીનને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર સાથે ટ્રેડ કરીને તેના સ્થાને ટીમમાં હાર્દિક પંડ્યાને સ્થાન આપ્યું છે. આમ હાર્દિક ફરીથી મુંબઈ ઈન્ડિયન્સમાં પરત ફરશે. ઉલ્લેખનીય છે કે 2 સિઝન પહેલાં આવેલી ગુજરાત ટાઈટન્સના સુકાની બનવા પહેલાં હાર્દિક પંડ્યા મુંબઈ ઇન્ડિયન્સમાં જ હતા. 

    - Advertisement -

    ગુજરાત ટાઈટન્સે X પર એક પોસ્ટ કરીને હાર્દિક પંડ્યાને વિદાય આપી. બીજી તરફ મુંબઈ ઈન્ડિયન્સે સ્વાગત કર્યું હતું. હાર્દિક પંડ્યાએ પણ પોસ્ટ કરીને ‘ઘરે’ પરત ફરીને રાજીપો વ્યક્ત કર્યો હતો. 

    બીજી તરફ, હાર્દિક પંડ્યાના મુંબઈ ગમનના કારણે ગુજરાત ટાઈટન્સે નવા કેપ્ટનની નિમણૂક કરવાની ફરજ પડી છે. જેની પણ જાહેરાત કરી દેવામાં આવી છે. ઓપનિંગ બેટર શુભમન ગિલ આ IPLમાં ગુજરાતનું સુકાન સંભાળશે. ફ્રેન્ચાઈઝીએ અધિકારીક રીતે આ બાબતનું એલાન કર્યું છે. GTના કેપ્ટન તરીકે ન્યૂઝીલેન્ડના ક્રિકેટર કેન વિલિયમસનનું પણ નામ ચર્ચામાં હતું, પણ આખરે શુભમન ગિલના નામ પર મહોર મરવામાં આવી. 

    ગુજરાત ટાઈટન્સના ક્રિકેટ ડાયરેક્ટર વિક્રમ સોલંકીએ કહ્યું હતું કે, ‘શુભમન ગિલે છેલ્લાં 2 વર્ષમાં ક્રિકેટમાં સારી એવી પ્રગતિ કરી છે. અમે તેમને માત્ર એક બેટર તરીકે જ નહીં પરંતુ ક્રિકેટમાં એક લીડર તરીકે પણ પરિપક્વ થતા જોયા છે. મેદાન પર તેમના યોગદાનના કારણે ગુજરાત ટાઇટન્સને એક મજબૂત શક્તિ તરીકે ઉભરવામાં મદદ કરી છે. તેમની પરિપક્વતા અને કૌશલ્ય ઓન ફિલ્ડ પ્રદર્શનમાં સ્પષ્ટપણે જોવા મળે છે. અમે તેમને કેપ્ટન બનાવવા માટે ઉત્સાહિત છીએ.

    ઉલ્લેખનીય છે કે શુભમન ગિલે IPL 2023માં સૌથી વધુ રન ફટકાર્યા હતા અને ઓરેન્જ કેપ જીતી હતી. ગિલે 17 મેચમાં 59.33ની એવરેજથી 890 રન બનાવ્યા હતા. IPL 2023ની ફાઈનલ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ગુજરાત ટાઈટન્સ અને ચેન્નાઈ સુપર કિંગ્સ વચ્ચે રમાઈ હતી. રોમાંચક મેચના અંતિમ બોલે ચેન્નઈએ વિજય મેળવ્યો હતો. આગામી IPL માર્ચ-એપ્રિલ 2024માં યોજાશે.

    આમ તો IPLને હજુ થોડો સમય છે પરંતુ અત્યારથી આ બધી ઉથલપાથલ એટલા માટે થઈ રહી છે કારણ કે ડિસેમ્બરમાં ખેલાડીઓનું ઑક્શન યોજાશે, જેમાં ટીમો જે-તે ખેલાડીને ખરીદશે. તે પહેલાં રવિવારે ફ્રેન્ચાઈઝીઓએ અમુક ખેલાડીઓને રિટેન કર્યા હતા તો અમુકને રીલીઝ કર્યા હતા. જેમને રિટેન કરવામાં આવ્યા છે તે તે જ ટીમમાં રહેશે, રીલીઝ થયેલા ખેલાડીઓ ઑક્શનમાં સામેલ થશે.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં