Thursday, May 23, 2024
More
  હોમપેજવગેરે...સ્પોર્ટ્સ‘મને નથી લાગતું કે તેમને ક્રિકેટની વધુ સમજ હશે’: કોમેન્ટ્રી દરમિયાન અનુષ્કા...

  ‘મને નથી લાગતું કે તેમને ક્રિકેટની વધુ સમજ હશે’: કોમેન્ટ્રી દરમિયાન અનુષ્કા શર્મા અને આથિયા શેટ્ટી વિશે હરભજન સિંઘની ટિપ્પણી, હવે સોશિયલ મીડિયા પર થઈ રહી છે ટીકા

  આ ટિપ્પણીઓ બાદ સોશિયલ મીડિયા પર તેની ખાસ્સી ચર્ચા થઈ રહી છે અને લોકો હરભજન સિંઘની ટીકા કરી રહ્યા છે. ઘણાએ તેને સ્ત્રીવિરોધી ટિપ્પણીઓ ગણાવી હતી. 

  - Advertisement -

  ભારત-ઓસ્ટ્રેલિયા વચ્ચે અમદાવાદના મોદી સ્ટેડિયમમાં રમાઈ રહેલી વર્લ્ડ કપની ફાઇનલ મેચ દરમિયાન કોમેન્ટ્રી કરતી વખતે પૂર્વ ક્રિકેટર અને આમ આદમી પાર્ટી સાંસદ હરભજન સિંઘે 2 ક્રિકેટરોની પત્નીઓ વિશે એવી ટિપ્પણી કરી કે સોશિયલ મીડિયા પર ટ્રોલિંગનો સામનો કરવો પડ્યો હતો. 

  ટીમ ઈન્ડિયાની બેટિંગ દરમિયાન વિરાટ કોહલી અને કેએલ રાહુલ ક્રીઝ પર હતા ત્યારે કેમેરો સ્ટેન્ડમાં બેઠેલી તેમની પત્નીઓ અનુષ્કા શર્મા અને આથિયા શેટ્ટી પર ફર્યો હતો. ત્યારે હિન્દી કોમેન્ટ્રી કરતા જતિન સપ્રૂએ હરભજન સિંઘને કહ્યું કે, તેઓ બંને વિચારતાં હશે કે બંનેના પતિ જ્યાં સુધી ક્રીઝ પર રહે ત્યાં સુધી તેઓ બંને પણ સાથે જ બેઠાં રહેશે. જેની ઉપર હરભજન સિંઘે ટિપ્પણી કરી હતી. 

  પૂર્વ ક્રિકેટરે કહ્યું કે, “હું એ જ વિચારતો હતો કે વાત ક્રિકેટની થતી હશે કે ફિલ્મોની….કારણ કે ક્રિકેટ વિશે મને લાગતું નથી કે એટલી સમજ હશે.” ઉલ્લેખનીય છે કે બૉલીવુડ અભિનેત્રી અનુષ્કા શર્મા વિરાટ કોહલીની પત્ની છે, જ્યારે સુનિલ શેટ્ટીની પુત્રી આથિયા શેટ્ટી કેએલ રાહુલ સાથે પરણી છે.

  - Advertisement -

  આ ટિપ્પણીઓ બાદ સોશિયલ મીડિયા પર તેની ખાસ્સી ચર્ચા થઈ રહી છે અને લોકો હરભજન સિંઘની ટીકા કરી રહ્યા છે. ઘણાએ તેને સ્ત્રીવિરોધી ટિપ્પણીઓ ગણાવી હતી. 

  અમુક લોકોએ એમ પણ કહ્યું કે, હરભજન સિંઘ કોમેન્ટ્રીનો ભાગ જ ન હોવા જોઈએ. 

  અન્ય લોકોએ પણ આ ક્લિપ પોસ્ટ કરીને ક્રિકેટરની આ ટિપ્પણીઓ બદલ ટીકા કરી હતી.

  વાત મેચની કરવામાં આવે તો ટોસ હાર્યા બાદ પ્રથમ બેટિંગ કરતાં ભારતીય ટીમે 50 ઓવરમાં 10 વિકેટના નુકસાને 240 રન કર્યા હતા. ભારત તરફથી કેએલ રાહુલ અને વિરાટ કોહલીએ અર્ધશતક કરી હતી. કેપ્ટન રોહિત શર્માએ પણ 47 રન બનાવ્યા. શ્રેયસ ઐયર અને શુભમન ગિલ ખાસ કમાલ ન કરી શક્યા અને 4-4 રન પર આઉટ થઈ ગયા હતા. આ સિવાય સૂર્યકુમાર યાદવ અને રવિન્દ્ર જાડેજાએ પણ અનુક્રમે 18 અને 9 રન કર્યા હતા. 

  ઓસ્ટ્રેલિયા તરફથી મિચેલ સ્ટાર્કે 3 વિકેટ ખેરવી હતી. આ ઉપરાંત, હેઝલવૂડ અને કૅપ્ટન કમિન્સે પણ 2-2 વિકેટ મેળવી હતી. 1-1 વિકેટ ઝમ્પા અને મેક્સવેલને મળી હતી. 

  - Advertisement -

  સંબંધિત લેખો

  - Advertisement -

  તાજા સમાચાર

  ચૂકશો નહીં