Sunday, April 28, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટ'ભારતવિરોધી, કાશ્મીર વિરોધી નારાઓ માટે આવી જ પ્રતિક્રિયા હોય': ગૌતમ ગંભીરે પાકિસ્તાની...

    ‘ભારતવિરોધી, કાશ્મીર વિરોધી નારાઓ માટે આવી જ પ્રતિક્રિયા હોય’: ગૌતમ ગંભીરે પાકિસ્તાની દર્શકોને મિડલ ફિંગર બતાવતા વાયરલ વિડીયો પર કરી સ્પષ્ટતા

    વાયરલ વિડીયો બાદ કોહલીના સમર્થકોએ દાવો કર્યો હતો કે ગંભીર કોહલીના નારા પર પ્રતિક્રિયા આપી રહ્યો હતો. બીજી બાજુ આકસ્મિક રીતે, ગંભીરે તાજેતરમાં એશિયા કપ 2012માં પાકિસ્તાન સામેની 183 રનની કોહલીની શાનદાર ઇનિંગને કોઇપણ ભારતીય દ્વારા અત્યાર સુધીની શ્રેષ્ઠ ODI ઇનિંગ્સમાંની એક તરીકે રેટિંગ આપીને કોહલીના વખાણ કર્યા હતા.

    - Advertisement -

    ભૂતપૂર્વ ક્રિકેટર અને બીજેપી સાંસદ ગૌતમ ગંભીરે સોમવારે (4 સપ્ટેમ્બર) એશિયા કપની મેચ દરમિયાન ભીડને મિડલ ફિંગર બતાવતો વિડીયો વાયરલ થયા બાદ સ્પષ્ટતા કરી હતી. ભારતીય બેટ્સમેને કહ્યું હતું કે તેમની પ્રતિક્રિયા પાકિસ્તાની ચાહકોના એક ચોક્ક્સ જૂથ માટે હતી જે ભારત વિરોધી સૂત્રોચ્ચાર કરી રહ્યા હતા અને કાશ્મીર પર ટિપ્પણી કરી રહ્યા હતા.

    “તમે સોશિયલ મીડિયા પર જુઓ છો તે બધું સાચું નથી. તે એજન્ડા ધરાવતા લોકો દ્વારા સંદર્ભની બહાર રજૂ કરવામાં આવે છે. વાયરલ ઘટના વિશેનું સૌથી મોટું સત્ય એ છે કે જો તમે ભારત વિરોધી સૂત્રોચ્ચાર કરો છો અને કાશ્મીર પર ટિપ્પણી કરો છો, તો તમે આવી જ પ્રતિક્રિયા મેળવશો.” ગંભીરે કહ્યું.

    ગંભીરે ઉમેર્યું, “મારી પ્રતિક્રિયા પાકિસ્તાની પ્રશંસકોના એક વર્ગના હિંદુસ્તાન મુરાદાબાદના નારા લગાવવા અને કાશ્મીર પર અયોગ્ય ટિપ્પણીઓ કરવા પર હતી.”

    - Advertisement -

    ગૌતમ ગંભીર ભીડને મિડલ ફિંગર બતાવતો હોવાના દાવા સાથેનો વીડિયો વાયરલ થયો

    સોમવારે આખો દિવસ, ગૌતમ ગંભીરે એક ક્રિકેટ સ્ટેડિયમમાં ભીડને મિડલ ફિંગર બતાવી હોય તેવો એક વિડીયો ઇન્ટરનેટ પર વાયરલ થયો હતો તે પછી તેઓ એક વિવાદમાં ફસાયા હતા.

    સોશિયલ મીડિયા યુઝર્સનો એક વર્ગ એ વિડીયો શેર કર્યો અને લખ્યું કે ગંભીરની પ્રતિક્રિયા ‘કોહલી કોહલી’ના નારા પર હતી!’. નોંધનીય છે કે જ્યારે ગંભીર આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સક્રિય હતા, ત્યારે બે ક્રિકેટરો વચ્ચેની ઉગ્ર સ્પર્ધાત્મક ભાવના ઘણીવાર ઉગ્ર બોલાચાલીના રૂપમાં પ્રગટ થતી હતી.

    લોકોએ વિડીયોને કોહલીના નારા સાથે જોડવાનો પ્રયત્ન ક્રયો

    વાયરલ વિડીયો બાદ કોહલીના સમર્થકોએ દાવો કર્યો હતો કે ગંભીર કોહલીના નારા પર પ્રતિક્રિયા આપી રહ્યો હતો. બીજી બાજુ આકસ્મિક રીતે, ગંભીરે તાજેતરમાં એશિયા કપ 2012માં પાકિસ્તાન સામેની 183 રનની કોહલીની શાનદાર ઇનિંગને કોઇપણ ભારતીય દ્વારા અત્યાર સુધીની શ્રેષ્ઠ ODI ઇનિંગ્સમાંની એક તરીકે રેટિંગ આપીને કોહલીના વખાણ કર્યા હતા. ગયા વર્ષે, પાકિસ્તાન સામે છેલ્લા બોલે રોમાંચક જીત મેળવવા માટે કોહલીના સનસનાટીભર્યા સ્ટ્રાઇક પછી, ગંભીરે કોહલીની પ્રશંસા કરી હતી કે તેણે તેની ટીમને વિજયની રેખાથી આગળ લઈ જવા માટે સંપૂર્ણ હિંમત અને નિશ્ચય દર્શાવ્યો હતો.

    આ વિડીયો વરસાદથી પ્રભાવિત એશિયા કપ 2023ની વચ્ચે વાયરલ થયો હતો, જેમાં અત્યાર સુધી તીવ્ર હરીફાઈ અને જુસ્સાદાર સ્પર્ધા જોવા મળી છે. ભારતે તેની પ્રથમ મેચ પાકિસ્તાન સામે રમી હતી પરંતુ કમનસીબે કેન્ડીમાં અવિરત વરસાદને કારણે તે ભારતીય દાવ બાદ મેચ વચ્ચે જ છોડી દેવામાં આવી હતી, જેના કારણે રમત ચાલુ રાખવી અશક્ય બની હતી. પાકિસ્તાને પહેલા જ ભારતના ગ્રુપમાં સુપર 4માં પોતાનું સ્થાન નિશ્ચિત કરી લીધું છે. જો ભારત 4 સપ્ટેમ્બરે યોજાનારી મેચમાં નેપાળને હરાવશે તો તે સુપર 4 માટે પણ ક્વોલિફાય થઈ શકે છે.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં