Monday, November 11, 2024
More
    હોમપેજદેશએશિયન પેરા ગેમ્સમાં ભારતની શાનદાર શરૂઆત: પ્રથમ દિવસે 1 ગોલ્ડ, 2 સિલ્વર...

    એશિયન પેરા ગેમ્સમાં ભારતની શાનદાર શરૂઆત: પ્રથમ દિવસે 1 ગોલ્ડ, 2 સિલ્વર અને 1 બ્રોન્ઝ મેડલ જીત્યા, દેશના ખેલાડીઓની સૌથી મોટી ટુકડી ઉતરી મેદાનમાં

    રમતના પ્રથમ દિવસે જ પ્રાચી યાદવે મહિલા VL2 વર્ગમાં કેનોઇન્ગમાં સિલ્વર મેડલ જીતીને ભારત માટે મેડલ લાવવાની શરૂઆત કરી છે. એ સિવાય પુરુષોની હાઈ જમ્પ ગેમમાં શૈલેષ કુમારે ગોલ્ડ, મરીયપ્પન થંગાવેલુએ સિલ્વર અને રામ સિંઘ પઢિયારે બ્રોન્ઝ મેડલ પોતાને નામ કર્યું છે.

    - Advertisement -

    રવિવારે (22 ઓક્ટોબરે) સાંજે ચીનના હાંગઝોઉમાં ચોથી એશિયન પેરા ગેમ્સનું આયોજન થયું છે. અલગ-અલગ દેશોના ઘણા ખેલાડીઓ મેદાનમાં પોતાનું શક્તિપ્રદર્શન કરી રહ્યા છે. જ્યારે હવે એશિયન પેરા ગેમ્સ 2023ના પહેલા દિવસે ભારતે મેડલ હાંસલ કરવાની શરૂઆત પણ કરી દીધી છે. રમતના પ્રથમ દિવસે જ પ્રાચી યાદવે મહિલા VL2 વર્ગમાં કેનોઇન્ગમાં સિલ્વર મેડલ જીતીને ભારત માટે મેડલ લાવવાની શરૂઆત કરી છે. એ સિવાય પુરુષોની હાઈ જમ્પ ગેમમાં શૈલેષ કુમારે ગોલ્ડ, મરીયપ્પન થંગાવેલુએ સિલ્વર અને રામ સિંઘ પઢિયારે બ્રોન્ઝ મેડલ પોતાને નામ કર્યું છે.

    ચીનના હાંગઝોઉમાં 22 ઓક્ટોબરથી 28 ઓકટોબર સુધી ચાલનારી એશિયન પેરા ગેમ્સમાં 43 દેશોના લગભગ 4000 ખેલાડીઓએ ભાગ લીધો છે. જેમાં ભારતના 303 ખેલાડીઓ પણ સામેલ થયા છે. ભારત આ આયોજનની 22 રમતોમાંથી 17 રમતોમાં ભાગ લેશે. જ્યારે એશિયન પેરા ગેમ્સના પ્રથમ દિવસે જ ભારતે મેડલ પોતાને નામ કરવાની શાનદાર શરૂઆત પણ કરી દીધી છે. પ્રાચી યાદવે મહિલા VL2 વર્ગમાં કોઇન્ગ ગેમમાં સિલ્વર મેડલ જીત્યું છે, જેનાથી ચોથી એશિયન પેરા ગેમ્સમાં ભારત માટેના મેડલોનીઓ શરૂઆત થઈ હતી.

    એ ઉપરાંત મેન હાઈ જમ્પ-T63 (ઊંચી કૂદ)માં શૈલેષ કુમારે ગોલ્ડ મેડલ પ્રાપ્ત કર્યું છે. એશિયન પેરા ગેમ્સમાં ભારતનો આ પ્રથમ ગોલ્ડ મેડલ છે. એ પછી મરીયપ્પન થંગાવેલુએ અને રામ સિંહ પઢિયારે પણ હાઈ જમ્પમાં અનુક્રમે સિલ્વર અને બ્રોન્ઝ મેડલ મેળવ્યા છે. આવી રીતે ચીનમાં યોજાયેલ એશિયન પેરા ગેમ્સમાં ભારતે મેડલ જીતવાનું શરૂ કરી દીધું છે.

    - Advertisement -

    ભારતે ઉતારી ખેલાડીઓની સૌથી મોટી ટુકડી

    ઉલ્લેખનીય છે કે ભારતે આ વખતે એશિયન પેરા ગેમ્સમાં પોતાનું હમણાં સુધીનું સૌથી મોટું ખેલાડી દળ ઉતાર્યું છે. ભારતે આ વખતે 303 ખેલાડીઓને મેદાનમાં ઉતાર્યા છે. જેમાં 191 પુરુષો અને 112 મહિલા ખેલાડીઓઓનો સમાવેશ થાય છે. એશિયન ગેમ્સ 2023માં ભારતે ખૂબ સારું પ્રદર્શન કર્યું હતું. જ્યારે હવે એશિયન પેરા ગેમ્સમાં પણ ભારતતે મેડલો મેળવવાની શરૂઆત કરી દીધી છે.

    ટોક્યો પેરાલમ્પિકમાં ગોલ્ડ મેડલ વિજેતા અવની લેખરા અને સુમિત અંતિલ રવિવારથી (22 ઓક્ટોબરથી) શરૂ થયેલી એશિયન પેરા ગેમ્સમાં ભારતની સૌથી મોટી ટુકડીનું નેતૃત્વ કરી રહ્યા છે.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં