Wednesday, May 1, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટકોહલીની 47મી સદી, 13000+ રન.. પહેલા વરસાદે ગ્રાઉન્ડ ધોઈ નાખ્યું પછી ભારતે...

    કોહલીની 47મી સદી, 13000+ રન.. પહેલા વરસાદે ગ્રાઉન્ડ ધોઈ નાખ્યું પછી ભારતે પાકિસ્તાનને: KL રાહુલની પણ સદી, પાકે કરેલી વરસાદની દુવાઓ ગઈ એળે

    વિરાટ કોહલીએ આ મેચમાં ODIમાં 13,000 રનનો આંકડો પણ પાર કર્યો છે. સૌથી વધુ રન બનાવનાર ખેલાડીઓમાં તે પાંચમા સ્થાને છે. માત્ર 267 ઇનિંગ્સમાં તેમણે આ સિદ્ધિ હાંસલ કરી છે. કોહલી-રાહુલે મળીને ભારત માટે 233 રન જોડ્યા હતા. પાકિસ્તાન સામે વનડેમાં આ સર્વોચ્ચ ભાગીદારી છે.

    - Advertisement -

    ભારતે પાકિસ્તાનને એશિયા કપની સુપર-4 મેચમાં જબરદસ્ત રીતે હરાવ્યું છે. વરસાદના કારણે મેચ બીજા દિવસે સ્થગિત કરવામાં આવી હતી, પરંતુ ભારતીય બેટ્સમેનોના બેટ મજબૂતીથી ચાલ્યા હતા. જ્યારે રોહિત શર્મા અને શુભમન ગિલ આઉટ થતાં પહેલા જ અડધી સદી ફટકારી ચૂક્યા હતા, ત્યારે વિરાટ કોહલી અને KL રાહુલની જોડી મેદાનમાં ઉતરી હતી. વિરાટ કોહલીએ ODI મેચોમાં પોતાની 47મી સદી ફટકારી દીધી, જ્યારે KL રાહુલે સારવારમાંથી પાછા ફરી જબરરદસ્ત સદી ફટકારી દીધી. બંને બેટ્સમેનો છેલ્લે સુધી અણનમ રહ્યા અને ભારતે 356 રનનો મોટો સ્કોર બનાવી દીધો હતો.

    જ્યાં વિરાટ કોહલીએ માત્ર 94 બોલમાં 122 રનની આક્રમક ઇનિંગ રમી, તો KL રાહુલ પણ 106 બોલમાં 111 રન બનાવીને પાછળ નહોતા રહ્યા. વિરાટ કોહલીએ પોતાની ઇનિંગમાં 9 ચોગ્ગા અને 3 છગ્ગા ફટકાર્યા, જ્યારે KL રાહુલે તેની ઇનિંગમાં 12 ચોગ્ગા અને 2 છગ્ગા ફટકાર્યા. પાકિસ્તાન તરફથી 10 ઓવરમાં 79 રન આપવાવાળા શાહીન આફ્રિદી અને 10 ઓવરમાં 71 રન આપનાર શાદાબ ખાન જ એકમાત્ર સફળ બોલર હતા. બંનેને એક-એક વિકેટ મળી હતી.

    તે જ સમયે, ઑફ સ્પિનર ઇફ્તિખાર અહેમદની ખરાબ રીતે ધુલાઈ થઈ હતી, જેની માત્ર 5.2 ઓવરમાં ભારતીય બેટ્સમેનોએ 52 રન ફટકારી દીધા. વિરાટ કોહલીએ આ મેચમાં ODIમાં 13,000 રનનો આંકડો પણ પાર કર્યો છે. સૌથી વધુ રન બનાવનાર ખેલાડીઓમાં તે પાંચમા સ્થાને છે. માત્ર 267 ઇનિંગ્સમાં તેમણે આ સિદ્ધિ હાંસલ કરી છે. કોહલી-રાહુલે મળીને ભારત માટે 233 રન જોડ્યા હતા. પાકિસ્તાન સામે વનડેમાં આ સર્વોચ્ચ ભાગીદારી છે. કોલમ્બોના મેદાન પર સતત 4 ઇનિંગ્સમાં વિરાટ કોહલીની આ ચોથી સદી છે.

    - Advertisement -

    આ માત્ર ત્રીજો એવો અવસર હતો, જ્યારે વનડેમાં ભારતના ત્રીજા અને ચોથા નંબરના બેટ્સમેને એક જ મેચમાં સદી ફટકારી હોય. ભારતીય બોલરોની વાત કરીએ તો સ્પિનર કુલદીપ યાદવે સૌથી વધુ 5 વિકેટ લીધી હતી. ફાસ્ટ બોલર જસપ્રિત બુમરાહની બોલિંગમાં સ્વિંગ જોવા મળ્યું અને પહેલી વિકેટ તેમણે જ લીધી હતી. પાકિસ્તાન તરફથી ફખર જમાન જ સૌથી વધુ 27 રન બનાવી શક્યા. બાબર આઝમને માત્ર 10 રનના સ્કોર પર હાર્દિક પંડયાએ ક્લીન બોલ્ડ કરી નાખ્યા હતા. આ રીતે એશિયા કપની સુપર-4 મેચમાં ભારતે પાકિસ્તાનને હરાવ્યું હતું.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં