કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે શુક્રવારે (16 ડિસેમ્બર) ગુજરાતના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલ અને ઉચ્ચ સરકારી અધિકારીઓ સાથે 2036 ઓલિમ્પિક્સ ગેમ્સ (ઉનાળુ)ની યજમાની માટે રાજ્યની તૈયારીઓની સમીક્ષા કરવા માટે બેઠક યોજી હતી.
નોંધનીય રીતે, ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટી (BJP) સરકારે અગાઉ જાહેરાત કરી હતી કે તે 2036 ગેમ્સ માટે મેજબાનીના અધિકારો મેળવવાનું લક્ષ્ય ધરાવે છે અને સત્તાવાળાઓ ગુજરાત રાજ્યમાં ચતુર્માસિક રમતગમતના આયોજન અંગે આંતરરાષ્ટ્રીય ઓલિમ્પિક સમિતિ (IOC) સાથે ચર્ચા કરશે.
અમિત શાહે બેઠક યોજી અમદાવાદની તૈયારીઓ ચકાસી
અમિત શાહની અધ્યક્ષતામાં મળેલી આ મહત્વની બેઠકમાં સીએમ પટેલ ઉપરાંત, ગુજરાતના રમતગમત રાજ્ય મંત્રી હર્ષ સંઘવી, મુખ્ય સચિવ પંકજ કુમાર, અમદાવાદ મ્યુનિસિપલ કમિશનર એમ તેનરસન અને રમતગમત સચિવ અશ્વની કુમાર સહિતના અન્યોએ હાજરી આપી હતી.
Amit Shah chairs Olympics bid preparedness meeting in Gujarat https://t.co/jTGftMD9LP
— TOI Cities (@TOICitiesNews) December 17, 2022
બેઠક દરમિયાન, ગાંધીનગરના લોકસભા સાંસદ અમિત શાહે 2036 ઓલિમ્પિક્સ રમતોના આયોજનની બિડ ગુજરાત જીતે તો કેટલીક ઈવેન્ટ્સનું આયોજન કરવા માટે રાજ્ય સરકાર દ્વારા ઓળખવામાં આવેલા બે મેગા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સના નિર્માણમાં થયેલી પ્રગતિની સમીક્ષા કરી હતી. આ બે આગામી સંકુલ છે – મોટેરા વિસ્તારમાં સરદાર વલ્લભભાઈ પટેલ સ્પોર્ટ્સ એન્ક્લેવ અને અન્ય એક અમદાવાદ શહેરના નારણપુરા વિસ્તારમાં ઇન્ટરનેશનલ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ.
બેઠકમાં, અમિત શાહે જરૂરી માર્ગદર્શન આપ્યું હતું અને સ્થાનિક સત્તાવાળાઓને એ સુનિશ્ચિત કરવા જણાવ્યું હતું કે ભાગ લેનારા એથ્લેટ્સ અને કોચ માટે રહેવાની સુવિધાઓ સહિતની તમામ રમતગમતની માળખાકીય સુવિધાઓ ઓલિમ્પિક ધોરણો અનુસાર બનાવવામાં આવે.
ગૃહમંત્રીએ રાજ્યમાં જળ અને પર્વતીય રમતો માટેના સ્થળો વિકસાવવા અંગે પણ માર્ગદર્શન આપ્યું હતું. મીટિંગ દરમિયાન, શાહને 2036 ઓલિમ્પિક્સ રમતોની યજમાની માટે ગુજરાતની તૈયારીઓ વિશે પ્રેઝન્ટેશન બતાવવામાં આવ્યું હતું, એમ પ્રેસ રિલીઝમાં જણાવાયું છે.
ભારતીય ઓલિમ્પિક સંઘના નવા પ્રમુખ પીટી ઉષાએ પીએમ મોદી સાથે મુલાકાત કરી
પીટી ઉષા ભારતીય ઓલિમ્પિક સંઘના પ્રમુખ તરીકે બિનહરીફ ચૂંટાઈ આવ્યા હતા. આ પદ પર પહોંચનારી તે પ્રથમ મહિલા અને ઓલિમ્પિયન છે. 1960 પછી પ્રથમ વખત કોઈ રમતવીર IOAનો પ્રમુખ બન્યો છે.
It was a pleasure to meet and interact with Hon. PM @narendramodi ji at his esteemed office today. Lots to learn from his leadership and service to the nation. 🙏🏽 pic.twitter.com/BX1Nz2kPOU
— P.T. USHA (@PTUshaOfficial) December 16, 2022
ભારતીય ઓલિમ્પિક એસોસિએશન (IOA)ના નવા પ્રમુખ પીટી ઉષાએ શુક્રવારે (16 ડિસેમ્બર) વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી હતી. પીટી ઉષાએ પોતાના ટ્વિટર હેન્ડલ પર પીએમ મોદી સાથેની બે તસવીરો શેર કરી છે. તેમણે લખ્યું, “આજે માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદીને તેમની ઓફિસમાં મળીને અને વાત કરીને આનંદ થયો. તેમના નેતૃત્વ અને દેશની સેવામાંથી હું ઘણું શીખું છું.”
નોંધનીય છે કે અમદાવાનદની 2036 ઓલિમ્પિક્સ ગેમ્સની તૈયારીઓને દર્શાવતો એક અહેવાલ ઑપઇન્ડિયાએ ઘણા સમય પહેલા તૈયર કર્યો હતો, જે અહીં વાંચી શકાય છે.