Wednesday, April 24, 2024
More
    હોમપેજવગેરે...સ્પોર્ટ્સ‘यत्र प्रतिभा अवसर प्राप्नोति:’: IPLની ટ્રોફી પર લખેલો છે એક ખાસ સંસ્કૃત...

    ‘यत्र प्रतिभा अवसर प्राप्नोति:’: IPLની ટ્રોફી પર લખેલો છે એક ખાસ સંસ્કૃત શ્લોક, ચાલો તેનો અર્થ અને મહત્વ જાણીએ

    ઇન્ડિયન પ્રીમિયર લીગે હાર્દિક પંડ્યા, જસપ્રિત બુમરાહ, રુતુરાજ ગાયકવાડ, દીપક ચાહર, શુભમન ગીલ અને ઘણા યુવા ખેલાડીઓને મંચ આપ્યો છે અને તેમની પ્રતિભાને ખીલવવામાં મદદ કરી છે.

    - Advertisement -

    ગઈ કાલે ભારે વરસાદ અને વાવાજોડાના કારણે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં આયોજિત IPL 2023 ની ફાઇનલ મેચ પોસ્ટપોન્ડ કરવામાં આવી હતી. જે હવે આજે યોજવા જઈ રહી છે. આજે મેચ યોજાય કે ન યોજાય બેમાંથી એક ટિમ પોતાની સાથે IPL ટ્રોફી લઈને ઘરે જવાની છે.

    તો IPL 2023 ની છેલ્લી મેચના દિવસે આપણે IPL ટ્રોફી વિષે કંઈક રસપ્રદ જાણકારી મેળવીએ તો કેવું રહે?

    IPL ની આ સિઝનની શરૂઆતમાં યોજાયેલ સરેમનીમાં અને ત્યારબાદ ગઈ કાલે ફાઇનલ મેચ દરમિયાન પણ IPL ટ્રોફી સૌ સમક્ષ આવી હતી. ટ્રોફીના ક્લોઝ-અપ શોટ્સમાં તેના પર સંસ્કૃતમાં કંઈક લખેલું હોય એવું ધ્યાને પડી રહ્યું હતું. વધુ ધ્યાનપૂર્વક જોતા ખ્યાલ આવ્યો કે ત્યાં એક સંસ્કૃત શ્લોક લખેલો છે. જે આ મુજબ છે, ‘यत्र प्रतिभा अवसर प्राप्नोति:’

    - Advertisement -

    શ્લોક ‘यत्र प्रतिभा अवसर प्राप्नोति:’ નો અર્થ શું થાય?

    સંસ્કૃત શ્લોક ‘યાત્રા પ્રતિભા અવસરા પ્રાપ્નોતિહી’ નો અર્થ છે ‘જ્યાં પ્રતિભાને તક મળે છે’, જે મૂળભૂત રીતે IPLનું સત્તાવાર સૂત્ર છે. ઈન્ડિયન પ્રીમિયર લીગ મૂળભૂત રીતે યુવા પ્રતિભાઓને તકો પૂરી પાડવા અને રમતના મોટામાં મોટા ખેલાડીઓ સાથે તેમની રમતનું પ્રદર્શન કરવા માટેનું પ્લેટફોર્મ છે.

    નોંધનીય છે કે આ લીગ દ્વારા દેશ અને વિદેશોના અનેક યુવાનોને તક મળી છે. આ દરમિયાન તેઓ એકબીજા પાસેથી ઘણું શીખે છે. આ લીગના આગમન સાથે, ખેલાડીઓને તેમના વિરોધીઓની મજબૂત અને નબળી બાજુઓ જાણવાની તક મળે છે. આવી સ્થિતિમાં, આ લીગ તે ખેલાડીઓ માટે સૌથી વધુ ફાયદાકારક છે જેઓ તેમની કારકિર્દીની શરૂઆત કરી રહ્યા છે. IPLએ છેલ્લા 16 વર્ષમાં ઘણા યુવા ક્રિકેટરોને તેમની પ્રતિભા સાબિત કરવા માટે એક પ્લેટફોર્મ આપ્યું છે.

    ઇન્ડિયન પ્રીમિયર લીગે હાર્દિક પંડ્યા, જસપ્રિત બુમરાહ, રુતુરાજ ગાયકવાડ, દીપક ચાહર, શુભમન ગીલ અને ઘણા યુવા ખેલાડીઓને મંચ આપ્યો છે અને તેમની પ્રતિભાને ખીલવવામાં મદદ કરી છે.

    આમ જોતા IPL 2023 ની ટ્રોફી પર લખેલો આ શ્લોક ‘यत्र प्रतिभा अवसर प्राप्नोति:’, ખરેખર પોતાના અર્થને પરિપૂર્ણ કરી રહ્યો હોય તેમ લાગી રહ્યું છે.

    ગુજરાત ટાઇટન્સ અને ચેન્નઈ સુપર કિંગ્સ વચ્ચે છે ફાઇનલ

    ગુજરાત ટાઇટન્સ અને ચેન્નાઇ સુપર કિંગ્સ ઇન્ડિયન પ્રીમિયર લીગ 2023ની સૌથી વધુ સફળ ટીમોમાંની એક છે અને પોઈન્ટ ટેબલમાં ટોચના બે સ્થાનો પર રહી છે. બંને ટીમોએ સમગ્ર ટૂર્નામેન્ટ દરમિયાન ક્રિકેટનું શાનદાર પ્રદર્શન કર્યું અને સમગ્ર સ્પર્ધામાં લગભગ એક જ ટીમ સાથે રમી છે.

    એક છેડે ચેન્નાઈ સુપર કિંગ્સ ટૂર્નામેન્ટના તેના 14 દેખાવમાં તેની દસમી ફાઈનલ રમશે જ્યારે ડિફેન્ડિંગ ચેમ્પિયન ગુજરાત ટાઇટન્સ ફરી એકવાર IPL ટ્રોફી ઉપાડવા અને સતત બીજી વખત ટાઇટલ જીતવા રમશે.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં