Saturday, July 27, 2024
More
    હોમપેજદેશ'રામલલા હમ આયેંગે, મંદિર વહીં બનાયેંગે': કોણ છે બાબા સત્યનારાયણ મૌર્ય, જેમણે...

    ‘રામલલા હમ આયેંગે, મંદિર વહીં બનાયેંગે’: કોણ છે બાબા સત્યનારાયણ મૌર્ય, જેમણે રામ જન્મભૂમિ આંદોલન વખતે આપેલો નારો બની ગયો અમર

    તેઓ કહે છે કે, “એક ગીત હતું- સૌગંધ રામ કી ખાતે હૈં, મંદિર વહીં બનાયેંગે.’ પછીથી તેમાં પંક્તિઓ જોડાતી ગઈ, તેમાંથી આ પંક્તિ, રામલલા હમ આયેંગે…. ખૂબ પ્રચલિત બની.

    - Advertisement -

    ‘રામલલા હમ આયેંગે, મંદિર વહીં બનાયેંગે’- આ નારાથી કોઇ અજાણ હોય કે સાંભળવામાં ન આવ્યો હોય તેવું ભાગ્યે જ બની શકે. દાયકાઓથી આ નારો રામ જન્મભૂમિ આંદોલનનો એક અવાજ રહ્યો. અયોધ્યામાં પ્રભુ શ્રીરામનું મંદિર બને તેવી ઈચ્છા ધરાવતા એકેએક કારસેવક, એકેએક રામભક્ત અને એક-એક હિંદુના મોઢે આ નારો કાયમ સંભાળવા મળતો, તો બીજી તરફ વિપક્ષો અને વિરોધીઓ આ જ નારાને થોડો જુદી રીતે કહીને રામભક્તોની મજાક પણ ઉડાડતા. તેમનું કહેવું હતું- ‘રામલલા હમ આયેંગે, તારીખ નહીં બતાયેંગે.’ 

    પણ આખરે રામભક્તો જીત્યા અને મંદિર ત્યાં બની રહ્યું છે, જ્યાં બનાવવા માટે તેમણે આંદોલન કર્યું હતું. આજે લોકો આ નારાને યાદ કરી રહ્યા છે. અમર બની ગયેલો આ નારો 1986માં પહેલી વખત ઉજ્જૈનના એક મંચ પરથી ઉચ્ચારવામાં આવ્યો હતો. ત્યારબાદ એટલો પ્રસિદ્ધ બની ગયો કે રામ જન્મભૂમિ આંદોલન સાથે તે જોડાઈ ગયો. આ નારો આપનાર વ્યક્તિ છે બાબા સત્યનારાયણ મૌર્ય. રામભક્તોમાં અલખ જગાવનાર આ બાબા મૌર્યને રામ મંદિર પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ માટે આમંત્રણ આપવામાં આવ્યું છે.  

    બાબા સત્યનારાયણ મૌર્ય રામ જન્મભૂમિ આંદોલનનો એક પ્રમુખ ચહેરો હતા. 6 ડિસેમ્બર, 1992ના દિવસે જ્યારે અયોધ્યામાં વિવાદિત બાબરી ઢાંચો તૂટી પડ્યો ત્યારે પણ તેઓ મંચ પર હાજર હતા. 1965માં મધ્યપ્રદેશના રાજગઢમાં એક સામાન્ય શિક્ષકના ઘરે જન્મેલા બાબા મૌર્ય યુવા વયમાં જ રામ જન્મભૂમિ અંદોલનમાં જોડાયા. 1986માં અંદોલનના સમયમાં તેઓ મધ્યપ્રદેશના રાજગઢમાં એમ.કોમનો અભ્યાસ કરી રહ્યા હતા. તે દરમિયાન ઉજ્જૈનમાં બજરંગ દળની એક શિબિર યોજાઈ, જેમાં તેમણે ભાગ લીધો. શિબિરમાં એક દિવસ સંબોધન કરતી વખતે બાબા સત્યનારાયણ મૌર્યે રામભક્તોને ‘રામલલ્લા હમ આયેંગે, મંદિર વહીં બનાયેંગે’નો નારો આપ્યો. જે પછીથી એટલો પ્રસિદ્ધ થયો કે રામ જન્મભૂમિ અંદોલનનો એક ભાગ બની ગયો.

    - Advertisement -

    આંદોલનના સમયે બાબા મૌર્ય દીવાલો પર ભગવાન રામના ચિત્રો બનાવતા અને શિબિરોમાં ભાષણ આપતા. વાણી પર અદ્ભુત પકડ ધરાવતા બાબા મૌર્ય જ્યારે ભાષણ કરતા ત્યારે કારસેવકોમાં નવી ઉર્જા ભરી દેતા. આંદોલન દરમિયાન તેમણે રામ મંદિર માટે ગીતો ગાયાં અને કવિતાઓ લખી. જે ખૂબ પ્રચલિત થઇ. જે પછી તેમણે રાષ્ટ્રીય કવિ તરીકેની નામના પણ મેળવી. તેમના દ્વારા લખાયેલા ગીતો આંદોલનના પ્રમુખ ગીતો બન્યાં. જ્યારે બાબરી ધ્વંસની ઘટના બની ત્યારે પણ તેઓ કારસેવકોને સંબોધન કરી રહ્યા હતા.

    1990માં તેમણે મિત્રો સાથે અયોધ્યા તરફ પ્રયાણ કર્યું. અહીં પણ તેઓ દીવાલો પર નારા લખતા હતા. જ્યારે આ નારા તત્કાલીન વિશ્વ હિંદુ પરિષદના અધ્યક્ષ અશોક સિંઘલે વાંચ્યા તો તેમણે બાબાને આગળ વધવાની પ્રેરણા આપી. પછીથી તેમનાં ગીતો અને કવિતાઓ વિશે જાણવા મળ્યું ત્યારે તેમને દિલ્હી મોકલીને તેની કેસેટ પણ બનાવી અને આ રીતે બાબા મૌર્યનો અવાજ ઘરે-ઘરે પહોંચ્યો. પછી તેમના નારા મંચ પરથી ગૂંજવા માંડ્યા.

    તેઓ કહે છે કે, “એક ગીત હતું- સૌગંધ રામ કી ખાતે હૈં, મંદિર વહીં બનાયેંગે.’ પછીથી તેમાં પંક્તિઓ જોડાતી ગઈ, તેમાંથી આ પંક્તિ, રામલલા હમ આયેંગે…. ખૂબ પ્રચલિત બની. આજે જ્યારે મંદિર નિર્માણ પામી રહ્યું છે ત્યારે તે અંગે બાબા કહે છે કે, આપણે સપનું જોઈએ અને તે મળી જાય તો કેટલા ખુશ થઈએ છીએ? આ જ પ્રકારે મંદિર એક જ નહીં પરંતુ અનેક જીવનનું સપનું છે. 

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં