Tuesday, May 7, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટઆભૂષણો, મીઠાઈઓ, અન્ય સ્મૃતિચિહ્નો.. રામ મંદિર પ્રાણપ્રતિષ્ઠા પહેલાં અયોધ્યા પહોંચશે નેપાળના વિશેષ...

    આભૂષણો, મીઠાઈઓ, અન્ય સ્મૃતિચિહ્નો.. રામ મંદિર પ્રાણપ્રતિષ્ઠા પહેલાં અયોધ્યા પહોંચશે નેપાળના વિશેષ ઉપહાર: જનકપુરથી શરૂ થશે યાત્રા

    નેપાળ, અયોધ્યાના ભવ્ય રામ મંદિરને તેમના માટે વિકાસ અને પર્યટન ક્ષેત્રમાં નવી સંભાવનાઓના દ્વાર તરીકે જોઈ રહ્યું છે. નેપાળ સરકાર આશા રાખી રહી છે કે, વિશ્વભરમાંથી જે શ્રદ્ધાળુઓ ભગવાનના દર્શન કરવા રામ જન્મભૂમિ જશે, તેઓ માતા સીતાના જન્મસ્થળની પણ મુલાકાત લેશે.

    - Advertisement -

    અયોધ્યામાં 22 જાન્યુઆરી, 2024ના રોજ યોજાનાર રામ મંદિર પ્રાણપ્રતિષ્ઠા સમારોહ માટે નેપાળથી પ્રભુ શ્રીરામ માટે વિશેષ ઉપહાર અયોધ્યા મોકલવામાં આવશે. નેપાળ આવતા મહિને અયોધ્યામાં રામ મંદિરના અભિષેક માટે વિવિધ પ્રકારના આભૂષણો, વાસણો, કપડાં અને મીઠાઈઓ સહિત વિશેષ સ્મૃતિચિહ્ન મોકલશે. નેપાળના આ વિશેષ ઉપહાર યાત્રા દ્વારા અયોધ્યા પહોંચશે.

    રવિવારે (24 ડિસેમ્બર) નેપાળના માય રિપબ્લિકા અખબારના અહેવાલ મુજબ, નેપાળનો આ તમામ ઉપહાર જનકપુર-અયોધ્યાધામની વિશેષ યાત્રા દ્વારા અયોધ્યા પહોંચાડવામાં આવશે. આ યાત્રા નેપાળના જનકપુરધામથી 18 જાન્યુઆરી 2024ના રોજ શરૂ થશે અને જલેશ્વર નાથ, મલંગવા, સિમરૌનગઢ, ગઢીમાઈ, બીરગંજ, બેતિયા, કુશીનગર, સિદ્ધાર્થનગર, ગોરખપુર થઈને 20 જાન્યુઆરી 2024ના રોજ અયોધ્યા પહોંચશે. નેપાળના જાનકી મંદિરના સંયુક્ત મહંત રામરોશન દાસ વૈષ્ણવના જણાવ્યા અનુસાર , નેપાળથી મોકલવામાં આવેલ વિશેષ સ્મૃતિચિહ્ન રામજન્મ ભૂમિ રામમંદિર ટ્રસ્ટને સોંપવામાં આવશે.

    નોંધનીય છે કે, ભગવાન રામની મૂર્તિ બનાવવા માટે અયોધ્યા આવેલી શીલા પણ નેપાળથી મોકલવામાં આવી હતી. નેપાળમાં કાલીગંડકી નદીના કિનારેથી એકત્ર કરાયેલા શાલિગ્રામ પથ્થરોને પસંદ કરીને ભગવાન રામની મૂર્તિ બનાવવા માટે ભારત મોકલવામાં આવ્યા હતા. આ જ શીલામાંથી બનેલી રામલલાની મૂર્તિ ઉદ્ઘાટનના દિવસે મંદિરમાં સ્થાપિત કરવામાં આવશે. નેપાળ, અયોધ્યાના ભવ્ય રામ મંદિરને તેમના માટે વિકાસ અને પર્યટન ક્ષેત્રમાં નવી સંભાવનાઓના દ્વાર તરીકે જોઈ રહ્યું છે. નેપાળ સરકાર આશા રાખી રહી છે કે, વિશ્વભરમાંથી જે શ્રદ્ધાળુઓ ભગવાનના દર્શન કરવા રામ જન્મભૂમિ જશે, તેઓ માતા સીતાના જન્મસ્થળની પણ મુલાકાત લેશે.

    - Advertisement -

    ‘જનકપુર, ભારત અને નેપાળના સંબધોને મજબૂત કરવાનું મુખ્ય ઘટક’

    નોંધનીય છે કે, ભારતમાં નેપાળના રાજદૂત શંકર પ્રસાદ શર્માએ 22 ડિસેમ્બર, 2023ના રોજ કહ્યું હતું કે બંને દેશ જનકપુર અને અયોધ્યા વચ્ચે ‘સિસ્ટર સિટી રિલેશનશિપ’ સ્થાપિત કરવા માટે કામ કરી રહ્યા છે. તેમણે જનકપુરને રામાયણ સર્કિટનો આવશ્યક ભાગ ગણાવ્યો છે. રામાયણ સર્કિટની કલ્પના વર્ષ 2014માં ભારત સરકાર દ્વારા કરવામાં આવી હતી. તે ભગવાન રામના જીવનને દર્શાવે છે અને તેમાં નેપાળના જનકપુરની સાથે-સાથે રામાયણ સંબંધિત મુખ્ય તીર્થસ્થાનોનો પણ સમાવેશ થાય છે.

    ગયા અઠવાડિયે ઈન્ક્રેડિબલ ચેમ્બર ઓફ ઇન્ડિયાએ નેપાળ એમ્બેસીના સંકલનમાં રામાયણ સર્કિટ પર એક સેમિનારનું આયોજન કર્યું હતું. આ પ્રસંગે નેપાળી રાજદૂત શંકર પ્રસાદ શર્માએ કહ્યું હતું કે બંને દેશો સદીઓથી એકબીજા માટે આધ્યાત્મિક અને સાંસ્કૃતિક ગંતવ્ય સ્થળો રહ્યા છે.

    તેમણે કહ્યું, “ભારત અને નેપાળ રામાયણ સર્કિટ પર સાથે મળીને કામ કરી રહ્યા છે, જનકપુર તેનો એક મહત્વપૂર્ણ ભાગ છે, જે બંને દેશોમાં પર્યટન વિકાસમાં મદદ કરશે.” તેમણે વધુમાં કહ્યું, “માતા સીતાની જન્મભૂમિ જાનકી મંદિર નેપાળની સાંસ્કૃતિક વિરાસતનું પ્રતિક છે. તે ભારત અને નેપાળ વચ્ચેના સંબંધોને મજબૂત કરવાના મુખ્ય ઘટકોમાંનું એક બની ગયું છે.”

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં