Saturday, May 4, 2024
More
    હોમપેજવગેરે...ધર્મ/સંસ્કૃતિરશિયન સ્ત્રીએ ભારત આવી કૃષ્ણ ભક્તિમાં શોધી મુક્તિ: મુસ્લિમ પતિ ઇસ્લામ સ્વીકારવા...

    રશિયન સ્ત્રીએ ભારત આવી કૃષ્ણ ભક્તિમાં શોધી મુક્તિ: મુસ્લિમ પતિ ઇસ્લામ સ્વીકારવા દબાણ કરતો હતો; હવે હિન્દુ યુવક સાથે કરશે લગ્ન

    "હું વાસ્તવિક સુખની શોધમાં હતી. મને લાગતું હતું કે જ્યારે મને બાળક થશે ત્યારે હું ખુશ થઈશ, પરંતુ એવું ન થયું. બીજી બાજુ, મારા પતિ એક ધર્મનિષ્ઠ મુસ્લિમ હતા. તે મારા પર ઇસ્લામ સ્વીકારવા દબાણ કરતા હતા. હું ખૂબ જ ડિપ્રેશનમાં ચાલી ગઈ હતી. હું ભગવાન કૃષ્ણનો આભાર માનું છું કે તેમણે મને બચાવી."

    - Advertisement -

    હાલ રશિયાની એક કૃષ્ણ ભક્ત મહિલા સોશિયલ મીડિયા પર ચર્ચામાં છે. તેનું નામ સ્વેત્લાના ઓચિલોવા છે. સ્વેત્લાનાનો પહેલો પતિ મુસ્લિમ હતો. તે મુસ્લિમ પતિ તેના પર ઇસ્લામ કબૂલ કરવા દબાણ કરતો હતો. સ્વેત્લાનાએ સૌ પહેલા તો કૃષ્ણની ભક્તિ દ્વારા આ સંબંધમાંથી બહાર નીકળવાનો માર્ગ શોધી કાઢ્યો. હવે તે એક હિન્દુ યુવક સાથે લગ્ન કરવા જઈ રહી છે.

    વ્યવસાયે ગ્રાફિક ડિઝાઇનર સ્વેત્લાનાના ઇન્સ્ટાગ્રામ પર એક લાખથી વધુ ફોલોઅર્સ છે. તે કૃષ્ણની ભક્તિથી તેના જીવનમાં આવેલા ફેરફારો વિશે વીડિયો અને પોસ્ટ દ્વારા લોકોને જણાવતી રહે છે. તેની ઇન્સ્ટાગ્રામ પોસ્ટ્સ વાંચીને ખબર પડે છે કે તેનો મુસ્લિમ પતિ તેને મારતો હતો. ઇસ્લામ કબૂલ કરવા દબાણ કરતો હતો. આ સંબંધથી તેને એક પુત્ર પણ છે.

    સ્વેત્લાના હવે ભારતના માયાપુરમાં રહે છે. 14 જાન્યુઆરી 2022ના રોજ ઈન્સ્ટાગ્રામ પર શેર કરાયેલા એક વીડિયોમાં તેણે કહ્યું, “હું સાચી ખુશીની શોધમાં હતી. મને લાગતું હતું કે જ્યારે મને બાળક થશે ત્યારે હું ખુશ થઈશ, પરંતુ એવું બન્યું નહીં. બીજી તરફ મારા પતિ ધર્મનિષ્ઠ મુસ્લિમ હતો. તે મારા પર ઇસ્લામ કબૂલ કરવા દબાણ કરતો હતો. હું ખૂબ જ ડિપ્રેશનમાં ચાલી ગઈ હતી. હું એટલી ભાંગી ગઈ હતી કે હું નવમા માળે આવેલા મારા ઘરમાંથી કૂદી જવા માંગતી હતી. પરંતુ હું ભગવાન કૃષ્ણનો આભાર માનું છું કે તેમણે મને બચાવી. મારા આ લગ્ન એક ભૂલ હતી. જે લોકો આવી પરિસ્થિતિમાંથી પસાર થઈ રહ્યા છે, હું તેમનું દર્દ સમજી શકું છું. તે સમયે મને લાગ્યું કે હું નરકમાં જીવી રહી છું.”

    - Advertisement -

    મુસ્લિમ પતિના ત્રાસથી સ્વેત્લાનાને કૃષ્ણની ભક્તિ તરફ વળ્યા હતા. વર્ષ 2016માં તે લગભગ એક વર્ષ સુધી તેના પતિથી અલગ રહી હતી. ભારત આવ્યા આ દરમિયાન તેમને થયેલા અનુભવોના આધારે, તેમણે પોતાને કૃષ્ણની ભક્તિના માર્ગ પર લઈ જવાનું નક્કી કર્યું. તે કહે છે, “મારા પતિનો ડર મારા પરથી સંપૂર્ણપણે ગાયબ થઈ ગયો. હું ખુશ રહેવા લાગી. વર્ષ 2017માં મારા પતિએ મને કૃષ્ણા અને તેની વચ્ચે પસંદગી કરવાનું કહ્યું. મેં કૃષ્ણને પસંદ કર્યા. એ પછી અમારા બંનેના છૂટાછેડા થઈ ગયા.”

    છૂટાછેડા પછી સ્વેત્લાના ભારત આવી ગઈ. તે તેના પુત્ર સાથે માયાપુરમાં રહેવા લાગી. અહીં જ તેની મુલાકાત રોશન ઝા સાથે થઈ હતી. તે પણ કૃષ્ણના ભક્ત છે. એકબીજાને જાણ્યા પછી બંનેએ સગાઈ કરી લીધી હતી. એક પોસ્ટમાં સગાઈનું વર્ણન કરતાં સ્વેત્લાનાએ લખ્યું, “તે ખરેખર અમારું ધ્યાન રાખે છે. રોશન ઝાએ મને મારા ભૂતકાળ, વર્તમાન અને ભવિષ્ય સાથે સ્વીકારી છે. તે મને પ્રેમ કરે છે તેણે મારા પુત્રને પોતાના તરીકે દત્તક લીધો છે.”

    ઇન્સ્ટાગ્રામ પર શેર કરેલી અન્ય એક પોસ્ટમાં સ્વેત્લાનાએ જણાવ્યું છે કે કેવી રીતે તે પહેલા ભૌતિકવાદ તરફ દોડતી હતી. પરંતુ ભારત આવ્યા પછી અને કૃષ્ણની ભક્તિ પછી તેમને કેવી રીતે શાંતિ મળી છે.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં