Saturday, October 12, 2024
More
    હોમપેજદેશ‘ભગવાન રામના આશીર્વાદથી થઈ રહ્યો છે પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ, સંપૂર્ણ હિંદુ રીત-રિવાજને અનુરૂપ’:...

    ‘ભગવાન રામના આશીર્વાદથી થઈ રહ્યો છે પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ, સંપૂર્ણ હિંદુ રીત-રિવાજને અનુરૂપ’: કાંચી અને શૃંગેરી મઠના શંકરાચાર્યોએ કહ્યું- સમગ્ર દેશનું પ્રતિનિધિત્વ કરશે PM મોદી

    કાંચી અને શ્રુંગેરી મઠના શંકરાચાર્યોએ રામ મંદિર પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવના વિરોધના દાવા ફગાવી દીધા છે. સાથે તેમણે કહ્યું છે કે, 22 જાન્યુઆરીએ ભગવાન રામના આશીર્વાદથી જ પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ થઇ રહ્યો છે. એ ઉપરાંત તેમણે પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવને હિંદુ રીતિ-રિવાજ અનુરૂપ ગણાવ્યો.

    - Advertisement -

    22 જાન્યુઆરી, 2024ના રોજ અયોધ્યાના ભવ્ય રામ મંદિરમાં પ્રભુ શ્રીરામની મૂર્તિઓની પ્રાણપ્રતિષ્ઠા થવા જઈ રહી છે. ભવ્યથી અતિભવ્ય કાર્યક્રમની દેશભરમાં ઉત્સુકતાથી રાહ જોવાઈ રહી છે. કાર્યક્રમ પહેલાં શંકરાચાર્યોનાં અમુક નિવેદનો ચર્ચામાં છે તેવા સમયે કાંચી અને શ્રુંગેરી મઠના શંકરાચાર્યોએ પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવને સમર્થન આપતાં કહ્યું કે, આ કાર્યક્રમ સંપૂર્ણ રીતે હિંદુ રીતરિવાજોને અનુરૂપ થઈ રહ્યો છે અને ગર્ભગૃહ પૂર્ણ થઈ ગયું હોવાથી પ્રાણપ્રતિષ્ઠા પણ કરી જ શકાય તેમ છે.

    કાંચી અને શ્રુંગેરી મઠના શંકરાચાર્યોએ રામ મંદિર પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવના વિરોધના દાવા ફગાવી દીધા છે. સાથે તેમણે કહ્યું છે કે, 22 જાન્યુઆરીએ ભગવાન રામના આશીર્વાદથી જ પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ થઇ રહ્યો છે. એ ઉપરાંત તેમણે પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવને હિંદુ રીતિ-રિવાજ અનુરૂપ ગણાવ્યો છે. નોંધનીય છે કે, આ પહેલાં દ્વારકા અને શૃંગેરી મઠના શંકરાચાર્યો અધિકારિક નિવેદન જાહેર કરીને પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવને આશીર્વાદ આપી ચૂક્યા છે.

    કાંચી કામકોટિ મઠના શંકરાચાર્ય વિજયેન્દ્ર સરસ્વતી સ્વામીગલે પ્રાણપ્રતિષ્ઠા સમારોહના વિરોધમાં હોવાના દાવાઓને ફગાવી દીધા છે. અહેવાલો મુજબ તેમણે કહ્યું છે કે, “ભગવાન રામના આશીર્વાદથી રામ મંદિર પ્રાણપ્રતિષ્ઠા 22 જાન્યુઆરીએ થશે. સમારોહ દરમિયાન યજ્ઞશાળાની પણ પૂજા કરવામાં આવશે. 100થી અધિક વિદ્વાન યજ્ઞશાળાની પૂજા અને હવન કરશે. ભારતમાં તીર્થસ્થળોના વિકાસમાં વડાપ્રધાન મોદીનો ખાસ વિશ્વાસ છે. તેમણે કેદારનાથ અને કાશી વિશ્વનાથ મંદિરોના પરિસરોનો પણ વિસ્તાર કર્યો છે.”

    - Advertisement -

    શ્રુંગેરી મઠના શંકરાચાર્ય સ્વામી ભારતી તીર્થ મહારાજ પણ સમારોહના સમર્થનમાં છે. તેમણે કહ્યું કે, સમારોહ સંપૂર્ણ હિંદુ રીતિ-રિવાજો મુજબ છે અને દેશની જનતાના પ્રતિનિધિ હોવાના નાતે વડાપ્રધાન મોદીને પૂજારીઓ દ્વારા બતાવવામાં આવેલા અનુષ્ઠાન કરવાનો અધિકાર છે. શ્રુંગેરી શારદા પીઠના ધર્માધિકારી દેવજનના એન સોમયાજીએ કહ્યું કે, એકવાર ગર્ભગૃહ પૂર્ણ થઇ જાય, પછી સમારોહને લઈને કોઈ વિવાદ થવો ના જોઈએ. તેમણે કહ્યું, “નિર્માણ એક લાંબી પ્રક્રિયા છે. ઘણીવાર તે બેથી ત્રણ પેઢી સુધી ચાલે છે. જોકે, એકવાર ગર્ભગૃહ પૂર્ણ થઇ જાય પછી તેના પર કોઈ જ વિવાદ કરવો ના જોઈએ. તે અયોધ્યામાં પૂર્ણ થઇ ચુક્યો છે. તેમણે કહ્યું કે, “હિંદુ પરંપરા અનુસાર શુદ્ધિકરણની લાંબી પ્રક્રિયા બાદ વડાપ્રધાન મોદી ભગવાન રામની મૂર્તિને ખુલ્લા પગે ગર્ભગૃહમાં લઇ જશે. આપણે એ ના ભૂલવું જોઈએ કે, તેઓ સમગ્ર દેશના પ્રતિનિધિ છે.”

    શું હતો વિવાદ?

    તાજેતરમાં જ શંકરાચાર્ય અવિમુક્તેશ્વર સરસ્વતીએ એક વિડીયો સંદેશ દ્વારા કહ્યું હતું કે, “ચાર શંકરાચાર્યોમાંથી કોઇપણ અયોધ્યા નહીં આવે. કારણ કે મંદિરના નિર્માણ પહેલાં અભિષેક કરવામાં આવી રહ્યો છે.” તેમણે વધુમાં કહ્યું કે, “શંકરાચાર્યોએ એ ખાતરી કરવી જોઈએ કે ધાર્મિક ગ્રંથોનું સંપૂર્ણ પાલન કરવામાં આવે.” આ પહેલાં નિશ્ચલાનંદ સરસ્વતીએ સમારોહથી દૂર રહેવાની વાત કરી હતી.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં