Sunday, May 19, 2024
More
  હોમપેજવગેરે...ધર્મ/સંસ્કૃતિરામ મંદિર પ્રાણપ્રતિષ્ઠા અનુષ્ઠાનના પાંચમા દિવસે થશે વિશેષ પૂજા: વૈદિક મત્રોચ્ચાર સાથે...

  રામ મંદિર પ્રાણપ્રતિષ્ઠા અનુષ્ઠાનના પાંચમા દિવસે થશે વિશેષ પૂજા: વૈદિક મત્રોચ્ચાર સાથે થશે ‘વાસ્તુ શાંતિ’, સરયૂના જળથી સ્વચ્છ કરાશે ગર્ભગૃહ

  વૈદિક શાસ્ત્રો અનુસાર, આકાશ, જળ, વાયુ, પૃથ્વી અને અગ્નિ દ્વારા શાંતિ પ્રાપ્ત કરવા માટે 'વાસ્તુ શાંતિ' યજ્ઞ કરવામાં આવે છે. પાંચમા દિવસના અનુષ્ઠાનનો ક્રમ ભગવાન ગણેશ અને માતા અંબિકાના પૂજબ બાદ આગળ વધશે.

  - Advertisement -

  અયોધ્યા રામ મંદિર પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ હવે અંતિમ તબક્કામાં પહોંચ્યો છે. 7 દિવસ ચાલનારા વૈદિક અનુષ્ઠાન અને વિધિનો શનિવારે (20 જાન્યુઆરી) પાંચમો દિવસ છે. રામલલાની મૂર્તિના દર્શન કર્યા બાદ અનુષ્ઠાનના પાંચમા દિવસે વિશેષ પૂજા કરવામાં આવશે. શુક્રવારે (19 જાન્યુઆરી) યજ્ઞ શરૂ કર્યા પહેલાં લાકડાના બે ટુકડાને કાપડમાં ઘસીને ‘અરણિમંથન’ વિધિ પૂર્ણ કરવામાં આવી છે. આ તે જ વિધિ છે જેના દ્વારા પવિત્ર અગ્નિનું આહ્વાન કરવામાં આવે છે. અરણિમંથન દ્વારા પ્રજ્વલિત થયેલા અગ્નિ છેક પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવના અંત સુધી અખંડ રહેશે. વૈદિક શાસ્ત્રો અનુસાર, કોઈપણ ધાર્મિક કાર્યના સાક્ષીરૂપે અગ્નિનું આહ્વાન કરવામાં આવે છે.

  અયોધ્યા રામ મંદિર પ્રાણપ્રતિષ્ઠા અનુષ્ઠાનના પાંચમા દિવસે એટલે કે શનિવારે (20 જાન્યુઆરી) વિશેષ પૂજા શરૂ કરવામાં આવશે. પાંચમા દિવસે રામ મંદિરના ગર્ભગૃહને સરયૂજીના પવિત્ર જળથી સ્વચ્છ કરવામાં આવશે. જે બાદ ‘વાસ્તુ શાંતિ’ અને ‘અન્નાધિવાસ’ના અનુષ્ઠાન કરવામાં આવશે. વૈદિક શાસ્ત્રો અનુસાર, આકાશ, જળ, વાયુ, પૃથ્વી અને અગ્નિ દ્વારા શાંતિ પ્રાપ્ત કરવા માટે ‘વાસ્તુ શાંતિ’ યજ્ઞ કરવામાં આવે છે. પાંચમા દિવસના અનુષ્ઠાનનો ક્રમ ભગવાન ગણેશ અને માતા અંબિકાના પૂજબ બાદ આગળ વધશે.

  જે બાદ યજ્ઞ-વેદ પારાયણ વેગેરે વિધિઓ કરવામાં આવશે. ત્યારબાદ શર્કરાવિધિ, ફલાધિવાસ થશે. જે બાદ 81 કળશોના ઔષધીય જળથી સર્પણ સંસ્કાર કરવામાં આવશે. દિવ્ય વિગ્રહને જળ અર્પણ કરવાની વિધિને સર્પણ સંસ્કાર કહેવામાં આવે છે. જે બાદ પિંડિકાધિવાસ, પુષ્પાધિવાસ અને સાયંકાલ આરતી સાથે પાંચમા દિવસનું અનુષ્ઠાન પૂર્ણ થશે.

  - Advertisement -

  વૈદિક મંત્રોચ્ચાર સાથે પૂર્ણ થશે ત્રણ મુખ્ય અધિવાસ

  વૈદિક શાસ્ત્રો અનુસાર, વિગ્રહ અભિષેક પહેલા મંત્રોચ્ચાર સાથે વિવિધ વિધિઓ કરવામાં આવે છે અને તમામ પ્રકારના પવિત્ર તત્વોને ભગવાનની મૂર્તિમાં નિવાસ કરાવવામાં આવે છે. આ દિવસે ત્રણ મુખ્ય અધિવાસનું આયોજન કરવામાં આવશે – શર્કરાધિવાસ, ફલાધિવાસ અને પુષ્પાધિવાસ.

  શર્કરાધિવાસ અનુષ્ઠાનમાં મધુર સાકરનો અધિવાસ કરવામાં આવશે, ફળાધિવાસમાં ફળોથી વિધિ પૂર્ણ થશે અને પુષ્પાધિવાસ અનુષ્ઠાનમાં સુગંધિત પુષ્પોથી વિધિ કરવામાં આવશે. નોંધનીય છે કે, જ્યારે પણ વિગ્રહમાં દેવતાઓનું આહ્વાન કરવામાં આવે છે, ત્યારે તેમના આગમન માટે તમામ પ્રકારની વિધિ કરવામાં આવે છે અને આ બધી વિધિઓ દ્વારા મૂર્તિને દેવતાઓના નિવાસ માટે યોગ્ય બનાવવામાં આવે છે.

  - Advertisement -

  સંબંધિત લેખો

  - Advertisement -

  તાજા સમાચાર

  ચૂકશો નહીં