Saturday, July 27, 2024
More
    હોમપેજદેશ18 જાન્યુઆરીએ ગર્ભગૃહમાં પ્રવેશ કરશે પ્રભુ શ્રીરામ, બાળસ્વરૂપમાં હશે પ્રતિમા: પ્રાણપ્રતિષ્ઠા માટે...

    18 જાન્યુઆરીએ ગર્ભગૃહમાં પ્રવેશ કરશે પ્રભુ શ્રીરામ, બાળસ્વરૂપમાં હશે પ્રતિમા: પ્રાણપ્રતિષ્ઠા માટે તૈયારીઓ અંતિમ તબક્કામાં, 23મીથી કરી શકાશે દર્શન

    પ્રાણપ્રતિષ્ઠા વિશે માહિતી આપતા ચંપત રાયે જણાવ્યું હતું કે, "22 જાન્યુઆરી 2024ના રોજ 12 વાગીને 20 મિનિટે પ્રાણપ્રતિષ્ઠા વિધિ શરૂ કરી દેવામાં આવશે અને બપોરના 1 વાગ્યા સુધીમાં સંપન થઇ જશે.

    - Advertisement -

    અયોધ્યામાં પ્રભુ શ્રીરામની પ્રાણપ્રતિષ્ઠાને હવે આંગળીના વેઢે ગણી શકાય એટલા જ દિવસો બાકી રહ્યા છે. સદીઓની પ્રતીક્ષાઓ હવે અંત તરફ જઈ રહી છે. તેવામાં મંદિર નિર્માણનું કામ જોતા ટ્રસ્ટ શ્રીરામ જન્મભૂમિ તીર્થક્ષેત્ર ટ્રસ્ટના મહાસચિવ ચંપત રાયે રામભક્તોને મંદિરને લઈને મહત્વપૂર્ણ માહિતી આપી હોય છે. ચંપત રાય અવારનવાર સોશિયલ મીડિયાના માધ્યમથી રામ મંદિર વિશે માહિતી આપતા રહેતા હોય છે. પરંતુ આ વખતે તેમણે પત્રકાર પરિષદ યોજીને જાહેર કર્યું હતું કે 18 જાન્યુઆરીના રોજ ગર્ભગૃહમાં રામલલાનો પ્રવેશ થશે.

    અયોધ્યા રામમંદિર પ્રાણપ્રતિષ્ઠાને લઈને યોજાનારા કાર્યક્રમ વિશે માહિતી આપતા ચંપત રાયે જણાવ્યું હતું કે, “18 જાન્યુઆરીના રોજ ભવ્ય મંદિરના ગર્ભગૃહમાં રામલલાનો પ્રવેશ કરાવી દેવામાં આવશે. રામલલાની મૂર્તિ 5 વર્ષની અને બાળસ્વરૂપે છે. આ મૂર્તિ ઉભેલી અવસ્થામાં હશે અને તેનું વજન 120થી 200 કિલો સુધીનું હશે. પ્રતિમાના પ્રવેશ બાદ તેમને ભિન્ન-ભિન્ન અધિવાસ કરાવવામાં આવશે, જેમાં તેમને જલવાસ, અન્નવાસ, શૈયાવાસ તેમજ ઔષધિવાસ કરાવવામાં આવશે.”

    વિભિન્ન પંથો અને પરંપરાના સંતો આવશે

    પ્રાણપ્રતિષ્ઠા વિશે માહિતી આપતા ચંપત રાયે જણાવ્યું હતું કે, “22 જાન્યુઆરી 2024ના રોજ 12 વાગીને 20 મિનિટે પ્રાણપ્રતિષ્ઠા વિધિ શરૂ કરી દેવામાં આવશે અને બપોરના 1 વાગ્યા સુધીમાં સંપન્ન થઇ જશે. ત્યારબાદ વડાપ્રધાન મોદી, ડૉ. મોહન ભાગવત સહિતના મહત્વના લોકો પોતાના મનોભાવ પ્રકટ કરશે. આ મહાઅવસરમાં 150 પરંપરાઓના સંતો-મહંતો ઉપસ્થિત રહેશે. શૈવ, વૈષ્ણવ, શીખ, જૈન, કબીરપંથી, ઇસ્કોન, રામ કૃષ્ણ મિશન, ગાયત્રી પરિવાર, રાધાસ્વામી સત્સંગ બ્યાસ, સ્વામિનારાયણ, તેમજ લિંગાયતના ધર્મ-અગ્રણીઓ હાજર રહેશે.”

    - Advertisement -

    20 અને 21 જાન્યુઆરીએ બંધ રહેશે અયોધ્યાના દર્શન

    ચંપત રાયે જણાવ્યું હતું કે, “આ મહા આયોજનમાં 8000થી વધુ ખુરશીઓની વ્યવસ્થા કરવામાં અવી છે. ભારતની લગભગ તમામ મુખ્ય સરિતાઓના જળ અયોધ્યામાં લાવવામાં આવ્યા છે. દેશભરથી રામલલા માટે ભેટ-સોગાદો આવી રહી છે. ભગવાન રામના સાસરે નેપાળથી પણ લોકો આવશે અને તેમના મોસાળ છત્તીસગઢથી પણ ભેટ સોગાદો આવી રહી છે. વિચાર કરવામાં આવી રહ્યો છે કે પ્રાણપ્રતિષ્ઠાની તૈયારીઓને લઈને 20 અને 21 જાન્યુઆરીએ અયોધ્યામાં દર્શન સ્થગિત કરવામાં આવે. લોકોને અગવડ ન પડે તે માટેની તૈયારીઓ કરવામાં સમય લાગશે.”

    આ સાથે જ ચંપત રાયે જણાવ્યું હતું કે પ્રાણપ્રતિષ્ઠા વખતે ભવ્ય મંદિરના ગર્ભગૃહમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી, રાજ્યના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ, રાજ્યપાલ આનંદીબેન પટેલ, RSSના સરસંઘચાલક મોહન ભાગવત તેમજ રામ જન્મભૂમિ તીર્થક્ષેત્ર ટ્રસ્ટના અધ્યક્ષ નૃત્યગોપાલ દાસ હાજર રહેશે. સમગ્ર વિધિ-વિધાન અને કર્મકાંડ વારાણસીના મહંત લક્ષ્મીકાંત દીક્ષિત કરશે.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં