Friday, May 3, 2024
More
    હોમપેજદેશમધ્યપ્રદેશમાં 35 પરિવારના 190 મુસ્લિમોએ સંતોના સાનિધ્યમાં કરી ઘરવાપસી: મા નર્મદામાં સ્નાન,...

    મધ્યપ્રદેશમાં 35 પરિવારના 190 મુસ્લિમોએ સંતોના સાનિધ્યમાં કરી ઘરવાપસી: મા નર્મદામાં સ્નાન, મુંડન સહિત હવનથી થયું શુદ્ધિકરણ, યજ્ઞોપવિત વિધિ પણ કરાઈ

    તમામ લોકોને પવિત્ર મા નર્મદા નદીમાં સ્નાન કરાવવામાં આવ્યું હતું. બાદમાં પુરુષો અને બાળકોની મુંડન વિધિ કરવામાં આવી હતી અને ફરી પવિત્ર સ્નાન કરાવીને તમામ લોકો હવનમાં જોડાયા હતા. ત્યાર બાદ યજ્ઞોપવિત વિધિ કરીને પરંપરા અનુસાર હિંદુ ધર્મ અંગીકાર કરાવવામાં આવ્યો હતો.

    - Advertisement -

    મધ્યપ્રદેશના દેવાસ જિલ્લામાં આવેલા છેવાડાના ગામ નેમાવરમાં 35 મુસ્લિમ પરિવારના 190 સભ્યોએ માતા નર્મદાનાં કાંઠે સંતોના સાનિધ્યમાં ઘરવાપસી કરી છે. ઘરવાપસી કરનારા લોકોના પૂર્વજોએ ઇસ્લામ કબુલી લીધો હતો, ત્યારે ફરી એક વાર આ પરિવારોએ સનાતન અપનાવી લીધો છે. તેમનું કહેવું છે કે તેમના કુળદેવી માતા ચામુંડા છે અને તેઓ હિંદુ ધર્મ પરત અપનાવીને ખુબ ખુશ છે. આ ઘરવાપસી સમારોહમાં સંત સમાજની ખાસ ઉપસ્થિતિ રહી હતી અને તમામ લોકોને હિંદુ રીતી રીવાજ મુજબ સનાતન અંગીકાર કરાવવામાં આવ્યો હતો.

    ઘરવાપસી કરનાર લોકો (ફોટો નઈદુનિયા)

    મળતી માહિતી અનુસાર મધ્યપ્રદેશના 35 મુસ્લિમ પરિવારના ઘરવાપસી કાર્યક્રમમાં કુલ 190 લોકોને હિંદુ ધર્મ અંગીકાર કરાવવામાં આવ્યો હતો. જેમાં 50 પુરુષો, 55 મહિલાઓ અને બાકીના તેમના બાળકોએ હિંદુ ધર્મ અપનાવ્યો હતો. આ તમામ લોકોને પવિત્ર મા નર્મદા નદીમાં સ્નાન કરાવવામાં આવ્યું હતું. બાદમાં પુરુષો અને બાળકોની મુંડન વિધિ કરવામાં આવી હતી અને ફરી પવિત્ર સ્નાન કરાવીને તમામ લોકો હવનમાં જોડાયા હતા. ત્યાર બાદ યજ્ઞોવિત વિધિ કરીને પરંપરા અનુસાર હિંદુ ધર્મ અંગીકાર કરાવવામાં આવ્યો હતો.

    પવિત્ર નર્મદા નદીમાં વિધિવત સ્નાન (ફોટો નઈદુનિયા)

    ‘પૂર્વજો ભલે મુસ્લિમ બન્યા, પણ અમારા લોહીમાં છે સનાતન સંસ્કાર’

    હિંદુ ધર્મમાં પરત આવ્યાનો રાજીપો જાહેર કરતાં રામસિંહે (પહેલા મોહમ્મદ શાહ) મીડિયા સાથે વાત કરતા જણાવ્યું હતું કે, “અમારા પૂર્વજો ભલે મુસ્લિમ બની ગયા હોય, પરંતુ અમારા લોહીમાં સનાતન સંસ્કાર હજુ પણ વહે છે. આજે પોતાના અસલ ધર્મમાં પરત ફરીને અમને ખુબ રાજીપો અનુભવાઈ રહ્યો છે.” આ દરમિયાન હાજર સંત આનંદ ગીરી મહારાજે પણ જણાવ્યું હતું કે, “આ તમામ લોકો મૂળ રતલામ જિલ્લાના આમ્બા ગામના રહેવાસી છે, તેમના પૂર્વજો પણ એ જ ગામના હતા. લગભગ ચાર પેઢી પહેલા તેમના પૂર્વજો ધર્માંતરણનો ભોગ બન્યા હતા. આ તમામ લોકો છેલ્લા 4 વર્ષથી અમારા સંપર્કમાં હતા અને હિંદુ ધર્મમાં પરત આવવા માંગતા હતા. બસ તે સમયથી જ આ તમામ પ્રક્રિયાઓ ચાલી રહી હતી. અને આજે વિધિવત રીતે તેમની ઘરવાપસી કરાવવામાં આવી છે.”

    - Advertisement -

    નોંધનીય છે કે આ તમામ લોકોની ઘરવાપસી બાદ તેમની નામકરણ વિધિ પણ કરવામાં આવી હતી. મૂળ રૂપે વિચરતી જાતિમાંથી આવતા આ તમામ પરિવારો પોતાની નવી હિંદુ ઓળખથી ખુબ ખુશ છે.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં