Thursday, May 16, 2024
More
    હોમપેજવગેરે...ધર્મ/સંસ્કૃતિઅયોધ્યાના રામ મંદિરમાં વિરાજમાન થશે એક સાથે 2 રામલલા: ભવ્ય નવી મૂર્તિ...

    અયોધ્યાના રામ મંદિરમાં વિરાજમાન થશે એક સાથે 2 રામલલા: ભવ્ય નવી મૂર્તિ સાથે 1949માં પ્રકટ થયેલા ભગવાન પણ હશે; જાણો કોણ હશે ‘વિશ્વકર્મા’, ક્યારે થશે પ્રાણ-પ્રતિષ્ઠા

    બે મૂર્તિઓનું કારણ શું છે? શું બંને ગર્ભગૃહમાં રહેશે? આ પ્રશ્નના જવાબમાં કામેશ્વર ચૌપાલ કહે છે કે મોટાભાગના મંદિરોમાં બે મૂર્તિઓ હોય છે. તેમણે સમજાવ્યું કે તેમાંથી એક...

    - Advertisement -

    અયોધ્યામાં ભવ્ય રામ મંદિરનું કામ ઝડપથી આગળ વધી રહ્યું છે અને સમયની સાથે ભક્તોમાં પણ ઉત્સુકતા વધી રહી છે. ‘શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટ’ નિર્માણ કાર્ય સાથે અન્ય વ્યવસ્થાઓમાં લાગેલું છે. ટ્રસ્ટમાં ખુબ જ વિદ્વાન અને અનુભવી લોકો છે, જેમનો સીધો સંબંધ અયોધ્યા અને ભગવાન શ્રીરામના મંદિર સાથે છે. તેમાંથી મોટા ભાગના લોકો ઘણા લાંબા સમયથી આંદોલનમાં સક્રિય રહ્યા છે. આવી સ્થિતિમાં, તેઓ તેવો પ્રયાસ પણ કરી રહ્યા છે કે આ કાર્યમાં કોઈ શિથિલતા ન હોવી જોઈએ. તેવામાં ખબરો સામે આવી રહી છે કે અયોધ્યાના રામ મંદિરમાં એક સાથે 2 રામલલા વિરાજમાન થશે.

    તાજેતરમાં અયોધ્યાના રામ મંદિરમાં રામલલા ભગવાનની પ્રતિમાને લઈને કેટલાક સમાચાર સામે આવ્યા છે, જે બાદ લોકોના મનમાં વિવિધ સવાલો ઉઠી રહ્યા છે. હાલ તો તે જ રામલલાની પૂજા થઈ રહી છે, જે લાંબા સમય સુધી તંબુમાં હતા, આ પ્રતિમા 1949થી સ્થાપિત છે. આ પ્રતિમા ત્યાં કેવી રીતે આવી તેની પણ એક અલગ કથા છે. નવી મૂર્તિની પ્રાણ-પ્રતિષ્ઠા બાદ ભગવાનની જૂની પ્રતિમાનું શું થશે અને નવી પ્રતિમા કોણ બનાવશે તેવો સવાલ પણ ભક્તોના મનમાં ઉઠી રહ્યો છે.

    ડિસેમ્બર 1949માં બાબરીના ઢાંચામાં પ્રકટ થયા હતા રામલલા

    આ તમામ સવાલોના જવાબ આપણે જાણીશું, પરંતુ તે પહેલા આપણે વાત કરીએ કે રામલલાની હાલની પ્રતિમા વિષે, જેમની છેલ્લા 74 વર્ષથી લોકો પૂજા કરી રહ્યા છે. 23 ડિસેમ્બર, 1949ના રોજ જ્યારે લોકોએ બાબરીનો દરવાજો ખોલ્યો તો જોયું કે અંદર રામલલાની મૂર્તિ રાખવામાં આવી છે. તે પહેલા બહારના ચબુતરા પર જ પૂજા-અર્ચના કરવામાં આવતી હતી. આ પછી, હજારો લોકો ત્યાં એકઠા થયા હતા અને ‘ભયે પ્રકટ કૃપાલા, દિન દયાલા, કૌશલ્યા હિતકારી’ સાથે સમગ્ર અયોધ્યા ગુંજી ઉઠ્યું હતું.

    - Advertisement -

    આ ઘટના ‘રામલલાના પ્રકટ્ય’ તરીકે ઓળખાવા લાગી. એ વખતે જવાહરલાલ નેહરુ કેન્દ્રમાં વડા પ્રધાન હતા, જેઓ ખૂબ જ સેક્યુલર હતા. યુપીમાં પણ કેન્દ્રની માફક જ કોંગ્રેસની સરકાર હતી. અયોધ્યામાં પોલીસે અભયરામ દાસ, સકલ દાસ અને સુદર્શન દાસ અને 50-60 અન્યને “રમખાણ કરનારા” કહીને એફઆઈઆર પણ નોંધી હતી. 29 ડિસેમ્બરે પ્રશાસને વિવાદિત સંપત્તિના ભાગરૂપે બાબરી માળખાને તાળાબંધી કરી દીધી હતી. અમે અહીં જે ચબુતરાનો ઉલ્લેખ કર્યો છે તેના પર સેંકડો વર્ષોથી ભગવાન શ્રી રામની પૂજા કરવામાં આવી રહી હતી.

    1951માં રામ ભક્તોની અરજી પર કોર્ટે ચુકાદો આપ્યો હતો કે કેસ પૂરો ન થાય ત્યાં સુધી ત્યાંથી મૂર્તિઓને દૂર ન કરવામાં આવે. ત્યારબાદ મુસ્લિમોએ આરોપ લગાવ્યો હતો કે કોઈએ છાનામાના અંદર પ્રવેશ કર્યો, અને ચૂપચાપ ત્યાં મૂર્તિ મૂકી દીધી હતી. જ્યાં મૂર્તિ પ્રકટ થઈ હતી તે બાબરીના ઢાંચાના મુખ્ય ગુંબજ નીચેનો ઓરડો હતો, જેને મુસ્લિમો મસ્જિદ કહેતા હતા. તે દરમિયાન ગોરખપુર મંદિરના મહંત દિગ્વિજયનાથ પણ સંતો-મહંતોની સાથે કીર્તન માટે અયોધ્યામાં હાજર રહ્યા હતા.

    અયોધ્યાના રામ મંદિરમાં રામલલા ભગવાનની મૂર્તિઓ માટે તૈયારીઓ પુરજોશમાં

    હાલમાં જ આખા દેશે તે દ્રશ્ય જોયું, જ્યારે નેપાળથી 60 મિલિયન વર્ષ જૂની શીલાઓ સડક માર્ગે અયોધ્યા પહોંચી હતી. રસ્તામાં જ્યાં જ્યાં શીલા પસાર થઈ ત્યાં કાફલો રચાતો ગયો. બાળકો હોય, વડીલો હોય કે પછી સ્ત્રીઓ હોય, શિલાના દર્શન અને પૂજા માટે ભીડ એકઠી થતી રહી. જનકપુરના ગંડકી નાડથી 127 ક્વિન્ટલ વજનના બે શાલિગ્રામ પત્થરો લાવવામાં આવ્યા હતા. જનકપુર એ જગ્યા છે જ્યાં માતા સીતાના પિતા જનક શાસન કરતા હતા. અયોધ્યામાં આ શિલાઓનું ખુબ જ ધામધૂમથી સ્વાગત કરવામાં આવ્યું હતું.

    હાલ ભગવાન રામની પ્રતિમાના નિર્માણ માટે ત્રણ નામ સહુથી વધુ ચર્ચાઇ રહ્યા છે- રામ વનજી સુતાર, અરૂણ યોગીરાજ અને વાસુદેવ કામથ. ગુજરાતના કેવડિયાનું મુખ્ય આકર્ષણ એવા સરદાર વલ્લભભાઈ પટેલની ‘સ્ટેચ્યુ ઓફ યુનિટી’ની પ્રતિમા રામ વનજી સુતારે બનાવી છે. 1950ના દાયકામાં અજંતા-ઇલોરાની ગુફાઓમાં મૂર્તિઓના સમારકામમાં 99 વર્ષીય રામ વણજી સુતારે મોટી ભૂમિકા ભજવી હતી.

    પદ્મભૂષણથી સમ્માનિત રામ વનજી સુતારને ‘આજના વિશ્વકર્મા’ તરીકે પણ ઓળખવામાં આવે છે. ત્યારબાદ અરુણ યોગીરાજનું નામ આવે છે. જગદગુરુ શંકરાચાર્યની પ્રતિમા કેદારનાથ ધામમાં સ્થાપિત કરવામાં આવી છે, જેનું નિર્માણ તેમણે કર્યું છે. તેમના પૂર્વજો પણ પથ્થરના શિલ્પો કોતરવામાં કુશળ હતા અને તેમને આ કળા વારસામાં મળી છે. આ પ્રતિમા માટે અરૂણ યોગીરાજે 9 મહિના સુધી રોજ 14-15 કલાક કામ કર્યું હતું. 39 વર્ષીય અરુણ યોગીરાજના પૂર્વજોને મૈસૂરના રાજવી પરિવારે આશ્રય આપ્યો હતો.

    23 માર્ચના રોજ તેમણે એક ફોટો શેર કર્યો હતો, જેમાં તેમણે ભગવાન શ્રી રામની બનાવેલી પ્રતિમાનું સૂક્ષ્મ નિરીક્ષણ કરતા સમજાવ્યું હતું. તેમણે પ્રતિમાના દરેક ભાગ વિશે જણાવ્યું, જેને ‘Iconography’ પણ કહેવામાં આવે છે. તેમના સંશોધન સચોટ હોય છે. ચાલો ત્રીજા નામ પર આવીએ, જે હાલ ચર્ચામાં છે. વાસુદેવ કામથ વિષે મીડિયા અહેવાલો સામે આવ્યાં હતા કે, તેમણે જે ચિત્ર બનાવીને આપ્યું હતું, તેનાથી ટ્રસ્ટના સભ્યો ખુશ છે. ટ્રસ્ટની બેઠકમાં તેમણે પોતાની ડિઝાઇનનું પ્રદર્શન પણ કર્યું હતું.

    અયોધ્યાના રામ મંદિરમાં રામલલા પહેલેથી વિરાજમાન, તો નવી પ્રતિમા શામાટે? જાણો કારણ

    આ બધા વચ્ચે મનમાં સવાલ ઉભો થાય કે અયોધ્યાના રામ મંદિરમાં રામલલા પહેલેથી વિરાજમાન છે, તેમને માત્ર તંબુ માંથી મંદિરમાં પ્રતિષ્ઠિત કરવાના છે, તો નવી પ્રતિમાની શું જરૂર છે? અમે આ આખી બાબત સમજવા કામેશ્વર ચૌપાલ સાથે વાત કરી, જેઓ ‘શ્રીરામ જન્મભૂમી તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટ’ના સભ્ય છે. તેમના વિષે જણાવી દઈએ કે ચૌપાલ બિહાર વિધાનસભા પરિષદના સભ્ય પણ રહી ચુક્યા છે અને તેમણે જ 9 નવેમ્બર 1989માં રામ જન્મભૂમિના પાયાની પ્રથમ ઇંટ મૂકી હતી. અને તેઓ ‘વિશ્વ હિંદુ પરિષદ’ના દક્ષીણ બિહાર પ્રાંતના અધ્યક્ષની જવાબદારી પણ નિભાવી રહ્યાં છે.

    અયોધ્યાના રામ મંદિરમાં રામલલા ભગવાનની પ્રતિમા વિશે તેમણે જણાવ્યું કે, અત્યાર સુધી જેટલી પણ ચર્ચાઓ થઈ છે તે ટ્રસ્ટ સમક્ષ મુકવામાં આવશે અને ટ્રસ્ટ દ્વારા તેને મંજૂરી મળ્યા બાદ જ આ અંગે મીડિયાને બધુ જ જણાવવામાં આવશે. તેમણે કબૂલ્યું હતું કે જે શિલ્પકારોની ચર્ચા થઈ રહી છે તેમાં અરુણ યોગીરાજનું નામ પણ સામેલ છે. તેમણે એમ પણ કહ્યું કે, આ કામ માટે કોઇ એક વ્યક્તિની સીધી પસંદગી થતી નથી, પરંતુ દરેકને પોતાનું પ્રેઝન્ટેશન બતાવવાની તક આપવામાં આવે છે.

    તેમણે જણાવ્યું કે પદ્મભૂષણથી સન્માનિત વાસુદેવ કામતનું નામ પણ આ યાદીમાં સામેલ છે. એટલી બાબત તો સ્પષ્ટ જ છે કે શાસ્ત્રોમાં જે વર્ણન કરવામાં આવ્યું છે તે મુજબ રામલલાની પ્રતિમા તૈયાર કરવામાં આવી રહી છે. કામેશ્વર ચૌપાલે કહ્યું કે, ઘણા કલાકારોના નામ વિચારાધીન છે. એમણે જણાવ્યું કે આ તમામ કલાકારોએ પોતપોતાના ચિત્રો રજુ કર્યા છે. ટ્રસ્ટની સંપૂર્ણ બેઠકમાં જે કલાકાર પર સહમતિ થશે, તેની જાણકારી મીડિયાને આપવામાં આવશે.

    અયોધ્યાના રામ મંદિરમાં રામલલા ભગવાનની પ્રતિમાઓનું કારણ શું છે? શું તે બંને ગર્ભગૃહમાં રહેશે? આ સવાલના જવાબમાં કામેશ્વર ચૌપાલનું કહેવું છે કે મોટાભાગના મંદિરોમાં 2 મૂર્તિઓ જ હોય છે. તેમણે સમજાવ્યું કે આમાંથી એકને ‘ઉત્સવ મૂર્તિ’ તરીકે ઓળખવામાં આવે છે અને બીજીને ‘પ્રાણ-પ્રતિષ્ઠિત મૂર્તિ’ કહેવામાં આવે છે. પ્રાણ-પ્રતિષ્ઠિત મૂર્તિને ક્યાંય ખસેડી શકાતી નથી, તે જ્યાં સ્થાપિત છે ત્યાં જ વિરાજમાન રહે છે. સાથે સાથે ઝાંકી કે શોભા યાત્રા જેવા કાર્યક્રમોમાં ‘ઉત્સવ પ્રતિમા’ને બહાર કાઢવામાં આવે છે.

    ‘શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટ’ના સભ્ય કામેશ્વર ચૌપાલે તે વાતની પુષ્ટિ કરી હતી કે અયોધ્યામાં બની રહેલા ભવ્ય અને દિવ્ય રામ મંદિરમાં પણ એક પ્રતિમા પ્રાણ-પ્રતિષ્ઠિત હશે અને એક મૂર્તિ ઉત્સવ માટે હશે. તેમણે જાન્યુઆરી 2024માં પ્રાણપ્રતિષ્ઠાનું કામ પૂર્ણ થશે તેવી માહિતી પણ આપી હતી. આવી સ્થિતિમાં, તે સ્પષ્ટ છે કે રામલલાની મૂર્તિ જે હાલમાં છે તે ‘ઉત્સવની મૂર્તિ’ તરીકે સ્થાપિત કરવામાં આવશે. તે પ્રતિમા કદમાં નાની પણ છે.

    નવેમ્બર 1989માં દલિત કામેશ્વર ચૌપાલે રામ મંદિરની પ્રથમ ઈંટ મૂકી હતી. સાભાર ऑपइंडिया

    કામેશ્વર ચૌપાલે જણાવ્યું હતું કે મોટી મૂર્તિઓને બહાર કાઢી શકાતી નથી, તેથી તેમને ત્યાં જ વિરાજમાન રાખવામાં આવે છે. પ્રતિમા કેવી દેખાશે? આ અંગે મે મહિનાના અંતિમ સપ્તાહમાં મળનારી ટ્રસ્ટની બેઠકમાં બધુ સ્પષ્ટ થઈ જશે. તેમણે કહ્યું કે હાલ ચર્ચા ચાલી રહી છે, એટલે કંઈ પણ સ્પષ્ટ કહેવું યોગ્ય નથી. પ્રાણપ્રતિષ્ઠા અંગે તેમણે જણાવ્યું હતું કે, હાલ તેની તારીખ નક્કી કરવામાં આવી નથી. તેમણે સમજાવ્યું હતું કે તમામ શુભ પ્રસંગોએ વિદ્વાન આચાર્ય જ જણાવે છે કે મુહૂર્ત ક્યારે છે.

    એ જ પ્રમાણે આચાર્યો રામ મંદિર માટે બેસીને નવી પ્રતિમાની સ્થાપના માટે કઈ તારીખ અને સમય નક્કી કરવામાં આવશે તે નક્કી કરશે. કામેશ્વર ચૌપાલે એક ઉદાહરણ આપ્યું હતું કે ગમે તેટલું મોટું ઘર તૈયાર હોય પણ પંડિત શુભ મુહૂર્ત કહે પછી જ ગૃહપ્રવેશનો કાર્યક્રમ થાય છે. તેમણે કહ્યું કે, આચાર્યોની સલાહ લીધા બાદ રામ મંદિરમાં પ્રાણપ્રતિષ્ઠાનો સમય શુભ સમયે નક્કી કરવામાં આવશે. આ તારીખ જાન્યુઆરી 2024 હશે, તેના પર હાલ સહમતિ બની ચૂકી છે.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં