Friday, May 3, 2024
More
    હોમપેજદેશવાસ્તુકળાના કારણે જગવિખ્યાત હતું કાશ્મીરનું માર્તંડ સૂર્યમંદિર, ઇસ્લામી આક્રાંતાએ તોડ્યા બાદ બની...

    વાસ્તુકળાના કારણે જગવિખ્યાત હતું કાશ્મીરનું માર્તંડ સૂર્યમંદિર, ઇસ્લામી આક્રાંતાએ તોડ્યા બાદ બની ગયું હતું ખંડેર: સરકાર હવે ફરી કરશે જીર્ણોદ્ધાર- જાણો તેના ભવ્ય ઇતિહાસ વિશે

    જમ્મુ ખાતે 1 એપ્રિલના રોજ એક હાઈ-લેવલ બેઠક બોલાવવામાં આવી છે. આ મામલે જમ્મુ-કાશ્મીર સરકારે જ એક ઓફીશીયલ નોટિફિકેશન જાહેર કરી છે. ઓડિશાના કોર્ણાક અને ગુજરાતના મોઢેરાની જેમ જ કાશ્મીરના માર્તંડ સૂર્ય મંદિર પણ ભગવાન સૂર્યને સમર્પિત ભવ્ય હિંદુ મંદિર પૈકીનું એક છે. પ્રાચીન કાળમાં આ મંદિર અતિ ભવ્ય હતું.

    - Advertisement -

    વર્ષ 2014માં એક ફિલ્મ આવી હતી ‘હૈદર’. આ ફિલ્મમાં જમ્મુ કાશ્મીર સ્થિત એક મંદિરના ખંડેરને દર્શાવવામાં આવ્યું હતું. આ ખંડેરને ફિલ્મમાં ‘શૈતાન કી ગુફા’ તરીકે ઓળખાવવામાં આવ્યું છે. વાસ્તવમાં આજનું આ ખંડેર આજથી 600 વર્ષ પહેલાં એક ભવ્ય મંદિર હતું અને તેને સિકંદર શાહ મીરી દ્વારા તોડી પાડવામાં આવ્યું હતું. જમ્મુ કાશ્મીરના પ્રાચીનતમ એવા આ મંદિરનું નામ છે માર્તંડ સૂર્યમંદિર. કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકારે હવે આ સૂર્યમંદિરનો જીર્ણોદ્ધાર કરાવવાનો નિર્ણય લીધો છે.

    આ મામલે જમ્મુ ખાતે 1 એપ્રિલના રોજ એક હાઈ-લેવલ બેઠક બોલાવવામાં આવી છે. આ મામલે જમ્મુ-કાશ્મીર સરકારે જ એક અધિસૂચના જાહેર કરી છે. એક સમયે ભારતના આ ભવ્ય વારસાને જમ્મુ કાશ્મીરનું ગૌરવ માનવામાં આવતું હતું. ત્યારે આ મંદિરના પુનઃ નિર્માણને લઈને જાહેર કરવામાં આવેલી અધિસૂચનામાં કહેવામાં આવ્યું છે કે, “સંસ્કૃતિક વિભાગના પ્રધાન સચિવે અનંતનાગમાં એક બેઠક બોલાવી છે, જેમાં માર્તંડ સૂર્ય મંદિરના પરિસરમાં સમ્રાટ લલિતાદિત્ય મુક્તપીડની પ્રતિમાની સ્થાપના સાથે કાશ્મીરના પ્રાચીન મંદિરોની સુરક્ષા/સંરક્ષણ/પુનઃસ્થાપનાના સંબંધમાં ચર્ચા કરવામાં આવશે. આ બેઠક સચિવાલયમાં પ્રધાન સચિવના કાર્યાલયમાં 1 એપ્રિલે અઢી વાગ્યા આસપાસ રાખવામાં આવશે.”

    ઉલ્લેખનીય છે કે ઓડિશાના કોર્ણાક અને ગુજરાતના મોઢેરાની જેમ જ કાશ્મીરના માર્તંડ સૂર્યમંદિર પણ ભગવાન સૂર્યને સમર્પિત ભવ્ય હિંદુ મંદિરો પૈકીનું એક છે. પ્રાચીન કાળમાં આ મંદિર અતિ ભવ્ય હતું. હાલ આ મંદિર ASIના સંરક્ષણમાં છે. ગત 22 જાન્યુઆરી, 2024 એટલે કે રામ જન્મભૂમિ પ્રાણપ્રતિષ્ઠાના દિવસે અહીં હિંદુ સમાજ દ્વારા ભવ્ય પૂજા-પાઠ કરવામાં આવ્યા હતા. આ દરમિયાન અહીં ભગવો ધ્વજ લહેરાવીને હનુમાન ચાલીસાના પાઠ પણ કરવામાં આવ્યા હતા.

    - Advertisement -

    ભૂતકાળમાં કેટલું ભવ્ય હતું આ મંદિર?

    માર્તંડ સૂર્ય મંદિર કેટલું ભવ્ય હતું તેનો અંદાજો તેના બાંધકામના માપથી જ જાણી શકાય તેમ છે. આ મંદિરનું પ્રાંગણ 220 ફૂટ*220 ફૂટ જેટલું વિશાળ છે. આ મંદિર 60 ફૂટ લાંબુ અને 38 ફૂટ ઊંચું હતું. ચારે બાજુ મંદિરના લગભગ 80 ભવ્ય અવશેષો જોઈ શકાય છે. મંદિરના પૂર્વ દિશામાં મુખ્ય પ્રવેશ દ્વારનો ભવ્ય મંડપ છે. તેના પર તેના દરવાજા પર ત્રિપક્ષીય ચાપ છે, જે આ મંદિરની વાસ્તુકળાની વિશેષતાઓ પૈકી એક છે.

    દ્વાર મંડપ ઉપરાંત મંદિરના સ્તંભોની વસ્તુ શૈલી રોમના ડોરિક શૈલીને થોડીઘણી મળતી આવે છે. તેમ પણ કહેવામાં આવે છે કે આ મંદિર પરથી આખું કાશ્મીર જોઈ શકાતું હતું. માર્તંડ મંદિર પોતાના વાસ્તુકલાના કારણે જ જગવિખ્યાત હતું. આ મંદિર કાશ્મીરી હિંદુ રાજાઓ દ્વારા બાંધવામાં આવેલા સ્થાપત્યકળાનો બેજોડ નમૂનો છે. આ મંદિરની નિર્માણ શૈલી એ અસ્તિત્વ જમ્મુ કાશ્મીરમાં હિંદુ રજાઓ અને તેમના રાજ્યની ઉન્નતતાને દર્શાવે છે.

    સમ્રાટ લલિતાદિત્ય મુક્તાપીડે કરાવ્યું હતું ભવ્ય મંદિરનું નિર્માણ

    કાશ્મીરમાં એક ખૂબ જ પરાક્રમી રાજા થઈ ગયા, જેમની નામ સમ્રાટ લલિતાદિત્ય મુક્તાપીડ હતું. કહેવામાં આવે છે કે માર્તંડ સૂર્ય મદિરનું નિર્માણ એમણે જ કરાવ્યું હતું. સન 761માં તેમનો દેહાંત થયો અને તેમના બાદના તેમના વંશજો સતત નિર્બળ થતા ગયા. પરંતુ સમ્રાટ લલિતાદિત્ય મુક્તાપીડ દ્વારા બંધાવવામાં આવેલું આ ભવ્ય સૂર્ય મંદિર લોકો માટે મહત્વપૂર્ણ રહ્યું. માર્તંડના આ ભવ્ય સૂર્યમંદિરની સરખામણી વિજયનગર સામ્રાજ્યની રાજધાની હમ્પી સાથે કરવામાં આવતી હતી.

    તે સમયે ભારત, ઈરાન અને મધ્ય એશિયાના અનેક ક્ષેત્રો પર કરકોટા વંશના સમ્રાટ લલિતાદિત્ય મુક્તાપીડનું શાસન હતું. તેમણે ભલે આ મંદિરનું નિર્માણ કરાવ્યું હોય, પરંતુ તેની સાથે જોડાયેલી કથા મહાભારતના પાંડવો સુધી જાય છે. માર્તંડ સૂર્ય મંદિર આસપાસ એક સમયે કુલ 84 અન્ય નાનાં-નાનાં મંદિરો હતાં, આજે તેમના માત્ર અવશેષો જ બચ્યા છે.

    એક સૂફી ફકીરની સલાહ અને સિકંદર મીરીએ મંદિર ધ્વસ્ત કર્યું

    15મી સદીની શરૂઆતમાં સીલામી આક્રાંતાઓએ આ મંદિરને ધ્વસ્ત કરવાનું નક્કી કર્યું. એવું પણ કહેવામાં આવે છે કે મંદિર એટલું ભવ્ય અને મજબૂત હતું કે આખી એક સેનાને આ મંદિર તોડવામાં આખું એક વર્ષ લાગી ગયું. આ મંદિરને નષ્ટ કરવા માટે બે લોકોએ મહત્વપૂર્ણ ભાગ ભજવ્યો. જેમાં પ્રથમ નામ છે સૂફી ફકીર મીર મહોમ્મદ દમદાની. અને બીજું નામ છે સિકંદર શાહ મીરી.

    કહેવામાં આવે છે કે સૂફી ફકીર મીર મહોમ્મદ દમદાની અને સિકંદર મીરી બંને પર ઇસ્લામ સ્થાપિત કરવાનું એટલું ઝનૂન હતું કે દમદાનીની સલાહ પર મીરીએ જમ્મુ કાશ્મીરની ઓળખ સમાન આ મંદિર ધ્વસ્ત કરવી દીધું. સિકંદર શાહ મીરીએ અનેક મંદિરોને ધ્વસ્ત કરી તેની ઇંટોમાંથી મસ્જિદો ચણાવી. તે મંદિરોનાં પાયા ખોદીને તેમાં લાકડા ભરી દેતો અને બાદમાં તેમાં આગ લગાડી દેતો. તેણે જ માર્તંડ સૂર્યમંદિર પણ ધ્વસ્ત કર્યું.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં