Monday, September 9, 2024
More
    હોમપેજવગેરે...સ્પોર્ટ્સ'હું ભગવાન રામ અને હનુમાનનો પરમ ભક્ત છું’: સાઉથ આફ્રિકાના સ્ટાર ક્રિકેટર...

    ‘હું ભગવાન રામ અને હનુમાનનો પરમ ભક્ત છું’: સાઉથ આફ્રિકાના સ્ટાર ક્રિકેટર કેશવ મહારાજની મેદાનમાં એન્ટ્રી વખતે વાગે છે ‘રામ સિયારામ’ ગીત, વિરાટ કોહલીએ પણ કર્યા વંદન

    ટેસ્ટ સીરીઝની મેચ દરમિયાન તેઓ જ્યારે મેદાનમાં રમવા ઉતર્યા ત્યારે તેમના એન્ટ્રસ ગીતમાં ‘રામ સિયારામ’ ગીત વગાડવામાં આવ્યું. જેને સાંભળીને ભારતના સ્ટાર ક્રિકેટર વિરાટ કોહલીએ પ્રતિક્રિયા આપતા તેમને વંદન કર્યાં હતા.

    - Advertisement -

    સાઉથ આફ્રિકાના સ્ટાર ક્રિકેટર અને પોતાની હિંદુ વિચારધારાના કારણે લોકોમાં પ્રસિદ્ધ થયેલા કેશવ મહારાજ જણાવે છે કે, તેઓ જયારે ભારત સામેની ટેસ્ટ સીરીઝમાં રમવા ઉતર્યા ત્યારે ‘રામ સિયારામ’ ગીત કેમ મેદાનમાં વાગવા માંડ્યું હતું. કેશવ મહારાજ સાઉથ આફ્રિકાની ટીમમાં સ્પિનર છે અને તેમની હિંદુ ધર્મમાં અપાર આસ્થાના કારણે ખુબ જાણીતા છે.

    આ અંગે ખુદ કેશવ મહારાજે જણાવ્યું કે, તેઓએ પહેલેથી જ ગ્રાઉન્ડમાં ગીત વગાડનાર વ્યક્તિને સુચન કરી રાખ્યું હતું કે, તેમના એન્ટ્રસ સોંગ વખતે ‘રામ સિયારામ’ ગીત વગાડવામાં આવે. આ કરવા પાછળનું કારણ જણાવતા કેશવ મહારાજ કહે છે કે, આ ગીતથી તેમણે મેદાન પર પ્રદર્શન કરવામાં મદદ મળે છે, અને મેચ દરમિયાન તેઓ એકાગ્ર થઇને રમત પર ધ્યાન આપી શકે છે.

    ગીતની વિશેષતા જણાવતા તેમણે કહ્યું , “આ મારું એન્ટ્રસ ગીત છે. હું ભગવાન હનુમાન અને ભગવાન રામનો પરમ ભક્ત છું, જેથી મને લાગે છે કે મેદાનમાં મારી એન્ટ્રી સમયે તે એકદમ ફીટ બેસે છે.” વધુમાં તેમણે કહ્યું, “આ એક એવી એવી બાબત છે, જે મેં જાતે મીડિયા લેડીને જઈને જણાવી હતી અને ગીત વગાડવા માટેની વિંનતી કરી હતી. ભગવાન શ્રીરામનો મારા પર ખુબ આશીર્વાદ છે. પ્રભુએ મને હંમેશા રસ્તો દેખાડ્યો છે. તો હું આટલું તો કરી જ શકું. આવું કરવાથી મને મારૂ શ્રેષ્ઠ પ્રદર્શન આપવામાં મદદ મળે છે. જયારે તમે મેદાનમાં ઉતારો ત્યારે બેકગ્રાઉન્ડમાં ‘રામ સિયારામ’ની ધૂન વાગતી હોય તો સાંભળવું સારૂ લાગે છે.”

    - Advertisement -

    ઉલ્લેખનીય છે કે ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે થોડા સમય પહેલા જ એક ટેસ્ટ સીરીઝનું આયોજન થયું હતું. જે સિરીઝ 1-1થી ડ્રો થઈ હતી. આ દરમિયાન આફ્રિકાના સ્પિનર કેશવ મહારાજ ખુબ ચર્ચામાં રહ્યા હતા. ટેસ્ટ સીરીઝની મેચ દરમિયાન તેઓ જ્યારે મેદાનમાં રમવા ઉતર્યા ત્યારે તેમના એન્ટ્રસ ગીતમાં ‘રામ સિયારામ’ ગીત વગાડવામાં આવ્યું. જેને સાંભળીને ભારતના સ્ટાર ક્રિકેટર વિરાટ કોહલીએ પ્રતિક્રિયા આપતા તેમને વંદન કર્યાં હતા. જેનો વિડીયો સોશિયલ મીડિયામાં ખુબ વાયરલ થઇ રહ્યો છે.

    વિડીયોમાં જોઈ શકાય છે કે, ભારતીય ટીમના ક્રિકેટર વિરાટ કોહલી પ્રભુ રામનું ગીત સાંભળી રીએક્શન આપતા ધનુષ-બાણ ચલાવતા હોય તેવી ક્રિયા કરતા નજરે પડે છે અને ત્યાર બાદ નમનની મુદ્રામાં ઉભા રહે છે.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં