Sunday, September 8, 2024
More
    હોમપેજદેશઓડિશામાં પ્રથમવાર સરકાર બનાવવાની સાથે જ BJPએ પૂરો કર્યો વાયદો: પુરી જગન્નાથ...

    ઓડિશામાં પ્રથમવાર સરકાર બનાવવાની સાથે જ BJPએ પૂરો કર્યો વાયદો: પુરી જગન્નાથ મંદિરના ચારેય દરવાજા ખોલાયા, સીએમ માઝી સહિત મંત્રિમંડળ રહ્યું ઉપસ્થિત

    પુરી જગન્નાથ મંદિરના ચારેય દરવાજા આજે સીએમ મોહન ચરણ માઝી અને ઓડિશાના તમામ મંત્રીઓની હાજરીમાં શ્રદ્ધાળુઓ માટે ખોલવામાં આવ્યા હતા.

    - Advertisement -

    જગન્નાથ પુરીના ભક્તોને હવે દર્શન માટે વધુ રાહ નહીં જોવી પડે કારણ કે કોરોના સમયગાળાથી બંધ ત્રણ દરવાજા આજે મુખ્યમંત્રી મોહન ચરણ માઝીની હાજરીમાં ખોલવામાં આવ્યા છે. અત્યાર સુધી ભક્તો જગન્નાથ મંદિરમાં એક જ દ્વારથી પ્રવેશ કરી શકતા હતા. મંદિરના ચારેય દરવાજા ખોલવાનો નિર્ણય સીએમ મોહન ચરણ માઝીએ ઓડિશામાં ભાજપની સરકાર બન્યાની સાથે જ પ્રથમ કેબિનેટ બેઠકમાં લીધો હતો.

    મંદિરના ચારેય દરવાજા ખોલ્યા અને પૂજા કર્યા પછી, ઓડિશાના સીએમ મોહન ચરણ માઝીએ કહ્યું, “અમે ગઈ કાલે કેબિનેટની બેઠકમાં જગન્નાથ મંદિરના ચારેય દરવાજા ખોલવાનો પ્રસ્તાવ મૂક્યો હતો. ઠરાવ પસાર કરવામાં આવ્યો અને આજે સવારે 6:30 વાગ્યે મેં મારા ધારાસભ્યો અને પુરીના સાંસદ (સંબિત પાત્રા) સાથે ‘મંગલા આરતી’માં હાજરી આપી… અને ચારેય દરવાજા ખોલવામાં આવ્યા. જગન્નાથ મંદિરના વિકાસ અને અન્ય કામો માટે અમે કેબિનેટમાં ફંડની દરખાસ્ત કરી છે. જ્યારે અમે રાજ્યનું આગામી બજેટ રજૂ કરીશું ત્યારે મંદિરના સંચાલન માટે ₹500 કરોડનું ભંડોળ ફાળવીશું.”

    ઓડિશામાં પહેલીવાર ભાજપ સરકાર, શપથગ્રહણમાં હાજર રહ્યા PM

    બુધવારે સાંજે મોહન ચરણ માઝીએ ઓડિશાના સીએમ તરીકે શપથ લીધા. તેમની સાથે બે ડેપ્યુટી સીએમ અને 13 મંત્રીઓએ પણ શપથ લીધા હતા. આ સમારંભમાં દેશના PM પણ હાજર રહ્યા હતા.

    - Advertisement -

    શપથ બાદ પ્રથમ કેબિનેટ બેઠકમાં ચાર પ્રસ્તાવ પાસ કરવામાં આવ્યા છે. આ દરખાસ્તોમાં ભગવાન જગન્નાથ મંદિરના ચારેય દરવાજા ખોલવા, મંદિર માટે ₹500 કરોડનું ભંડોળ ફાળવવું, 100 દિવસમાં સુભદ્રા યોજના લાગુ કરવી અને ડાંગરની MSP ₹3,100 પ્રતિ ક્વિન્ટલ રાખવાનો સમાવેશ થાય છે.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં