Saturday, April 13, 2024
More
  હોમપેજદેશટ્રસ્ટે જણાવ્યું અયોધ્યા રામ મંદિરમાં ક્યારે થશે પ્રાણપ્રતિષ્ઠા, તૈયારીઓ પુરજોરમાં શરૂ: પ્રધાનમંત્રી...

  ટ્રસ્ટે જણાવ્યું અયોધ્યા રામ મંદિરમાં ક્યારે થશે પ્રાણપ્રતિષ્ઠા, તૈયારીઓ પુરજોરમાં શરૂ: પ્રધાનમંત્રી મોદીને પાઠવવામાં આવ્યું આમંત્રણ, દેશભરમાં ઠેર ઠેર લાગશે બેનર

  પત રાય દ્વારા એ પણ કહેવાયું છે કે, "પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ દરમ્યાન એવી ઈચ્છા છે કે ભારતનું કોઈ મંદિર અલિપ્ત ના રહે. દેશનું કોઈપણ ગામ કે કસબો એવો ન હોય કે જ્યાં હોર્ડિંગ્સ ન લગાવાયું હોય. જે લોકો આવી નહીં શકે એ હોર્ડિંગ્સ તો લગાવી જ શકશે. હોર્ડિંગ્સ પર શું લખવું એ ટ્રસ્ટ દ્વારા જણાવવામાં આવશે."

  - Advertisement -

  કરોડો લોકોની આસ્થા અને ધર્મપ્રતિકસમી પવિત્ર નગરી અયોધ્યામાં રામ મંદિર નિર્માણ કાર્ય ઝડપથી પૂર્ણ થવા જઈ રહ્યું છે. આની સાથે જ પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવની ભવ્ય તૈયારીઓ શરૂ થઈ ચૂકી છે. મળતા અહેવાલ મુજબ શ્રીરામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના મહાસચિવ ચંપત રાય દ્વારા કહેવાયું છે કે, પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવનું આયોજન 15-24 જાન્યુઆરીની વચ્ચે થશે. સાથે જ પ્રાણપ્રતિષ્ઠા કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવા માટે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને નિમંત્રણ પણ અપાયું છે.

  અહેવાલો મીડિયા સાથે વાત કરતી વખતે ચંપત રાય દ્વારા જણાવાયું હતું કે, ”અમે પ્રધાનમંત્રીજીને નિવેદન પત્ર મોકલ્યો છે. એ પત્રમાં લખ્યું છે કે આપની હાજરીથી વિશ્વમાં ભારતનું સન્માન વધશે. આપની વ્યવસ્ત કામગીરીમાંથી થોડો સમય કાઢી અને ઉપસ્થિત રહેવા વિશેષ આગ્રહ કરવામાં આવે છે. પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ 15 જાન્યુઆરીથી 24 જાન્યુઆરીની વચ્ચે થવા જઈ રહ્યો છે.”

  ઉલ્લેખનીય છે કે, અયોધ્યામાં રામ મંદિર ભવન નિર્માણ સમિતિ દ્વારા બે દિવસીય બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. બેઠકના અંતે સોમવારે (24 જુલાઈ,2024) ના રોજ ચંપત રાય દ્વારા પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવને લઈને મહત્વની જાહેરાત કરાઈ હતી. તેઓએ પ્રધાનમંત્રી મોદીને આમંત્રણ મૉલ્યની વાત કરી. તેમણે કહ્યું હતું કે આ કાર્યક્રમ દરમિયાન મંદિર પરિસરમાં 10 હજાર ખુરસીઓ લગાવવાની યોજના છે. આ ખુરસીઓ કયા લગાવવી તેના પર હજુ વિચારવિમર્શ થઈ રહ્યો છે.

  - Advertisement -

  વધુમાં તેમણે કહ્યું હતું કે, “આ કાર્યક્રમમાં કેટલા શ્રધ્ધાળુઓ આવશે એનો કોઈ આંકડો નક્કી નથી. લોકો માટેની ભોજનની વ્યવસ્થા કઈ રીતે કરવી, શૌચાલય તથા અન્ય વ્યવસ્થા માટેની જગ્યા નક્કી કરવી વગેરે જેવી નાનામાં નાની બાબતો પર અમારું પ્રાણપ્રતિષ્ઠા પ્રબંધન ગ્રુપસ્ટડી કરી રહ્યું છે. પરિસરમાં બની રહેલ મંદિરોની મૂર્તિઓ જયપુરથી આવશે. ટ્રસ્ટના લોકો દ્વારા મૂર્તિઓને લેવા જયપુર જશે.”

  દરેક ગામ, શહેરમાં લાગશે બેનર

  વધુમાં ચંપત રાય દ્વારા એ પણ કહેવાયું છે કે, “પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ દરમ્યાન એવી ઈચ્છા છે કે ભારતનું કોઈ મંદિર અલિપ્ત ના રહે. દેશનું કોઈપણ ગામ કે કસબો એવો ન હોય કે જ્યાં હોર્ડિંગ્સ ન લગાવાયું હોય. જે લોકો આવી નહીં શકે એ હોર્ડિંગ્સ તો લગાવી જ શકશે. હોર્ડિંગ્સ પર શું લખવું એ ટ્રસ્ટ દ્વારા જણાવવામાં આવશે.” તેમણે આગળ જણાવતા કહ્યું કે, “ભગવાન શ્રી રામનું મંદિર બનાવતી વખતે કોઈપણ સમસ્યા ન સર્જાય એ હેતુથી અનેક પ્રકારના અનુષ્ઠાન ચાલી રહ્યા છે. તીર્થ ભવન રામકોટમાં ઋગ્વેદ, સામવેદ, કૃષ્ણ યજુર્વેદ, શુક્લ યજુર્વેદની આહુતિઓ આપવામાં આવી રહી છે. વાલ્મીકિ રામાયણ અને શ્રીમદભાગવતના પાઠો પણ થઈ રહ્યા છે”

  નોંધનીય છે કે ગત 16 જુલાઇના રોજ ચંપત રાય દ્વારા જણાવાયું હતું કે, મંદિરના ગર્ભગૃહમાં સ્થાપિત થનારી મૂર્તિ ભગવાન રામના 5 વર્ષના બાલરૂપની છે. આ પ્રતિમાને ભોંય તળિયે (Ground floor) રાખવાના આવશે. આ પ્રતિમાઓનું નિર્માણકાર્ય પણ અયોધ્યામાં શરૂ થઈ ચૂક્યું છે, જે ઓક્ટોબરમાં પૂર્ણ થવાની શક્યતા છે. રામ મંદિરના દરવાજા મહારાષ્ટ્રથી આવેલ લાકડાના બનાવેલ છે જેના પર અયોધ્યામાં જ નકશી કામ ચાલી રહ્યું છે.

  ચંપત રાયના જણાવ્યા અનુસાર ફિનિશિંગ ટચ જેવા નાના-મોટા કામો ડિસેમ્બર સુધીમાં પૂરા થઈ જવાની શક્યતા છે. આ સાથે જણાવાયું હતું કે મંદિર નિર્માણમાં અંદાજિત 21 લાખ ગ્રેનાઇટ, ધનપૂટ, સેંડ સ્ટોન અને માર્બલનો ઉપયોગ થઈ રહ્યો છે. તેમણે દાવો કર્યો છે કે મંદિરના પ્રત્યેક ભાગને એવો બનાવામાં આવી રહ્યો છે કે આવનાર 1 હજાર વર્ષો સુધી સમારકામની જરૂર નહીં પડે.

  - Advertisement -

  સંબંધિત લેખો

  - Advertisement -

  તાજા સમાચાર

  ચૂકશો નહીં