Saturday, July 27, 2024
More
    હોમપેજગુજરાતઅયોધ્યા રામ મંદિર નિર્માણ માટે ગુજરાતીઓએ ખોલી દીધી તિજોરીઓ: મોરારી બાપુ અને...

    અયોધ્યા રામ મંદિર નિર્માણ માટે ગુજરાતીઓએ ખોલી દીધી તિજોરીઓ: મોરારી બાપુ અને ગોવિંદભાઈ ધોળકિયા સૌથી મોટા દાતા, કુલ ₹5000 કરોડનું મળ્યું દાન

    ટ્રસ્ટના જણાવ્યા અનુસાર તેઓએ શરૂઆતમાં ફક્ત ₹900 કરોડ રૂપિયાના દાનની અપેક્ષા સાથે સમર્પણ નિધિ અભિયાન ચાલુ કર્યું હતું. પણ દેશ- વિદેશના કરોડો રામભક્તોએ પોતાના આરાધ્યદેવના મંદિર નિર્માણ માટે અત્યાર સુધી ₹5000 હજાર કરોડ રૂપિયાનું યોગદાન આપ્યું છે.

    - Advertisement -

    અયોધ્યામાં તૈયાર થઇ ભવ્ય મંદિરનું નિર્માણ કાર્ય હવે પૂર્ણતાના આરે છે. દેશ વિદેશમાં વસતા રામભક્તો 22 જાન્યુઆરી 2024ના રોજ થવા જઈ રહેલા પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને લઈને ઉત્સાહમાં છે. દેશના વિવિધ ખૂણેથી ભક્તો પોતાના તન, મન અને ધનથી મંદિરના નિર્માણ કાર્યમાં યોગદાન આપી રહ્યા છે. રામ મંદિરના નિર્માણ કાર્યની શરૂઆતથી અત્યાર સુધી મંદિર માટે દાનમાં અંદાજે ₹5000 કરોડ રૂપિયાનું યોગદાન મળી ચૂક્યું છે. જેમાં સૌથી વધુ દાન ગુજરાતના રામભક્તોએ કર્યું છે.

    શ્રીરામ જન્મભૂમિ ટ્રસ્ટના જણાવ્યા અનુસાર, મંદિરના સમર્પણ નિધિના બેંક ખાતામાં અત્યાર સુધી ₹3200 કરોડ રૂપિયા દાનમાં આવી ચુક્યા છે. ઉલ્લખનીય છે શ્રીરામ જન્મભૂમિ ટ્રસ્ટ, આરએસએસ, વિશ્વ હિંદુ પરિષદ અને બજરંગ દળ દ્વારા ભવ્ય રામ મંદિરના નિર્માણમાં દેશના દરેક વ્યક્તિનું યોગદાન હોય તે હેતુથી સંપૂર્ણ દેશમાં સમર્પણ નિધિ અભિયાન ચલાવવામાં હતું, જેમાં 9 લાખ જેટલા કાર્યકર્તાઓએ ઘરે ઘરે જઈને દાન આપવા પહેલ કરી હતી. જેમાં દેશ-વિદેશના કરોડો ભક્તોએ પોતાના આરાધ્યદેવના મંદિર નિર્માણ માટે મન મૂકીને યોગદાન આપ્યું હતું.

    ટ્રસ્ટના જણાવ્યા અનુસાર, અયોધ્યામાં તૈયાર થઇ રહેલા રામ મંદિરના નિર્માણ માટે અત્યાર સુધી ₹18 કરોડ રામ ભક્તોએ ટ્રસ્ટના સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા, બરોડા બેંક અને પંજાબ નેશનલ બેંકના ખાતામાં ₹3200 કરોડ રૂપિયાનું દાન જમા કરાવ્યું છે. ટ્રસ્ટ દ્વારા આ તમામ રકમની બેંકમાં FD કરવામાં આવી છે. મહત્વનું એ છે કે અત્યાર સુધીનું મંદિરનું નિર્માણ કાર્ય FDના વ્યાજની રકમથી જ કરવામાં આવ્યું છે. આ ઉપરાંત ફક્ત રોકડ રકમ જ નહિ પરંતુ રામભક્તો દ્વારા ચાંદી અને સોનાનું પણ દાન કરવામાં આવ્યું છે. જેમાં ટ્રસ્ટને 4 ક્વિન્ટલ ચાંદી અને અમુક ગ્રામ સોનું દાનમાં મળ્યું છે.

    - Advertisement -

    રામ મંદિરના નિર્માણ માટે દેશમાંથી સર્વાધિક દાન કરનાર વિશેષ વ્યક્તિઓમાં સૌથી આગળ બે ગુજરાતીઓ છે. જેમાં પ્રસિદ્ધ રામકથાકાર અને અધ્યાત્મિક ગુરુ મોરારી બાપુએ ₹11.3 કરોડ રૂપિયાનું યોગદાન આપ્યું છે. જેમાં તેઓના દેશ વિદેશમાં વસતા અનુયાયીઓએ સામુહિક રીતે ₹8 કરોડ રૂપિયા દાન આપ્યું હતું.

    તેમના પછી બીજા એક ગુજરાતી રામભક્ત સુરતના ઉદ્યોગપતિ ગોવિંદભાઈ ધોળકિયાએ ₹11 કરોડનું દાન આપ્યું હતું. ગોવિંદભાઈ ધોળકિયા સુરતની પ્રસિદ્ધ ડાયમંડ કંપની શ્રીરામકૃષ્ણ એક્સપોર્ટના ચેરમેન છે. આ સિવાય પણ અનેક ગુજરાતીઓ પોતાની તિજોરીઓ રામ મંદિર માટે ખુલ્લી મૂકી દીધી છે.

    ટ્રસ્ટના જણાવ્યા અનુસાર તેઓએ શરૂઆતમાં ફક્ત ₹900 કરોડ રૂપિયાના દાનની અપેક્ષા સાથે સમર્પણ નિધિ અભિયાન ચાલુ કર્યું હતું. પણ દેશ- વિદેશના કરોડો રામભક્તોએ પોતાના આરાધ્યદેવના મંદિર નિર્માણ માટે અત્યાર સુધી ₹5000 હજાર કરોડ રૂપિયાનું યોગદાન આપ્યું છે.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં