Monday, April 29, 2024
More
    હોમપેજદેશભારતની Indri બની દુનિયાની બેસ્ટ વ્હિસ્કી: 2 વર્ષની અંદર જીત્યા છે 14...

    ભારતની Indri બની દુનિયાની બેસ્ટ વ્હિસ્કી: 2 વર્ષની અંદર જીત્યા છે 14 ઈન્ટરનેશન એવોર્ડ, જાણો ‘ઈંદ્રીસુખ’ની શું છે કિંમત

    શું તમે દારૂ પીઓ છો? વ્હિસ્કી લવર છો? જો જવાબ હા છે તો આ સમાચાર તમારા માટે છે. ભારતની સ્વદેશી બ્રાન્ડ ઈંદ્રી વ્હિસ્કીએ (Indri whisky) 'વ્હિસ્કી ઓફ ધ વર્લ્ડ એવોર્ડ્સ'માં વિશ્વની શ્રેષ્ઠ વ્હિસ્કીનો ખિતાબ જીત્યો છે.

    - Advertisement -

    શું તમે દારૂ પીઓ છો? વ્હિસ્કી લવર છો? જો જવાબ હા છે તો આ સમાચાર તમારા માટે છે. ભારતની સ્વદેશી બ્રાન્ડ ઈંદ્રી વ્હિસ્કીએ (Indri whisky) ‘વ્હિસ્કી ઓફ ધ વર્લ્ડ એવોર્ડ્સ’માં વિશ્વની શ્રેષ્ઠ વ્હિસ્કીનો ખિતાબ જીત્યો છે. ભારતીય સિંગલ મોલ્ટને ‘બેસ્ટ ઇન શો, ડબલ ગોલ્ડ’ એવોર્ડ આપવામાં આવ્યો છે.

    મીડિયા રિપોર્ટ્સ અનુસાર , દર વર્ષે વિશ્વભરની ઘણી મોટી કંપનીઓ પોતાને શ્રેષ્ઠ વ્હિસ્કી કંપની તરીકે સાબિત કરવા માટે ‘વ્હિસ્કી ઓફ ધ વર્લ્ડ એવોર્ડ્સ’માં ભાગ લે છે. આ સ્પર્ધા ઘણા રાઉન્ડ સુધી ચાલુ રહે છે. દારૂના સ્વાદની પરખ રાખનારા ટોચના લોકો અને ઇન્ફ્લુએન્સર પેનલ વ્હિસ્કીને ટેસ્ટ કરે છે. આ પછી, સ્પર્ધામાં સામેલ વ્હિસ્કીમાંથી શ્રેષ્ઠ વ્હિસ્કીની પસંદગી કરવામાં આવે છે.

    મેડ ઈન ઈન્ડિયા‘ ઈંદ્રી વ્હિસ્કી સિંગલ મોલ્ટ સ્કોચ, બોર્બોન, કેનેડિયન, ઓસ્ટ્રેલિયન અને બ્રિટિશ સિંગલ માલ્ટ સહિત સેંકડો આંતરરાષ્ટ્રીય બ્રાન્ડ્સને હરાવીને પોતાને શ્રેષ્ઠ વ્હિસ્કી સાબિત કરી છે. ‘ઈંદ્રી દિવાળી કલેક્ટર એડિશન 2023’ને ‘વિસ્કી ઑફ ધ વર્લ્ડ એવોર્ડ્સ’માં ‘બેસ્ટ ઇન શો, ડબલ ગોલ્ડ’નો ખિતાબ આપવામાં આવ્યો છે. ઈંદ્રી માટે આ જીત સમગ્ર વિશ્વમાં ભારતીય વ્હિસ્કીની ગુણવત્તા અને ઝડપથી વધી રહેલી લોકપ્રિયતાનું એક પ્રમાણપત્ર છે.

    - Advertisement -

    સ્વદેશી વ્હિસ્કી બ્રાન્ડ ઈંદ્રી લોન્ચ થયાને માત્ર 2 વર્ષ થયા છે. તેમ છતાં, ઈંદ્રી વ્હિસ્કીએ અત્યાર સુધીમાં 14 થી વધુ ઈન્ટરનેશન એવોર્ડ જીત્યા છે . પિકાડિલી ડિસ્ટિલરીઝે તેને વર્ષ 2021માં હરિયાણામાં લોન્ચ કર્યું હતું. તેની પ્રથમ સીરિઝમાં ઈંદ્રીએ ટ્રિપલ-બેરલ સિંગલ માલ્ટ લોન્ચ કર્યું હતું. તેણે ખૂબ પસંદ કરવામાં આવ્યું હતું.

    સર્વશ્રેષ્ઠ વ્હિસ્કીનો ખિતાબ જીત્યા બાદ, પિકાડિલી ડિસ્ટિલરીઝના સ્થાપક સિદ્ધાર્થ શર્માએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે, “ભારત માટે આ રોમાંચક સમય છે. ભારતીય વ્હિસ્કી પણ હવે પાછળ નથી. અમે ભારતની કહાનીમાં અમારી ભૂમિકા ભજવી રહ્યા છીએ.”

    દેશના અલગ-અલગ રાજ્યોમાં ઈંદ્રી વ્હિસ્કીની કિંમત અલગ-અલગ છે. મહારાષ્ટ્રમાં તેની કિંમત 5100 રૂપિયા છે. જ્યારે હરિયાણા, ગોવા, ઉત્તર પ્રદેશ, દિલ્હી અને કર્ણાટકમાં તેની કિંમત 3100 રૂપિયાની આસપાસ છે. હાલમાં, ઈંદ્રી વિશ્વના 17 દેશો ઉપરાંત ભારતના 19 રાજ્યોમાં ઉપલબ્ધ છે. આ સિવાય અમેરિકા અને યુરોપના કેટલાક રાજ્યોમાં આ વર્ષે નવેમ્બરથી તેની સપ્લાઈ શરૂ થવા જઈ રહી છે

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં