Saturday, July 27, 2024
More
    હોમપેજદેશહવે ભારતમાં બનેલા 'Pixel' સ્માર્ટફોન ખરીદશે દુનિયા: એપલ અને સેમસંગ બાદ હવે...

    હવે ભારતમાં બનેલા ‘Pixel’ સ્માર્ટફોન ખરીદશે દુનિયા: એપલ અને સેમસંગ બાદ હવે ગૂગલ પણ બન્યું ‘મેક ઇન ઇન્ડિયા’ નો ભાગ

    આ પ્રસંગે મંત્રી અશ્વિની વૈષ્ણવે જણાવ્યું હતું કે, "નવ વર્ષ પહેલા દેશમાં મોબાઈલનું ઉત્પાદન ખરેખર ઘણું ઓછું હતું, પરંતુ આજે ભારતમાં તે લગભગ $44 બિલિયનનું ઉત્પાદન કરી રહ્યું છે અને નિકાસ લગભગ $11 બિલિયન છે."

    - Advertisement -

    એપલ (Apple) અને સેમસંગના (Samsung) માર્ગ પર ચાલીને ગૂગલે (Google) પણ તેના લેટેસ્ટ સ્માર્ટ ફોન બનાવવા માટે ભારતને પસંદ કર્યું છે. ગૂગલના ઉપકરણો અને સેવાઓના વરિષ્ઠ ઉપાધ્યક્ષ રિક ઓસ્ટરલોહે એક મહત્વપૂર્ણ જાહેરાત કરી છે કે કંપનીનો Pixel 8 સ્માર્ટફોન ભારતમાં બનાવવામાં આવશે.

    તેમણે ગુરુવારે (19 ઓક્ટોબર, 2023) ભારતના ઈલેક્ટ્રોનિક્સ અને આઈટી મંત્રી અશ્વિની વૈષ્ણવની હાજરીમાં ગૂગલ ફોર ઈન્ડિયા (Google For India) ઈવેન્ટની 9મી આવૃત્તિમાં આ જાહેરાત કરી હતી. ગૂગલે ભારતની મેક-ઈન-ઈન્ડિયા (make in India) પહેલને પ્રોત્સાહન આપવા માટે એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે.

    ઉલ્લેખનીય છે કે છેલ્લા કેટલાક વર્ષોમાં ભારત માત્ર સ્થાનિક ઉપયોગ માટે જ નહીં પરંતુ નિકાસ માટે પણ સ્માર્ટ ફોનના ઉત્પાદન માટે આકર્ષક સ્થળ તરીકે ઉભરી આવ્યું છે.

    - Advertisement -

    આ પ્રસંગે મંત્રી અશ્વિની વૈષ્ણવે જણાવ્યું હતું કે, “નવ વર્ષ પહેલા દેશમાં મોબાઈલનું ઉત્પાદન ખરેખર ઘણું ઓછું હતું, પરંતુ આજે ભારતમાં તે લગભગ $44 બિલિયનનું ઉત્પાદન કરી રહ્યું છે અને નિકાસ લગભગ $11 બિલિયન છે.”

    આ દરમિયાન, રિક ઓસ્ટરલોહે કહ્યું, “ભારતમાં બનેલો પહેલો Pixel 8 ફોન 2024માં માર્કેટમાં આવશે.” તેમણે કહ્યું કે આ માટે ગૂગલ ભારતમાં તેના હાર્ડવેરનું ઉત્પાદન કરવા માટે સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય ભાગીદારો સાથે કામ કરી રહ્યું છે. જો કે, તેમણે ગૂગલના ભાગીદારોના નામ જાહેર કરવાનું ટાળ્યું કે જેમની સાથે તેમની કંપની આ કામ માટે વાતચીત કરી રહી છે.

    અગાઉના અહેવાલો હતા કે કંપની અગત્યના ભારતીય સપ્લાયર્સ ટેક્નોલોજી જૂથ લાવા ઈન્ટરનેશનલ લિમિટેડ, ડિક્સન ટેક્નોલોજીસ ઈન્ડિયા અને ફોક્સકોનના ભારતીય એકમ ઈન્ડિયા FIH સાથે વાટાઘાટો કરી રહી છે.

    નોંધનીય છે કે Google Pixel 8 એ કંપનીનો લેટેસ્ટ મોબાઈલ છે. તે આ મહિનાની શરૂઆતમાં ભારત અને વૈશ્વિક બજારોમાં લોન્ચ કરવામાં આવ્યો હતો. Google Pixel 8 ની કિંમત ₹75,999 અને Pixel 8 Proની કિંમત ₹1,06,999 છે. ગૂગલના આ સ્માર્ટ ફોન 12 ઓક્ટોબર, 2023થી માર્કેટમાં વેચાણ માટે ઉપલબ્ધ છે.

    એપલ અને સેમસંગ પણ ભારતમાં બનાવી રહ્યા છે તેમના મોબાઈલ

    નોંધનીય છે કે દિગ્ગજ ટેક કંપની એપલ પછી ગૂગલ બીજી એવી કંપની છે જે ભારતમાં Google Pixel 8 સીરીઝનું ઉત્પાદન કરવા જઈ રહી છે. Appleનો લેટેસ્ટ સ્માર્ટફોન iPhone 13 પણ ભારતમાં બની રહ્યો છે. હાલમાં તેનું ઉત્પાદન ફોક્સકોનના ચેન્નાઈ પ્લાન્ટમાં થઈ રહ્યું છે. અત્યારે એપલના લગભગ તમામ સ્માર્ટફોન ભારતમાં બની રહ્યા છે.

    એટલું જ નહીં, સેમસંગ ઇન્ડિયાએ તેની ‘મેક ફોર ધ વર્લ્ડ’ પહેલ હેઠળ ભારતમાં બનેલા મોબાઈલ હેન્ડસેટને વિદેશી બજારોમાં નિકાસ કર્યા હતા. સેમસંગે નોઈડાની નવી ફેક્ટરીમાં મોબાઈલ ફોન ઉત્પાદન ક્ષમતાને વર્તમાન 68 મિલિયન ફોન યુનિટ્સથી વધારીને 120 મિલિયન યુનિટ્સ કરવાનો લક્ષ્યાંક પણ નક્કી કર્યો હતો. તે 2020 સુધીમાં તબક્કાવાર પૂર્ણ થવાનું હતું. જોકે, કોરોના રોગચાળાને કારણે તેમાં વિલંબ થયો હતો.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં