Thursday, May 2, 2024
More
    હોમપેજદેશભારતની પ્રથમ બાયો-સાયન્સ ફિલ્મમાં નાના પાટેકર!: વિવેક અગ્નિહોત્રીએ રિલીઝ કર્યું 'ધ વેક્સિન...

    ભારતની પ્રથમ બાયો-સાયન્સ ફિલ્મમાં નાના પાટેકર!: વિવેક અગ્નિહોત્રીએ રિલીઝ કર્યું ‘ધ વેક્સિન વોર’નું ટીઝર, પ્રભાસની ‘સાલાર’ સાથે ટક્કર

    વિવેક અગ્નિહોત્રીએ કહ્યું હતું કે, 'ધ વેક્સિન વૉર' ફિલ્મમાં સ્વદેશી કોરોના રસી વિકસાવવામાં આપણા વૈજ્ઞાનિકો ઉપરાંત ખાસ કરીને મહિલા વૈજ્ઞાનિકોનું યોગદાન જોવા મળશે.

    - Advertisement -

    ‘ધ તાશ્કંદ તાશ્કંદ ફાઇલ્સ’ (The Tashkent Files, 2019) અને ‘ધ કાશ્મીર ફાઇલ્સ’ (The Kashmir Files, 2022) જેવી ફિલ્મો બનાવી ચૂકેલા વિવેક અગ્નિહોત્રી હવે ‘ધ વેક્સિન વૉર’ લઈને આવી રહ્યા છે. તેમણે ટીઝર રિલીઝ કરતી વખતે ફિલ્મની રિલીઝ ડેટ પણ જાહેર કરી છે. ‘ધ વેક્સિન વૉર’ તેમના બેનર ‘આઈ એમ બુદ્ધા’ હેઠળ રિલીઝ થઇ રહી છે. આ ફિલ્મમાં નાના પાટેકર અને પલ્લવી જોશી મુખ્ય ભૂમિકામાં જોવા મળશે. આ ફિલ્મ 28 સપ્ટેમ્બર, 2023 (ગુરુવાર) ના રોજ રિલીઝ થવાની છે.

    મહત્વનું છે કે, પ્રભાસની આગામી ફિલ્મ ‘સાલાર’ (Salaar) પણ તે દિવસે જ રિલીઝ થવાની છે, જેનું બજેટ ₹400 કરોડ છે અને તેનું નિર્દેશન ‘KGF’ ફેમ પ્રશાંત નીલ કરી રહ્યા છે. ‘ધ વેક્સિન વૉર’ના (The Vaccine War) ટીઝરની શરૂઆતમાં એક મહિલા વૈજ્ઞાનિકને કેટલાક સેમ્પલ સાથે લેબમાં જતાં જોઈ શકાય છે. ત્યારબાદ પ્રયોગ માટે એક સફેદ ઉંદરને કાચની પેટીમાંથી કાઢવામાં આવે છે. આ ફિલ્મ ભારતની પહેલી બાયો-સાયન્સ ફિલ્મ હોવાનું માનવામાં આવી રહ્યું છે.

    કોરોના રસી વિકસાવવામાં ભારતના વૈજ્ઞાનિકોના યોગદાનને દર્શાવશે આ ફિલ્મ

    આ સાથે આ ફિલ્મમાં એક સત્ય ઘટના પણ રજૂ કરવામાં આવી છે. વિવેક અગ્નિહોત્રીએ કહ્યું હતું કે, ‘ધ વેક્સિન વૉર’ ફિલ્મમાં સ્વદેશી કોરોના રસી વિકસાવવામાં આપણા વૈજ્ઞાનિકો ઉપરાંત ખાસ કરીને મહિલા વૈજ્ઞાનિકોનું યોગદાન જોવા મળશે. ફિલ્મના એક દ્રશ્યમાં અભિનેત્રી પલ્લવી જોશી પણ લિફ્ટમાં જતા જોવા મળે છે. ત્યારે નાના પાટેકરની ઝલક પણ જોવા મળી શકે છે. તેઓ ટીઝરમાં એક વરિષ્ઠ અધિકારીની ઓફિસની બહાર ઉભેલા નજરે પડે છે.

    - Advertisement -

    ટીઝરમાં જ ફિલ્મની રિલીઝ ડેટની પણ જાહેર કરવામાં આવી છે. નોંધનીય છે કે, વિવેક અગ્નિહોત્રીની ફિલ્મ ‘ધ કાશ્મીર ફાઇલ્સ’ માત્ર ₹25 કરોડના બજેટમાં બની હતી. આ ફિલ્મે દુનિયાભરમાં ₹350 કરોડની કમાણી કરી હતી. તાજેતરમાં જ વિવેક અગ્નિહોત્રીએ OTT પ્લેટફોર્મ ZEE5 પર ‘ધ કાશ્મીર ફાઇલ્સ: અનરિપોર્ટેડ’ નામની ડોક્યુમેન્ટ્રી ડ્રામા વેબ સિરીઝ રિલીઝ કરી છે. જેમાં કાશ્મીરમાં હિંદુઓ પર થયેલા અત્યાચારો અને તેમને ભગાવવામાં આવેલ ઘટનાના અનેક પુરાવા સાથે બતાવવામાં આવી છે. અને પીડિતો સાથે કરેલ વાર્તાલાપનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં