Saturday, October 5, 2024
More
    હોમપેજવગેરે...મનોરંજન‘અલ્લાહુ અકબર’ના નારા, સિલાઈ મશીન પરથી ટપકતું લોહી, જેલ લઇ જતી પોલીસ…...

    ‘અલ્લાહુ અકબર’ના નારા, સિલાઈ મશીન પરથી ટપકતું લોહી, જેલ લઇ જતી પોલીસ… કન્હૈયાલાલ તેલીની હત્યા પર બની ફિલ્મ, કેવો છે ફર્સ્ટ લૂક? 

    અભિનેતા વિજય રાજે આ ફિલ્મમાં કન્હૈયાલાલ તેલીની ભૂમિકા ભજવી છે. જોની ફાયરફોકસ ફિલ્મ્સ દ્વારા 30 માર્ચના રોજ તેનો ફર્સ્ટ લૂક રિલીઝ કરવામાં આવ્યો હતો.

    - Advertisement -

    વર્ષ 2022ની 28મી જૂન. સ્થળ- રાજસ્થાનના ઉદયપુરનું. કન્હૈયાલાલ નામના દરજીનું ઇસ્લામી કટ્ટરપંથીઓએ ‘સર તન સે જુદા’ કરી નાખ્યું હતું. તેમનો ગુનો શું હતો? માત્ર એટલો જ કે તેમણે ભાજપનાં તત્કાલીન પ્રવક્તા નૂપૂર શર્માનું સમર્થન કર્યું હતું. ઇસ્લામવાદીઓએ નૂપુર શર્માના એક નિવેદનને મારી-તોડી-મચેડીને રજૂ કરી તેમના પર ઈશનિંદાનો આરોપ લગાવ્યો અને ધાકધમકીઓ આપવામાં આવી. આ પરિસ્થિતિમાં કન્હૈયાલાલે તેમનું સમર્થન કર્યું અને એટલા માટે તેમની હત્યા કરી દેવામાં આવી. આ આખી ઘટનાને દર્શાવતી એક ફિલ્મ આવી છે, જેનું નામ છે ‘A Tailor Murder Story.’

    અભિનેતા વિજય રાજે આ ફિલ્મમાં કન્હૈયાલાલ તેલીની ભૂમિકા ભજવી છે. જોની ફાયરફોકસ ફિલ્મ્સ દ્વારા 30 માર્ચના રોજ તેનો ફર્સ્ટ લૂક રિલીઝ કરવામાં આવ્યો હતો. ફિલ્મમાં એક અતિ-મધ્યમવર્ગીય પરિવારને દર્શાવવામાં આવ્યો છે. આ પરિવારમાં એક દંપતી અને તેમનાં 2 સંતાનો છે. કન્હૈયાલાલ સાયકલ ચલાવતા નજરે પડે છે, દરમિયાન તેમની દુકાન સામેથી ‘નારા-એ-તકબીર’ અને ‘અલ્લાહ-હુ-અકબર’ના નારા લગાવતું ટોળું પસાર થઈ રહ્યું છે.

    ફિલ્મના એક દ્રશ્યમાં તેમની ધરપકડ થતી પણ જોવા મળી રહી છે. અહીં તે નોંધવું જરૂરી છે કે તે સમયની કોંગ્રેસ સરકારની પોલીસે રક્ષણ આપવાની જગ્યાએ કન્હૈયાલાલની ધરપકડ કરીને તેમને જેલમાં ધકેલી દીધા હતા. ફિલ્મ A Tailor Murder Story ફિલ્મના લેખક અને સહ-નિર્માતા ભરતસિંહ છે, અમિત જાની નિર્માતા અને જયંત શર્માએ લેખન-નિર્દેશન કર્યું છે. ફિલ્મમાં કન્હૈયાલાલની હત્યાનું દ્રશ્ય પણ દેખાડ્યું છે. દરજીકામ કરીને પોતાના પરિવારનું પેટીયુ રળતા કન્હૈયાલાલના સિલાઈ મશીન પરથી લોહીની ધારા વહેતી નજરે પડી રહી છે.

    - Advertisement -

    ફિલ્મમાં ‘ગુસ્તાખ-એ-નબી કી એક સજા-સર તન સે જુદા’ નારા પણ દર્શાવવામાં આવ્યા છે. ફર્સ્ટ લૂક વિડીયો ઉપરાંત મેકર્સે એક ‘સોશિયલ અવેરનેસ વિડીયો’ પણ પ્રસારિત કર્યો છે. આ વિડીયોમાં દર્શાવવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે કે કેવી રીતે દેશવાસીઓના વિચાર બદલાયા તો સિનેમા જગત પણ બદલાયું. બોલીવુડ પર હવે ડૉન-માફિયાઓનું નિયંત્રણ નથી રહ્યું અને ભયમુક્ત રીતે દેશમાં રાષ્ટ્રવાદી ફિલ્મો બની રહી છે. વિડીયોમાં ‘A Tailor Murder Story’ ફિલ્મનો ઉલ્લેખ કરીને કહેવામાં આવ્યું છે કે ચૂંટણીમાં મત આપતી વખતે તે ચોક્કસથી જોજો કે તમે જેને મત આપી રહ્યા છો, તે પૂર્વગ્રહ કે તૃષ્ટિકરણથી ગ્રસ્ત તો નથી ને.”

    વિડીયોમાં દર્શાવવામાં આવ્યું છે કે કેવી રીતે કન્હૈયાલાલ તૈલી સુરક્ષા માંગવા જાય છે અને પોલીસ તેમની ઠેકડી ઉડાડે છે. તે સમયે કોંગ્રેસનું રાજ હતું અને અશોક ગેહલોત મુખ્યમંત્રી હતા. વિડીયોમાં બતાવવામાં આવ્યું છે કે કોંગ્રેસ સરકાર હત્યારાઓમાં વોટ બેંક જોતી રહી અને કન્હૈયાલાલનો પરિવાર કરગરતો રહ્યો. હિંદુઓને કાફિર કહીને તેમના પ્રત્યે કેવી રીતે ઘૃણા કરવામાં આવે છે તે પણ દર્શાવવામાં આવ્યું છે. વિડીયોમાં કહેવામાં આવ્યું છે કે, “તૃષ્ટિકરણની રાજનીતિ કરતી સરકાર અને નીતિગત રાજનીતિવાળી સરકારમાં કેટલું અંતર હોય છે. તેમના તાબામાં આવતી પોલીસ પણ અલગ હોય છે.”

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં