Wednesday, November 13, 2024
More
    હોમપેજવગેરે...મનોરંજન‘અહિંસા પરમો ધર્મ; ધર્મ હિંસા તથૈવ ચ’: સોમનાથ મંદિર પર ફિલ્મની જાહેરાત,...

    ‘અહિંસા પરમો ધર્મ; ધર્મ હિંસા તથૈવ ચ’: સોમનાથ મંદિર પર ફિલ્મની જાહેરાત, ઇસ્લામિક આક્રાંતાના હુમલા બાદ મંદિર બચાવવા થયેલા યુદ્ધ પર પ્રકાશ પાડશે ‘ધ બેટલ સ્ટોરી ઑફ સોમનાથ’

    ફિલ્મના ઇંટ્રોડોક્શન પરથી જાણવા મળે છે કે તે સોમનાથ જ્યોતિર્લિંગના ઇતિહાસથી લઈને ઇસ્લામિક આક્રાંતાઓના હુમલા, યુદ્ધ અને ત્યારબાદ ફરીથી સરદાર પટેલના હાથે થયેલા જીર્ણોદ્ધાર પર આધારિત હશે.

    - Advertisement -

    તાજેતરમાં ભારતીય સંસ્કૃતિ અને ઇતિહાસને પ્રતિબિંબિત કરતી અનેક ફિલ્મ આવી છે ત્યારે આવી વધુ એક ફિલ્મની જાહેરાત થઇ છે. ‘ધ બેટલ સ્ટોરી ઑફ સોમનાથ’ ફિલ્મ પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ પર ઇસ્લામિક આક્રાંતાઓ દ્વારા થયેલા હુમલાઓ અને મંદિર બચાવવા માટે થયેલા યુદ્ધની આસપાસ બનાવવામાં આવી છે. 

    ફિલ્મ ક્રિટીક તરણ આદર્શે એક ટ્વિટમાં આ જાણકારી આપી હતી. ફિલ્મ ‘2 ઈડિયટ્સ ફિલ્મ્સ’ અને મનિષ મિશ્રા દ્વારા બનાવવામાં આવી છે, જ્યારે તેના ડાયરેક્ટર છે અનુપ થાપા. રણજિત શર્મા તેના કો-પ્રોડ્યુસરની ભૂમિકામાં છે. જાણવા મળ્યા અનુસાર, આ ફિલ્મ હિન્દી અને તેલુગુ સિવાય અન્ય 10 ભાષાઓમાં રિલીઝ કરવામાં આવશે, જેમાંથી એક ગુજરાતી પણ છે. અન્ય ભાષાઓમાં તમિલ, મલયાલમ, કન્નડ, મરાઠી, બંગાળી, આસામી, ઓડિયા, પંજાબી અને નેપાળીનો સમાવેશ થાય છે. 

    ફિલ્મનો પરિચય આપતો 1:43 મિનિટનો એક વિડીયો પણ જારી કરવામાં આવ્યો છે. જેમાં શરૂઆતમાં બેકગ્રાઉન્ડમાં समुद्रतीरे शशिना प्रतिष्ठित, प्रभासतीर्थे परमं पवित्रम्… શ્લોક સાંભળવા મળે છે. ત્યારબાદ સોમદેવ, રાવણ અને ભગવાન શ્રીકૃષ્ણનો ઉલ્લેખ જોવા મળે છે. જે પછી મહેમૂદ ગઝની દ્વારા મંદિર પર થયેલા હુમલાની અને હિંદુઓએ મંદિર બચાવવા માટે લડેલા યુદ્ધની વાત આવે છે. આ દરમિયાન બેકગ્રાઉન્ડમાં ‘અહિંસા પરમો ધર્મ, ધર્મ હિંસા તથૈવ ચ..’ વાગતું સંભળાય છે. અંતે કઈ રીતે તત્કાલીન નાયબ વડાપ્રધાન સરદાર પટેલે સોમનાથ મંદિરનો જીર્ણોદ્ધાર કરાવ્યો હતો તેનો ઉલ્લેખ જોવા મળે છે. 

    - Advertisement -

    ફિલ્મના ઇંટ્રોડોક્શન પરથી જાણવા મળે છે કે તે સોમનાથ જ્યોતિર્લિંગના ઇતિહાસથી લઈને ઇસ્લામિક આક્રાંતાઓના હુમલા, યુદ્ધ અને ત્યારબાદ ફરીથી સરદાર પટેલના હાથે થયેલા જીર્ણોદ્ધાર પર આધારિત હશે. ફિલ્મ ક્યારે રિલીઝ થશે તેની જાણકારી હજુ સુધી મળી શકી નથી. ટૂંક સમયમાં જ તેનું ટીઝર લૉન્ચ કરવામાં આવશે. 

    ફિલ્મના ડાયરેક્ટર અનુપ થાપાએ કહ્યું કે, ફિલ્મની વાર્તા મહેમૂદ ગઝનીના હુમલાની આસપાસ હશે પરંતુ એવી રીતે બનાવવામાં આવી છે કે પહેલાં કોઈ ઇતિહાસ પર આધારિત ફિલ્મમાં જોવા નહીં મળ્યું હોય. તેમણે કહ્યું કે, આ ફિલ્મ દર્શકો સામે ભારતીય ઇતિહાસની એવી વાતો રજૂ કરશે જે કાં તો ભુલાવી દેવામાં આવી છે અથવા ઇતિહાસકારો દ્વારા ભેળસેળ કરીને કહેવામાં આવી છે. તેમણે હજુ ફિલ્મની રિલીઝ ડેટ જાહેર કરી નથી. 

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં