Friday, October 11, 2024
More
    હોમપેજવગેરે...મનોરંજન‘ટાઈગર 3’ જોવા ગયેલા સલમાન ખાનના ચાહકોએ થિયેટરમાં ફટાકડા ફોડ્યા, ભાગતા જોવા...

    ‘ટાઈગર 3’ જોવા ગયેલા સલમાન ખાનના ચાહકોએ થિયેટરમાં ફટાકડા ફોડ્યા, ભાગતા જોવા મળ્યા લોકો: વીડિયો વાયરલ

    વીડિયો મહારાષ્ટ્રના નાસિક જિલ્લાના માલેગાંવના મોહન સિનેમાનો હોવાનું કહેવાય છે. જેમાં થીયેટરની અંદર ચાલુ ફિલ્મે અમુક લોકો ફટાકડા ફોડતા જોવા મળે છે. દરમ્યાન, બૉમ્બ, ફટાકડા, રૉકેટ વગેરે ફૂટતાં દેખાય છે.

    - Advertisement -

    રવિવારે (12 નવેમ્બર, 2023) દેશભરમાં રિલિઝ થયેલી સલમાન ખાનની ફિલ્મ ‘ટાઇગર 3’ના સ્ક્રિનિંગ દરમિયાન મહારાષ્ટ્રના માલેગાંવના એક થિયેટરમાં ફટાકડા ફોડવાનો મામલો સામે આવ્યો છે. ફિલ્મમાં સલમાનની એન્ટ્રી થતાં જ ચાહકોએ સિનેમાઘરની અંદર જ ફટાકડા ફોડવાના શરૂ કરી દીધા હતા, જેના કારણે નાસભાગ મચી ગઈ. આ ઘટનાના વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થયા છે. 

    આ વીડિયો મહારાષ્ટ્રના નાસિક જિલ્લાના માલેગાંવના મોહન સિનેમાનો હોવાનું કહેવાય છે. જેમાં થીયેટરની અંદર ચાલુ ફિલ્મે અમુક લોકો ફટાકડા ફોડતા જોવા મળે છે. દરમ્યાન, બૉમ્બ, ફટાકડા, રૉકેટ વગેરે ફૂટતાં દેખાય છે. તેમજ લોકો અધવચ્ચેથી જ બચવા માટે ભાગતા જોવા મળે છે. લગભગ એકથી દોઢ મિનીટ સુધી આ ચાલે છે અને લોકોમાં નાસભાગ મચી જાય છે. 

    આ ભયાનક વીડિયો સામે આવ્યા બાદ પોલીસે તપાસ શરૂ કરી છે. ઇન્ડિયા ટુડેના રિપોર્ટ અનુસાર, આ મામલે પોલીસ મથકે IPC કલમ 112 હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે અને 2 વ્યક્તિઓને કસ્ટડીમાં પણ લેવામાં આવ્યા છે. જોકે, રિપોર્ટ્સમાં એમ પણ જણાવવામાં આવ્યું છે કે માત્ર આ થીયેટરમાં જ નહીં પરંતુ દેશમાં અન્ય ઠેકાણે પણ આ પ્રકારની ઘટનાઓ બની હતી અને સલમાનની ફિલ્મ દરમિયાન ચાહકોએ ફટાકડા ફોડ્યા હતા. 

    - Advertisement -

    આ તમામ વીડિયો સોશિયલ મીડિયા પર ફરતા થયા છે. પરંતુ હિંદુ તહેવાર દરમિયાન ખુલ્લામાં ફટાકડા ફૂટવા પર પણ છાતી પીટનારાઓ આ ઘટના પર ચૂપ જણાઈ રહ્યા છે.

    જોકે, આ પહેલી વખત નથી કે સલમાન ખાનની ફિલ્મ વખતે ચાહકોએ થિયેટરમાં ફટાકડા ફોડીને ઉત્પાત મચાવ્યો હોય. આ પહેલાં પણ આ પ્રકારની ઘટનાઓ બની ચૂકી છે.  

    ‘ટાઇગર 3’ ફિલ્મની વાત કરવામાં આવે તો તેને મનીષ શર્મા દ્વારા નિર્દેશિત કરવામાં આવી છે અને 2017માં આવેલી ફિલ્મ ‘ટાઇગર ઝિંદા હૈ’ની સિક્વલ છે. YRS સ્પાય યુનિવર્સની આ પાંચમી જ્યારે ટાઇગર સીરીઝની ત્રીજી ફિલ્મ છે. પહેલી ફિલ્મ ‘એક થા ટાઇગર’ આવી હતી, જેમાં પણ સલમાન ખાન અને કેટરીના કૈફ જોવા મળ્યાં હતાં. સ્ક્રીનપ્લે શ્રીધર રાઘવને લખ્યો છે અને ડાયલૉગ્સ અંકુર ચૌધરીએ. વાર્તા આદિત્ય ચોપરાની છે. 

    ફિલ્મમાં સલમાન ખાન, કેટરીના કૈફ અને ઇમરાન હાશમી મુખ્ય ભૂમિકામાં છે. આ ઉપરાંત, રેવતી, સિમરન, રિદ્ધિ ડોગરા, વિશાલ જેઠવા, કુમુદ મિશ્રા, રણવીર શોરે અને આમિર બશીર સપોર્ટિંગ રોલમાં છે. ફિલ્મે પહેલા દિવસે ₹44.5 કરોડની કમાણી કરી હતી. 

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં