Friday, April 19, 2024
More
    હોમપેજવગેરે...મનોરંજનઆવજો રાજુ શ્રીવાસ્તવ: 10 ઓગસ્ટથી દિલ્હી એઇમ્સમાં સારવાર લઇ રહેલ 58 વર્ષીય...

    આવજો રાજુ શ્રીવાસ્તવ: 10 ઓગસ્ટથી દિલ્હી એઇમ્સમાં સારવાર લઇ રહેલ 58 વર્ષીય ‘ગજોધર ભૈયા’એ લીધા અંતિમ શ્વાસ

    શ્રીવાસ્તવ 2005માં કોમેડી શો ‘ધ ગ્રેટ ઈન્ડિયન લાફ્ટર ચેલેન્જ’માં ભાગ લીધા બાદ ઘરગથ્થુ નામ બની ગયા હતા અને ઘણીવાર તેમના સ્ક્રીન નામ 'ગજોધર ભૈયા'થી ઓળખાય છે.

    - Advertisement -

    બુધવાર (21 સપ્ટેમ્બર)ના રોજ જાણીતા હાસ્ય કલાકાર રાજુ શ્રીવાસ્તવનું નિધન થયું છે. 10 ઓગસ્ટના રોજ આવેલ હાર્ટ એટેકના કારણે તેઓ દિલ્હીની એઇમ્સમાં હતા ભરતી. તેમના પરિવારે પણ અહેવાલોની પુષ્ટિ કરી છે.

    લગભગ એક મહિના સુધી હોસ્પિટલમાં રહ્યા બાદ કોમેડિયન રાજુ શ્રીવાસ્તવનું નિધન થયું છે. 10મી ઓગસ્ટના રોજ કસરત કરતી વખતે તેમને હાર્ટ એટેક આવ્યો હતો. તેઓ ટ્રેડમિલ પર તેમની નિયમિત કસરત કરી રહ્યા હતા ત્યાં જ નીચે પડી ગયા હતા. તેમને દિલ્હીની એઈમ્સ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા જ્યાં તેમણે બુધવારે અંતિમ શ્વાસ લીધા હતા.

    રાજુ શ્રીવાસ્તવના પિતરાઈ ભાઈએ અગાઉ પીટીઆઈને જણાવ્યું હતું કે, “તે તેની નિયમિત કસરત કરી રહ્યો હતો અને જ્યારે તે ટ્રેડમિલ પર હતો ત્યારે તે અચાનક નીચે પડી ગયો. તેને હાર્ટ એટેક આવ્યો અને તેને તાત્કાલિક એઈમ્સ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો.” હવે તેમના નિધનના અહેવાલોની પુષ્ટિ તેમના પરિવાર દ્વારા પણ કરવામાં આવી છે.

    - Advertisement -

    જ્યારે તેમની તબિયત સુધરી રહી હતી અને 25 ઓગસ્ટના રોજ તેઓ ભાનમાં આવ્યા હતા, ત્યારે આ મહિનાની શરૂઆતમાં હળવા તાવને કારણે તેમને ફરીથી વેન્ટિલેટર પર મૂકવામાં આવ્યા હતા.

    શ્રીવાસ્તવ 2005માં કોમેડી શો ‘ધ ગ્રેટ ઈન્ડિયન લાફ્ટર ચેલેન્જ’માં ભાગ લીધા બાદ ઘરગથ્થુ નામ બની ગયા હતા અને ઘણીવાર તેમના સ્ક્રીન નામ ‘ગજોધર ભૈયા’થી ઓળખાય છે. ભારતીય ટેલિવિઝનમાં એક હાસ્ય કલાકાર તરીકે તેમણે પોતાની એક આગવી છાપ ઉભી કરવામાં સફળ રહ્યા હતા. તેમના પરિવારમાં તેમની પત્ની અને બે બાળકો છે.

    તેઓ “મૈંને પ્યાર કિયા”, “બાઝીગર”, “બોમ્બે ટુ ગોવા” (રીમેક) અને “આમદાની અથની ઘરચા રૂપૈયા” જેવી હિન્દી ફિલ્મોમાં જોવા મળ્યા હતા. તેઓ “બિગ બોસ” સીઝન ત્રણના સ્પર્ધકોમાંથી એક હતા. તેઓ ઉત્તર પ્રદેશ ફિલ્મ વિકાસ પરિષદના અધ્યક્ષ પણ હતા.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં