Saturday, April 27, 2024
More
    હોમપેજદેશ'યહાં કે મગરમચ્છ હમ હૈ...': JNU - જહાંગીર નેશનલ યુનિવર્સિટી ફિલ્મનું ટીઝર...

    ‘યહાં કે મગરમચ્છ હમ હૈ…’: JNU – જહાંગીર નેશનલ યુનિવર્સિટી ફિલ્મનું ટીઝર થયું રિલીઝ, ટુકડે-ટુકડે ગેંગના મનસૂબાઓ થશે બેનકાબ

    'JNU'ના ટીઝરમાં યુનિવર્સિટીના વિદ્યાર્થીઓની સ્ટોરી બતાવવામાં આવી છે, જે ક્લાસરૂમ કરતાં વધુ સમાચારોમાં રહે છે. આ ફિલ્મ 'JNU'માં અભ્યાસના નામે થઈ રહેલી રાજનીતિને ઉજાગર કરશે. આ સાથે ટીઝરમાં ચૂંટણી દરમિયાનનો માહોલ પણ બતાવવામાં આવ્યો છે.

    - Advertisement -

    ઉર્વશી રૌતેલા અને વિનય શર્માની ફિલ્મ ‘JNU: જહાંગીર નેશનલ યુનિવર્સિટી’ (Jahangir National University) ઘણા સમયથી ચર્ચામાં છે. હવે આ ફિલ્મનું ટીઝર મંગળવારે (19 માર્ચ 2024) રિલીઝ કરવામાં આવ્યું છે. તેના ટીઝરમાં વિદ્યાર્થી રાજકારણ અને યુનિવર્સિટીની અંદર ચાલી રહેલા રાજકારણને બતાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. આ ફિલ્મમાં, કોલેજ જતા તે વિદ્યાર્થીઓનો ચહેરો બતાવવામાં આવશે, જેઓ રોમાન્સથી દૂર રાજકારણ વિશે શું વિચારે છે અને શું કરવા માંગે છે. તેમજ JNU જેવી યુનિવર્સિટી કેવી રીતે ‘રાષ્ટ્ર વિરોધી પ્રવૃત્તિઓ’નો અડ્ડો બની ગઈ છે તેની સ્ટોરી પણ આ ફિલ્મમાં બતાવવામાં આવશે.

    ‘JNU’ના ટીઝરમાં યુનિવર્સિટીના વિદ્યાર્થીઓની સ્ટોરી બતાવવામાં આવી છે, જે ક્લાસરૂમ કરતાં વધુ સમાચારોમાં રહે છે. આ ફિલ્મ ‘JNU’માં અભ્યાસના નામે થઈ રહેલી રાજનીતિને ઉજાગર કરશે. આ સાથે ટીઝરમાં ચૂંટણી દરમિયાનનો માહોલ પણ બતાવવામાં આવ્યો છે. આ ફિલ્મના ટીઝરના એક સીનમાં ટીવીની વહુ રશ્મિ દેસાઈ પણ જોવા મળે છે, જે કહેતી જોવા મળે છે કે, ઇલેક્શન જીતવા માટે જે જરૂરી હોય તે તમામ કરો. સાથે એક ડાયલોગ એવો પણ છે કે, “યહાં કે મગરમચ્છ હમ હૈ.” એટલું જ નહીં, ફિલ્મના એક સીનમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું એક મોટું હોર્ડિંગ પણ દેખાઈ રહ્યું છે. એકંદરે આ ફિલ્મ ‘JNU’ અને ભારતીય રાજકારણમાં તેના મહત્વ પર કેન્દ્રિત છે.

    આ ફિલ્મના ટીઝરમાં રવિ કિશન પણ પોલીસની ભૂમિકામાં એકદમ પરફેક્ટ દેખાઈ રહ્યા છે. આ સિવાય ટીઝરમાં ઉર્વશી રૌતેલાની ઝલક પણ જોવા મળી છે, જેને જોઈને લાગે છે કે તે ફિલ્મમાં રિપોર્ટરની ભૂમિકામાં જોવા મળશે. ખાસ વાત એ છે કે, જે મુદ્દાઓ માટે JNU જાણીતી હતી તે જ મુદ્દાઓ આ ફિલ્મમાં બતાવવામાં આવશે, જેમાં બોલિવૂડના ટોચના કલાકારો જોવા મળશે. આ ફિલ્મ 5 એપ્રિલે સિનેમાઘરોમાં આવશે.

    - Advertisement -

    નોંધનીય છે કે, આ ફિલ્મનું પોસ્ટર 12 માર્ચ 2024ના રોજ રિલીઝ કરવામાં આવ્યું હતું. જેમાં એક હાથમાં ભારતનો નકશો પકડાયેલો જોવા મળ્યો હતો. ફિલ્મનું પોસ્ટર રિલીઝ થતાની સાથે જ વાયરલ થઈ ગયું હતું. JNU ફિલ્મનું ટીઝર રિલીઝ થઈ ગયું છે, જેણે રિલીઝ થતાની સાથે જ સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી દીધી છે.

    ફિલ્મ ‘JNU: જહાંગીર નેશનલ યુનિવર્સિટી’ મહાકાલ મૂવીઝના બેનર હેઠળ બની છે. આ ફિલ્મનું નિર્દેશન વિનય શર્માએ કર્યું છે. તેનું નિર્માણ પ્રતિમા દત્તાએ કર્યું છે. આ ફિલ્મ આ વર્ષે 5 એપ્રિલે સિનેમાઘરોમાં રિલીઝ થવાની છે. ફિલ્મનું શૂટિંગ શિડ્યુલ પૂર્ણ થઈ ગયું છે. પાર્થ નવલેએ સિનેમેટોગ્રાફીની જવાબદારી લીધી છે અને સંજય સાંકલાએ એડિટિંગની જવાબદારી લીધી છે. આ કલાકારોમાં ઉર્વશી રૌતેલા, સિદ્ધાર્થ બોડકે, રવિ કિશન, પીયૂષ મિશ્રા, વિજય રાઝ, રશ્મિ દેસાઈ, સોનાલી સહગલ અને બીજા ઘણા નામો સામેલ છે. આ ફિલ્મના ટીઝરને પણ સોશિયલ મીડિયા પર જોરદાર પ્રતિસાદ મળી રહ્યો છે.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં