Monday, April 29, 2024
More
    હોમપેજક્રાઈમ'ભારતમાં આજકાલ માત્ર 2 પતિઓ જ અગત્યના, સીતાનો અને નીતાનો': વિરલ ભાયાણીએ...

    ‘ભારતમાં આજકાલ માત્ર 2 પતિઓ જ અગત્યના, સીતાનો અને નીતાનો’: વિરલ ભાયાણીએ પહેલા હિંદુઓની ઉડાવી મજાક, વિવાદ વધતા માંગી માફી

    વિરલ ભાયાણી એક ફોટોગ્રાફર અને કન્ટેન્ટ ક્રીએટર છે. તેને બૉલીવુડના એક ફેમસ પેપરાઝી તરીકે ઓળખવામાં આવે છે.

    - Advertisement -

    આજકામ કોઇ પણ વાતે કારણ હોય કે ના હોય હિંદુ ધર્મ અને તેના ભગવાનોની મજાક ઉડાવવાનો જાણે એક ટ્રેન્ડ બની ગયો છે. સોશિયલ મીડિયામાં વાઇરલ થવા માટે અમુક તત્વો આવા કામ કરતા હોય છે. આ જ હરોળમાં હવે એક નવુ નામ જોડાયું છે- વિરલ ભાયાણી, જે બોલિવુડના એક પ્રસિદ્ધ પત્રકાર છે. જેણે પોતાના સોશિયલ મીડિયા પર એવી એક સ્ટોરી મૂકી જેનો ખુબ વિરોધ થયો અને આખરે તેણે માફી માંગવી પડી.

    વિરલ ભાયાણીના પેજ પરથી સ્ટોરીમાં લખવામાં આવ્યું હતું, “આજકાલ ભારતમાં ફક્ત 2 પતિ જ મહત્વ ધરાવે છે. એક સીતાનો અને બીજો નીતાનો.” આ સ્ટોરી પોસ્ટ કર્યા બાદ તેનો સ્ક્રીનશોટ સોશિયલ મીડિયા પર વાયરલ થવા લાગ્યો હતો. વિરલ ભાયાણીને ટેગ કરીને સ્ટોરી ડિલીટ કરવાનું કહેવામાં આવ્યું હતું.

    જ્યારે વિવાદ વકર્યો ત્યારે વિરલ ભાયાણીના પેજ સંબંધી આ ટ્વીટની નીચે લોકો ટ્વિટ કરીને માફી માંગવાની માંગ કરવા માંડ્યા. જેમ રેન્ડમ સેનાએ આ મુદ્દો ઉઠાવ્યો અને સ્ટોરીનો સ્ક્રીનશોટ શેર કર્યો અને લખ્યું, “વિરલ ભાયાણી આ સ્ટોરી ડીલીટ કરો અને માફી માગો નહીંતર કાનૂની કાર્યવાહીનો સામનો કરવા તૈયાર રહો. અમને તમારું સરનામું પણ ખબર છે.”

    - Advertisement -

    જે બાદ વિવાદ એટલો વધી ગયો કે આ ટ્વીટની નીચે હજારોની સંખ્યામાં હિંદુ યુઝર્સે વિરલ ભાયાણીને ટેગ કરીને તેણે માફી માંગવી જોઈએ તેવી માંગ કરી. ટૂંક જ સમયમાં ભાયાણી અને તેની ટીમ જાણી ગઈ કે હવે મામલો હાથની બહાર છટકી ગયો છે. માટે પહેલા તો તેઓએ વિવાદાસ્પદ સ્ટોરી ડિલિટ કરી અને રેન્ડમસેનાના આ ટ્વીટ નીચે બે હાથ જોડીને માફી માંગતા લખ્યું કે, “કોઈને દુઃખ થયું હોય તો માફ કરશો. હું ખૂબ જ દિલગીર છું અને સ્ટોરી ડિલિટ કરી નાખી છે.”

    છતાંય હજુ હિંદુ યુઝર્સનો ગુસ્સો શાંત ના થતાં તેણે વધુ બે ટ્વીટ કરીને માફી માંગી હતી. એકમાં લખ્યું હતું, “સ્ટોરી મુકવા બદલ હું મારી ટીમ અને મારી વતી દિલથી માફી માંગુ છું. તે માત્ર એક ફોરવર્ડ મેસેજ હતો અને મારી ટીમે અજાણતાં તેને મૂક્યો હતો. પરંતુ મને સમજાયું કે તે ખોટું હતું અને શ્રીરામના પ્રખર અનુયાયી હોવાને કારણે હું સમજું છું કે મેં ધાર્મિક લાગણીઓને ઠેસ પહોંચાડી છે.”

    જ્યારે બીજામાં તેણે જ્યાં સ્ટોરી મૂકીને હિંદુઓનું અપમાન મૂક્યું હતું ત્યાં જ મૂકેલી નવી સ્ટોરીનો સ્ક્રીનશોટ મૂક્યો, જેમાં તેણે લખ્યું હતું કે, “હું તે સ્ટોરી માટે માફી માંગું છું. પરંતુ મારી ભાવના કોઇની પણ ધાર્મિક લાગણીઓને ઠેસ પહોંચાડવાની નહોતી.”

    નોંધનીય છે કે વિરલ ભાયાણી એક ફોટોગ્રાફર અને કન્ટેન્ટ ક્રીએટર છે. તેને બૉલીવુડના એક ફેમસ પેપરાઝી તરીકે ઓળખવામાં આવે છે. તેમણે પહેલા મીડિયા હાઉસ માટે એક પત્રકાર તરીકે પોતાનું કૅરિયર શરૂ કર્યું. હવે તેમની પોતાની એક ટીમ છે જે ફિલ્મ જગતની હસ્તીઓ સાથે જોડાયેલી દરેક માહિતી સૌથી પહેલા દર્શકો સુધી પહોચાડવાના પ્રયત્નમાં રહે છે.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં