Sunday, October 13, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટએક્ટ્રેસ હિમાંશી ખુરાના અને અસીમ રિયાઝનું બ્રેકઅપ: સોશિયલ મીડિયામાં આપ્યુ ‘અલગ ધર્મ’નું...

    એક્ટ્રેસ હિમાંશી ખુરાના અને અસીમ રિયાઝનું બ્રેકઅપ: સોશિયલ મીડિયામાં આપ્યુ ‘અલગ ધર્મ’નું કારણ તો કટ્ટરપંથી ફેન્સે સંભળાવી ખરી ખોટી

    મોઈન ખાન નામનો એક વ્યક્તિ લખે છે કે, 'આંટી જ્યારે 4 વર્ષ પહેલાં પ્રેમ કર્યો હતો ત્યારે ન હતો તમારો ધર્મ..... હવે ફેમ મળી ગઈ તો અલગ મજહબનું ટેગ લગાવ્યું.'

    - Advertisement -

    બહુ ચર્ચિત શો બિગ બોસની સીઝન 13થી પ્રેમસંબંધમાં પડેલા અસીમ રિયાઝ અને હિમાંશી ખુરાના વચ્ચે બ્રેકઅપ થઇ ગયું છે. આ વિષયે બંને લોકોને પોતાના સોશિયલ મીડિયા પર જાણકારી આપી છે. હિમાંશી ખુરાનાએ જણાવ્યું છે કે બંને એકબીજાના ધર્મનું સન્માન કરતા હવે એકબીજાથી અલગ થઇ રહ્યા છે. ત્યારે આ વિષયમાં હવે અસીમ રિયાઝના કટ્ટરપંથી ફેન્સ દ્વારા હિમાંશી ખુરાનાનું ટ્રોલિંગ થઇ રહ્યું છે.

    હિમાંશીએ સોશિયલ મીડિયા પોસ્ટમાં જણાવ્યું, “હા, અમે હવે સાથે નથી, જેટલો સમય અમે સાથે વિતાવ્યો એટલો સમય શ્રેષ્ઠ હતો. પરંતુ હવે એ પૂરો થઇ ગયો છે. અમારી અત્યાર સુધીની યાત્રા શ્રેષ્ઠ હતી અને હવે અમે જીવનમાં આગળ વધી રહ્યા છે. અમે બંને એકબીજાના ધર્મને સન્માન આપતા અને અમારા ધાર્મિક વિશ્વાસને ધ્યાને રાખી અમારા પ્રેમની કુરબાની આપી રહ્યા છે. અમારા મનમાં એકબીજા માટે કોઈ દ્રેષ નથી. સૌને અનુરોધ છે કે અમારી સંબંધોની પ્રાઈવસીનું સન્માન કરે”

    હિમાંશીએ બીજી એક પોસ્ટમાં લખ્યું, “અમે બંનેએ ઘણો પ્રયત્ન કર્યો પરંતુ આનું કોઈ સમાધાન નીકળી રહ્યું નથી.” વધુમાં તેમણે લખ્યું, “અમે ખુબ પ્રયાસો કર્યા, પરંતુ અમે આનું ઓ કોઈ સમાધાન મેળવી શક્યા નહિ, અમે એકબીજાને પ્રેમ કરીએ છીએ પરંતુ કિસ્મત સાથ આપી રહી નથી. કોઈ નફરત નથી, ફક્ત પ્રેમ છે. આ એક પરિપક્વ નિર્ણય છે.”

    - Advertisement -

    અસીમના ફેન્સ કરી રહ્યા છે હિમાંશીને ટ્રોલ

    એકબાજુ જ્યાં હિમાંશી ખુરાનાએ આ પ્રકારની પોસ્ટ કરી છે ત્યાં બીજી બાજુ અસીમ રિયાઝ દ્વારા હજી સુધી કોઈ પ્રતિક્રિયા આપવામાં આવી નથી. ત્યારે હવે સોશિયલ મીડિયામાં હિમાંશીની પોસ્ટ પર અસીમના ફેન્સ દ્વારા વિચિત્ર કોમેન્ટ્સ થઇ રહી છે.

    મોઈન ખાન નામનો એક વ્યક્તિ લખે છે કે, ‘આંટી જ્યારે 4 વર્ષ પહેલાં પ્રેમ કર્યો હતો ત્યારે ન હતો તમારો ધર્મ….. હવે ફેમ મળી ગઈ તો અલગ મજહબનું ટેગ લગાવ્યું.’

    ઇમરાન ખાન નામનો વ્યક્તિ લખે છે, ‘જ્યારથી તું છે અસીમનું કામ અને નામ ઓછું થઇ ગયું હતું. તું જઈશ તો તો કામ વધશે.’

    ઉલ્લેખનીય છે કે હિમાંશી ખુરાના એક પંજાબી શિખ પરિવારમાંથી આવે છે. જ્યારે અસીમ રિયાઝ એક કાશ્મીરી મુસ્લિમ છે.

    બંનેની મુલાકાત બિગ બોસ નામના રીયાલીટી શોમાં થઇ હતી. જે પછીથી પ્રેમસબંધમાં પરિણમી હતી. હિમાંશીએ અસીમ માટે તેના પૂર્વ બોયફ્રેન્ડને પણ છોડી દીધો હતો. બિગબોસમાંથી નીકળ્યા પછી બંનેએ ઘણા આલ્બમ સોંગ પણ સાથે કર્યા. પરંતુ હવે બંનેએ અલગ ધર્મનું કારણ આપી સંબંધનો અંત લાવી દીધો છે.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં