Wednesday, July 17, 2024
More
  હોમપેજવગેરે...મનોરંજનગદર-2નું ટીઝર રિલીઝ, જોવા મળી તારા સિંહની ધમાકેદાર એન્ટ્રી: આ વખતે હેન્ડપમ્પથી...

  ગદર-2નું ટીઝર રિલીઝ, જોવા મળી તારા સિંહની ધમાકેદાર એન્ટ્રી: આ વખતે હેન્ડપમ્પથી નહીં રથના પૈંડાથી ધૂળ ચટાડશે

  સની દેઓલની એ જ જૂની એક્શન જે તેણે પહેલી ગદરમાં કરી હતી તે ફિલ્મમાં પણ બતાવવામાં આવી હતી. જોકે આ વખતે હેન્ડપંપને બદલે રથનું પૈડું છે. અંતે, તે કબર પાસે હાથ જોડીને જોવા મળે છે અને ગીત વાગે છે - 'ઓહ ઘર આજા પરદેશી.'

  - Advertisement -

  13 વર્ષના લાંબા અંતરાલ બાદ હવે દર્શકોને તારા સિંહ ફરીથી મોટા પડદા પાર જોવા મળવાનો છે. ખુબ લાંબી રાહ જોવડાવ્યા બાદ આખરે સન્ની દેઓલ સ્ટારર સુપર સુપરહિટ ફિલ્મ ‘ગદર’ ના આગલા ભાગ ‘ગદર 2’ની રિલીઝ ડેટ (Gadar 2 release date) જાહેર કરવામાં આવી છે. જે છે 11 ઓગસ્ટ 2023. આ સાથે જ ફિલ્મ ‘ગદર 2’નું ટીઝર પણ લોન્ચ કરવામાં આવ્યું છે.

  યુટ્યુબ પર જે પ્રોડક્શન હાઉસ અંર્ગત આ ફિલ્મ બની રહી છે એ ઝી સ્ટુડિયોઝ એ પોતાના એકાઉન્ટ પર આ ટીઝર મૂક્યું છે. 1 મિનિટ અને 8 સેકન્ડના આ ટિઝરને જોઈને દર્શકો ખાસ ઉત્સાહિત જણાઈ રહ્યા છે. લોકોને તેમના ડાયલોગ્સ એટલા પસંદ આવી રહ્યા છે કે માત્ર 4 કલાક જેટલા ટૂંકા સમયમાં આ વીડિયોને 30 લાખ 80 હજારથી વધુ વાર જોવામાં આવી ચૂક્યું છે.

  ‘ગદર 2’નું ટીઝર જોઈએ તો તેમાં 1971ના સમયની સાથે ‘Tara Singh Is Back’ લખેલું જોવા મળે છે. વીડિયોની શરૂઆતમાં, એક મહિલાનો અવાજ આવે છે, “જમાઈ છે, તે પાકિસ્તાનનો છે, તેને નાળિયેર આપો, ટીકો લગાવો, નહીંતર આ વખતે તે તમને દહેજમાં લાહોર લઈ જશે.” શક્ય છે કે દર્શકોને આ ડાયલોગ પસંદ આવ્યો હોય.

  - Advertisement -

  આ પછી, પાકિસ્તાનના ઇસ્લામિક કટ્ટરપંથીઓ ‘ભારતને કચડી નાખો’ અને ‘આગામી જુમ્મા દિલ્હીમાં’ જેવા નારા લગાવતા જોઈ શકાય છે. સની દેઓલની એ જ જૂની એક્શન જે તેણે પહેલી ગદરમાં કરી હતી તે ફિલ્મમાં પણ બતાવવામાં આવી હતી. જોકે આ વખતે હેન્ડપંપને બદલે રથનું પૈડું છે. અંતે, તે કબર પાસે હાથ જોડીને જોવા મળે છે અને ગીત વાગે છે – ‘ઓહ ઘર આજા પરદેશી.’

  અહેવાલો અનુસાર, ફિલ્મમાં ભારતના ભાગલા અને બંને દેશોના લોકોના જીવન પર તેની અસરને દર્શાવવામાં આવી છે. સની દેઓલે આ ફિલ્મ વિશે જણાવ્યું છે કે “આ ફિલ્મ, ‘ગદર 2’, તેના પહેલા ભાગની વાર્તાનું વિસ્તરણ છે. ભારતની સૌથી પ્રિય પારિવારિક ફિલ્મોમાંની એકને પાછી લાવવા માટે સક્ષમ થવું એ આશીર્વાદ છે. આ ફિલ્મ હંમેશા પ્રેમ, હિંમત અને દેશભક્તિની પ્રેરણાદાયી વાર્તા બની રહેશે. આશા છે કે વિશ્વ તારા અને સકીનાનું ખુલ્લા હાથે સ્વાગત કરશે.”

  2001 માં રિલીઝ થઇ હતી ‘ગદર’

  ઓરીજનલ ગદર ફિલ્મ વર્ષ 2001 માં રિલીઝ થઇ હતી. 1947માં ભારતના ભાગલા વખતે એક શીખ ટ્રક ડ્રાઈવર એક કુલીન પરિવારની મુસ્લિમ છોકરી સાથે પ્રેમમાં પડે છે, જેની આસપાસ આ ફિલ્મ ચાલતી હોય છે.

  તે સમયે આ ફિલ્મ પોતાની પટકથા, સન્ની દેઓલના દમદાર ડાયલોગ્સ અને એક્શનને લઈને સુપર ડુપરહિટ રહી હતી. લોકો ગદર 2 પાસે પણ એ જ આશા રાખી રહ્યા છે.

  - Advertisement -
  Join OpIndia's official WhatsApp channel

  સંબંધિત લેખો

  - Advertisement -

  તાજા સમાચાર

  ચૂકશો નહીં