Friday, May 3, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટકેક પર રેડ્યો દારૂ, લગાવી આગ અને બોલ્યો- 'જય માતા દી': અભિનેતા...

    કેક પર રેડ્યો દારૂ, લગાવી આગ અને બોલ્યો- ‘જય માતા દી’: અભિનેતા રણબીર કપૂર વિરુદ્ધ ફરિયાદ થતાં નોંધાઈ શકે છે FIR; જુઓ વિડીયો

    વિડીયોમાં રણબીર કપૂર એક કેક પર દારૂ રેડ્યા પછી તેના પર આગ લગાવી ‘જય માતા દી’ બોલતા નજરે પડે છે. આ ઘટનાનો વિડીયો વાઈરલ થતા જ સોશિયલ મીડિયા યુઝર્સ દ્વારા રણબીર કપૂરનું ખુબ ટ્રોલિંગ પણ કરવામાં આવી રહ્યું છે.

    - Advertisement -

    બોલીવુડ અવારનવાર સનાતન ધર્મ વિરોધી ફિલ્મો બનાવી, અભદ્ર ટીપ્પણીઓ કરી હિંદુ સમુદાયની લાગણી દુભાવતું આવ્યું છે. ત્યારે હાલમાં જ અભિનેતા રણબીર કપૂરનો એક વિડીયો સોશિયલ મીડિયામાં વાઈરલ થયો હતો. જેમાં તેઓ કેક ઉપર દારૂ રેડ્યા પછી ‘જય માતા દી’ બોલતા નજરે ચડે છે. હવે આ મામલે રણબીર કપૂરની સામે હિંદુ ધર્મનું અપમાન કરવા બાબતે એક ફરિયાદ નોંધાઈ છે.

    મળતી માહિતી મુજબ સોશિયલ મીડિયા પર રણબીર કપૂરનો એક વિડીયો વાઈરલ થયો હતો. પૂજા દેસાઈ નામની વ્યક્તિના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટમાંથી પોસ્ટ કરવામાં આવેલા વિડીયોમાં બોલીવુડની કપૂર ફેમેલી ક્રિસમસ પાર્ટી ઇન્જોય કરી કરતી જોવા મળે છે. જેમાં રણવીર કપૂર, આલિયા ભટ્ટ પણ દેખાઈ રહ્યા છે. વિડીયોમાં રણબીર કપૂર એક કેક પર દારૂ રેડ્યા પછી તેના પર આગ લગાવી ‘જય માતા દી’ બોલતા નજરે પડે છે. આ ઘટનાનો વિડીયો વાઈરલ થતા જ સોશિયલ મીડિયા યુઝર્સ દ્વારા રણબીર કપૂરનું ખુબ ટ્રોલિંગ પણ કરવામાં આવી રહ્યું છે. ત્યારે હવે આ મામલે મુંબઈ સ્થિત સંજય તિવારી નામના વ્યક્તિને આ વિડીયો પસંદ ન આવતા તેમણે હવે પોલીસ સ્ટેશનમાં રણબીર કપૂર સામે ધાર્મિક લાગણી દુભાવવા બાબતે ફરિયાદ કરી છે.

    અહેવાલો મુજબ સંજય તિવારીએ પોતાના વકીલ દ્વારા ઘાટકોપર પોલીસ સ્ટેશનમાં એક ફરિયાદ દાખલ કરી છે. જેમાં દાવો કરવામાં આવ્યો છે કે રણબીર કપૂરે હિંદુ ધર્મની માન્યતાઓનું અપમાન કર્યું છે. બીજા ધર્મનો તહેવાર મનાવતા રણબીર કપૂર અને તેના પરિવારે જાણી જોઈને કેક પર દારુ રેડતા જઈને ‘જય માતા દી’ના નારા લગાવ્યા હતા.

    - Advertisement -

    ફરિયાદમાં સંજયે જણાવ્યું કે, હિંદુ ધર્મમાં કોઈપણ દેવી-દેવતાનું પૂજન કરતા પહેલાં અગ્નિ દેવતાનું આહ્વાહન કરવામાં આવે છે. ત્યારે રણબીર કપૂરે દારૂ જેવી વસ્તુ સાથે ‘જય માતા દી’નો નારો લગાવતા તેમણી ધાર્મિક લાગણી દુભાઈ છે. આ અંગે સંજય તિવારીએ પોલીસ સમક્ષ આવી ઘટનાઓમાં લાગુ પડતી 295, 298, 500, 34 જેવી વિવિધ કલમો હેઠળ ગુનો નોંધવાની માંગ કરી હતી. પરંતુ આ મામલે પોલીસ પ્રશાસન દ્વારા હજી સુધી કોઈ FIR દાખલ કરવામાં આવી નથી. શક્યતા છે કે આજના દિવસમાં અભિનેતા સામે FIR દાખલ થાય.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં