Wednesday, September 18, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટ‘OMG 2’નું ટીઝર લૉન્ચ: આસ્તિકની ભૂમિકામાં પંકજ ત્રિપાઠી, 'હર હર મહાદેવ'ની ગૂંજ,...

    ‘OMG 2’નું ટીઝર લૉન્ચ: આસ્તિકની ભૂમિકામાં પંકજ ત્રિપાઠી, ‘હર હર મહાદેવ’ની ગૂંજ, અક્ષય કુમાર બન્યા ભગવાન શિવ

    કહેવામાં આવી રહ્યું છે કે પ્રથમ ફિલ્મમાં અક્ષયે જે રીતે શ્રીકૃષ્ણનો રોલ કર્યો હતો, તે જ રીતે આ ફિલ્મમાં તેઓ ભગવાન શિવની ભૂમિકામાં જોવા મળશે.

    - Advertisement -

    Viacom 18 Studios દ્વારા ફિલ્મ OMG 2નું ટીઝર લૉન્ચ કરી દેવામાં આવ્યું છે. જેમાં અક્ષય કુમાર સાથે મુખ્ય ભૂમિકામાં પંકજ ત્રિપાઠી પણ જોવા મળી રહ્યા છે. આ ફિલ્મ વર્ષ 2012માં આવેલી ‘OMG – Oh My God!’ની સિકવલ છે. તે સમયે આ ફિલ્મનું નિર્દેશન ઉમેશ શુક્લાએ કર્યું હતું જ્યારે આ વખતે ડાયરેકશનની કમાન અમિત રાયે સંભાળી છે. અમિત રાય 2010માં એક ડઝનથી પણ વધુ એવોર્ડ મેળવનાર ફિલ્મ ‘રોડ ટૂ સંગમ’નું નિર્દેશન કરી ચૂક્યા છે.

    ફિલ્મ OMG 2નું ટીઝર શરૂ થતાંની સાથે જ બેકગ્રાઉન્ડમાં એક દમદાર અવાજ ગાજતો સંભળાય છે- ‘ઈશ્વર હૈ યા નહીં, ઇસ કા પ્રમાણ ઇન્સાન આસ્તિક યા નાસ્તિક હો કર દે સકતા હૈ, પર ભગવાન અપને બંદો મેં કોઈ ભેદ નહીં કરતા- ફિર ચાહે વો નાસ્તિક કાનજીલાલ મહેતા હો યા આસ્તિક કાંતિશરણ મુદ્ગલ” સાથે જ ભગવાન શિવના સ્ત્રોત- “ॐ अथात्मानं शिवात्मानं श्री रुद्ररुपं ध्यायेत्” વાગતો સાંભળી શકાય છે. ટીઝરમાં અક્ષય કુમારની એન્ટ્રી વખતે તેમને ગંગા નદીમાં સ્નાન કરતા દેખાડવામાં આવ્યા છે.

    કહેવામાં આવી રહ્યું છે કે પ્રથમ ફિલ્મમાં અક્ષયે જે રીતે શ્રીકૃષ્ણનો રોલ કર્યો હતો, તે જ રીતે આ ફિલ્મમાં તેઓ ભગવાન શિવની ભૂમિકામાં જોવા મળશે. ટીઝરમાં આગળ સંવાદ સાંભળી શકાય છે કે, “…ઔર તકલીફ મેં લગાઈ હુઈ પુકાર ઉસે હમેશા આપને બંદો તક ખીંચ લાતી હૈ.” આ ફિલ્મમાં પંકજ ત્રિપાઠીને પૂજાપાઠ કરનારા અને ઈશ્વરમાં આસ્થા રાખનાર આસ્તિક વ્યક્તિના રૂપમાં દર્શાવવામાં આવ્યા છે, જેમના પરિવાર પર કોઈ આપદા આવી પડી છે. સાથે જ ફિલ્મમાં યામિ ગૌતમ એક વકીલની ભૂમિકામાં જોવા મળશે.

    - Advertisement -

    “જિસકી રક્ષા કે લિયે જો ચાલ બદલ દે કાલ કા, કોઈ ઉસકા ક્યાં બિગાડે જો ભક્ત હો મહાકાલ કા”- અક્ષય કુમારની એન્ટ્રી સમયે આ ગીત પણ ટીઝરમાં સાંભળી શકાય છે. જેના એક સંવાદમાં અક્ષય કહે છે- “રખ વિશ્વાસ, તું હૈ શિવ કા દસ”. બેકગ્રાઉન્ડમાં વાગતા ગીતમાં ‘હર હર મહાદેવ’ પણ ગૂંજતું સાંભળવા મળી રહ્યું છે. ટીઝરના એક દ્રશ્યમાં અક્ષય કુમારને એક ટ્રેનની બાજુમાં ધ્યાન મુદ્રામાં પણ બેઠેલા જોઈ શકાય છે. સાથે જ ટ્રેનમાંથી નીકળતા પાણીથી થતો તેમનો અભિષેક અને પાછળ આકાશમાં નીકળેલા અર્ધ ચંદ્રમાનું દ્રશ્ય પણ મહાદેવના ભક્તોને રોમાંચિત કરે તેવું છે.

    સાથે જ ટીઝરના એક દ્રશ્યમાં ભગવાન શંકરના વાહન નંદીને પણ જોઈ રહ્યા છે. ટીઝરને લઈને લોકોની અનેક પ્રકારની પ્રતિક્રિયાઓ પણ જોવા મળી રહી છે. એક વ્યક્તિએ પૂછ્યું હતું કે ટ્રેનથી નીકળતા ગંદા પાણીથી શિવજીનો અભિષેક કઈ રીતે થઈ શકે. તો બીજી તરફ અનેક લોકો અક્ષય કુમારની ભૂમિકાના વખાણ પણ કર્યા. કોઈએ ગંગા નદીમાં અક્ષયની એન્ટ્રીના વખાણ કર્યા, તો કોઈએ પૂછ્યું કે તેઓ ગંગામાં થૂંકતા કેમ જોવા મળી રહ્યા છે? અક્ષય કુમારના પ્રશંસકો આ ટીઝરને ખાસ્સું પસંદ કરી રહ્યા છે અને તેમના એન્ટ્રી સીનને વખાણી રહ્યા છે.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં