Monday, April 29, 2024
More
    હોમપેજવગેરે...મનોરંજનપ્રસિદ્ધ જૂના ગીતનું નબળું રિમેક વર્ઝન બનાવીને ટ્રોલ થઇ નેહા કક્ક્ડ: મૂળ...

    પ્રસિદ્ધ જૂના ગીતનું નબળું રિમેક વર્ઝન બનાવીને ટ્રોલ થઇ નેહા કક્ક્ડ: મૂળ ગીતનાં ગાયિકા ફાલ્ગુની પાઠક પણ નારાજ, કાયદાકીય કાર્યવાહી અંગે પણ કરી વાત

    'દાંડિયા ક્વિન' તરીકે ઓળખાતાં પ્રસિદ્ધ ગાયિકા ફાલ્ગુની પાઠકના વિખ્યાત ગીત 'મૈંને પાયલ હૈ છનકાઈ'નું નેહા કક્કડે રિમેક વર્ઝન રિલીઝ કર્યું હતું, પણ લોકોને પસંદ આવ્યું નથી.

    - Advertisement -

    બૉલીવુડ ગાયિકા નેહા કક્કડે તાજેતરમાં જ એક ગીત રિલીઝ કર્યું હતું. જે મૂળરૂપે પ્રસિદ્ધ ગાયિકા ફાલ્ગુની પાઠક દ્વારા ગવાયેલા ગીતનું રિમેક વર્ઝન છે. જોકે, બહુમતી લોકોને નેહા કક્ક્ડનું આ ગીત પસંદ આવ્યું નથી તો બીજી તરફ આ વિશે ફાલ્ગુની પાઠકે પણ મૌન તોડ્યું હતું અને કાયદાકીય કાર્યવાહી અંગે પણ વાત કરી હતી. 

    નેહા કક્ક્ડનું આ ગીત ફાલ્ગુની પાઠકના મૂળ ગીત ‘મૈંને પાયલ હૈ છનકાઈ’નું રિમેક છે. જેને યુ-ટ્યુબ અને અન્ય માધ્યમો પર ‘ઓ સજના’ ટાઇટલ સાથે રિલીઝ કરવામાં આવ્યું છે. જેમાં નેહા કક્ક્ડ, પ્રિયાંક શર્મા અને ધનશ્રી વર્મા જોવા મળે છે. ગીતને સ્વર નેહા કક્કડે આપ્યો છે. 

    જોકે, જેવું આ ગીત રિલીઝ થયું તેવી લોકોની કૉમેન્ટ્સ આવવાની શરૂ થઇ ગઈ હતી અને લોકોએ ખૂબ ટીકા કરી હતી. મોટાભાગના યુઝરોએ કહ્યું હતું કે, આ ગીત ફાલ્ગુની પાઠકના મૂળ ગીતની તોલે આવી શકે તેમ નથી અને મૂળ ગીતને ખરાબ કરવા બદલ નેહા કક્ક્ડને ઠપકો પણ આપ્યો હતો. 

    - Advertisement -
    નેહા કક્ક્ડના ગીતના કૉમેન્ટ સેક્શનમાં લોકોની પ્રતિક્રિયા

    સોન્ગ વધુ વાયરલ થયા બાદ સોશિયલ મીડિયા પર મીમ્સ પણ બનવાનાં શરૂ થઇ ગયાં હતાં અને જેમાં પણ લોકોએ નેહા કક્ક્ડ અને તેમના નવા સોન્ગની ટીકા કરી હતી. જેમાંથી કેટલાક મીમ્સ મૂળ ગીતનાં ગાયિકા ફાલ્ગુની પાઠકે ઇન્સ્ટાગ્રામ સ્ટોરીમાં શૅર કર્યાં હતાં. જેમાં કેટલાક લોકોએ ફાલ્ગુની પાઠક સમક્ષ નેહા કક્ક્ડ પર કાયદાકીય કાર્યવાહી કરવાની પણ માંગ કરી હતી. વળી એક યુઝરે તો, પીએમ મોદીને મેસેજ કરીને નેહા કક્ક્ડ પર પ્રતિબંધ મૂકવાની માંગ કરી હતી, જેનો સ્ક્રીનશોટ પણ શૅર કર્યો હતો.

    ફાલ્ગુની પાઠકે શૅર કરેલી ઇન્સ્ટાગ્રામ સ્ટોરીઝ

    ફાલ્ગુની પાઠકે ‘પિંકવિલા’ સાથે વાત કરતાં કહ્યું હતું કે, જે પ્રકારે તેમના (મૂળ) ગીતને લોકોનો પ્રેમ મળી રહ્યો છે તે જોઈને તેઓ અભિભૂત છે અને તેઓ માને છે કે તેમાં લોકોની લાગણીઓ છુપાયેલી છે. એટલે જ તેમણે કેટલીક સ્ટોરી રિ-શૅર કરી હતી. 

    તેમણે આગળ કહ્યું કે, ‘ઓ સજના’ ગીતના નિર્માતાઓએ તેમનો સંપર્ક કર્યો ન હતો કે આ વિવાદ થયા બાદ પણ હજુ સુધી નેહા કક્ક્ડ કે અન્યો દ્વારા તેમનો સંપર્ક કરવામાં આવ્યો નથી. વાતચીતમાં તેમને કાયદાકીય કાર્યવાહી અંગે પણ પૂછવામાં આવ્યું હતું. જોકે, જવાબમાં તેમણે કહ્યું હતું કે, હું ઈચ્છું છું કે હું તેમ કરી શકતી હોત, પરંતુ તેના અધિકારો મારી પાસે નથી. 

    મિર્ચી પ્લસ સાથે વાત કરતાં ફાલ્ગુની પાઠકે કહ્યું હતું કે, ગીતનાં રિ-મેક બનવા જોઈએ પરંતુ તેનો યોગ્ય રીતે ઉપયોગ થાય એ જરૂરી છે. તેને ફાલતૂ શા માટે બનાવી દેવાં જોઈએ? આ ગીત 1999માં આવ્યું હતું, ત્યારથી લોકપ્રિય રહ્યું છે અને આજે પણ લોકોનો એટલો જ પ્રેમ મળે છે. તેને રિ-ક્રિએટ કરવું જોઈએ પરંતુ યોગ્ય રીતે. 

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં