Friday, October 11, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટ‘ડ્રેગન’ હતું બ્રહ્માસ્ત્ર ફિલ્મનું મૂળ નામ, અભિનેતાને ‘શિવ’ નહીં પણ ‘મોહમ્મદ રૂમી’...

    ‘ડ્રેગન’ હતું બ્રહ્માસ્ત્ર ફિલ્મનું મૂળ નામ, અભિનેતાને ‘શિવ’ નહીં પણ ‘મોહમ્મદ રૂમી’ બનાવવાનો હતો પ્લાન: ફિલ્મ ડાયરેક્ટરના જૂના નિવેદનથી ખુલાસો

    'બ્રહ્માસ્ત્ર' ફિલ્મ રિલીઝ થાય તે પહેલાં જ ચાલતી બહિષ્કારની માંગ વચ્ચે વધુ એક ખુલાસો થયો છે.

    - Advertisement -

    બૉલીવુડ ફિલ્મ ‘બ્રહ્માસ્ત્ર’ રિલીઝ થાય તે પહેલાં સોશિયલ મીડિયા પર તેના બહિષ્કારની માંગ શરૂ થઇ ગઈ છે. દરમ્યાન, ફિલ્મના ડાયરેક્ટર અયાન મુખર્જીનું એક જૂનું નિવેદન વાયરલ થઇ રહ્યું છે. જેમાં તેઓ જણાવે છે કે આ ફિલ્મનું નામ પહેલાં ‘ડ્રેગન’ હતું અને તેમાં રણબીર કપૂર ‘શિવ’ નહીં પરંતુ ‘જલાલુદ્દીન મોહમ્મદ રૂમી’નું પાત્ર ભજવવાનો હતો.

    જોકે, હવે આ ફિલ્મમાં અભિનેતાનું નામ શિવ એની અને તે અગ્નિઅસ્ત્ર રજૂ કરવા જઈ રહ્યો છે. જ્યારે ચર્ચામાં આવેલું આ નવું નામ 13મી સદીમાં એક ફારસી કવિ જલાલ અલ-દિન મોહમ્મદ રૂમીના નામ પરથી રાખવાની વિચારણા હતી.

    ઉલ્લેખનીય છે કે આ ફિલ્મનું નામ ‘ડ્રેગન’થી બ્રહ્માસ્ત્ર’ કરવાના સમાચાર લગભગ પાંચેક વર્ષ પહેલાં જ સામે આવી ચૂક્યા હતા. પરંતુ હવે આ બાબત જગજાહેર થઇ ગઈ છે. ફિલ્મના ડાયરેક્ટર અયાન મુખર્જીની વર્ષ 2019ની એક પોર્ટ વાયરલ થઇ રહી છે. આ પોસ્ટ તેમણે પોતાના ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ પરથી શૅર કરી હતી અને કહ્યું હતું કે, ‘બ્રહ્માસ્ત્ર શરૂ થયાને લાંબો સમય વીતી ગયો છે. ફિલ્મને શરૂઆતમાં ‘ડ્રેગન’ કહેવાતી હતી. મને VFX વિશે બહુ ખબર ન હતી, પરંતુ તેમ છતાં એક ફિલ્મનું સપનું જોયું હતું.”

    - Advertisement -

    થોડા દિવસો બાદ, ડિરેક્ટરે બીજી એક તસવીર શેર કરી હતી, જેમાં અભિનેતા રણબીર કપૂર જોવા મળી રહ્યો છે અને તેના વાળ ઘણા લાંબા દેખાય છે. તેને શેર કરતા તેણે લખ્યું કે, “પહેલાં રણબીરનો રૂમી લુક આવો હતો. લાંબા વાળ સાથેનો રૂમી. આ તસવીર ફિલ્મના શરૂઆતના લુક ટેસ્ટની છે.”

    આ જ પોસ્ટમાં તેમણે આગળ લખ્યું, “ઘણી ચર્ચા-વિચારણા પછી ડ્રેગનને બ્રહ્માસ્ત્ર બનાવવામાં આવ્યું હતું. અમે રણબીરના વાળ કાપ્યા અને રૂમી શિવ બની ગયો. એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે ગયા વર્ષે ડિસેમ્બરમાં અયાન મુખર્જીએ માહિતી આપી હતી કે ફિલ્મનું પહેલાનું નામ બરાબર વિચાર્યું ન હતું. તેમણે એ પણ ખુલાસો કર્યો કે ફિલ્મનું ‘ડ્રેગન’ શીર્ષક કામચલાઉ છે.

    અયાન મુખર્જીએ એમ પણ કહ્યું કે, “મેં તેના પર બહુ વિચાર્યું નથી કારણ કે ફિલ્મમાં શિવ પાસે જ અગ્નિની શક્તિ છે, મેં તેને સ્ક્રિપ્ટમાં ‘ડ્રેગન’ નામ આપ્યું છે છે.” તેમણે ઉમેર્યું, “પણ ફિલ્મ હંમેશા ભારતીય સંસ્કૃતિ અને ઈતિહાસથી પ્રેરિત હતી. જ્યારે તેને મુખ્ય અને અંતિમ શીર્ષક આપવાનો સમય આવ્યો ત્યારે બ્રહ્માસ્ત્ર યોગ્ય શીર્ષક લાગ્યું. ડ્રેગન નામ એટલા માટે આપવામાં આવ્યું હતું કારણ કે તે આગ અને શક્તિ સાથે સબંધિત ફિલ્મ છે. 

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં