Monday, May 6, 2024
More
    હોમપેજદેશભારે વિરોધ બાદ ઇલેક્ટ્રોનિક બ્રાન્ડ boAt એ કેનેડા સ્થિત ખાલિસ્તાન સમર્થક અને...

    ભારે વિરોધ બાદ ઇલેક્ટ્રોનિક બ્રાન્ડ boAt એ કેનેડા સ્થિત ખાલિસ્તાન સમર્થક અને ગાયક શુભના ભારત ટુરમાંથી સ્પોન્સરશિપ પાછી ખેંચી

    કંપનીએ જણાવ્યું હતું કે, “બોટ (boAt) ખાતે, જ્યારે અતુલ્ય સંગીત સમુદાય પ્રત્યેની અમારી પ્રતિબદ્ધતા ઊંડી છે, ત્યારે અમે સૌપ્રથમ એક સાચી ભારતીય બ્રાન્ડ છીએ. તેથી, જ્યારે અમને આ વર્ષની શરૂઆતમાં કલાકાર શુભ દ્વારા કરવામાં આવેલી ટિપ્પણીઓ વિશે જાણ થઈ, ત્યારે અમે તેના પ્રવાસમાંથી અમારી સ્પોન્સરશિપ પાછી ખેંચી લેવાનું નક્કી કર્યું."

    - Advertisement -

    મંગળવારે (સપ્ટેમ્બર 19), ભારતીય કન્ઝ્યુમર ઇલેક્ટ્રોનિક બ્રાન્ડ boAt એ કેનેડા સ્થિત ગાયક અને ખાલિસ્તાન સમર્થક શુભનીત સિંહ ઉર્ફ શુભના આગામી ભારત પ્રવાસમાંથી પોતાની સ્પોન્સરશિપ પાછી ખેંચી લેવાના નિર્ણયની જાહેરાત કરી છે. ઉલ્લેખનીય છે કે, તેનો શો 23 થી 25 સપ્ટેમ્બર દરમિયાન મુંબઈમાં કોર્ડેલિયા ક્રૂઝ ખાતે યોજવાનો છે.

    તેના નિર્ણય વિશે માહિતી આપતા, boAt એ X પર કહ્યું કે તે સૌપહેલા એક ભારતીય બ્રાન્ડ છે. શુભના વિવાદાસ્પદ ભૂતકાળને ટાંકીને, જેણે આ વર્ષની શરૂઆતમાં ખાલિસ્તાની આતંકવાદીઓ માટે હમદર્દી વ્યક્ત કરવા માટે ભારતનો વિકૃત નકશો શેર કર્યો હતો, કંપનીએ કેનેડિયન ગાયક સાથેનો સહયોગ પાછો ખેંચી લીધો હતો.

    કંપનીએ જણાવ્યું હતું કે, “બોટ (boAt) ખાતે, જ્યારે અતુલ્ય સંગીત સમુદાય પ્રત્યેની અમારી પ્રતિબદ્ધતા ઊંડી છે, ત્યારે અમે સૌપ્રથમ એક સાચી ભારતીય બ્રાન્ડ છીએ. તેથી, જ્યારે અમને આ વર્ષની શરૂઆતમાં કલાકાર શુભ દ્વારા કરવામાં આવેલી ટિપ્પણીઓ વિશે જાણ થઈ, ત્યારે અમે તેના પ્રવાસમાંથી અમારી સ્પોન્સરશિપ પાછી ખેંચી લેવાનું નક્કી કર્યું.”

    - Advertisement -

    કંપનીએ કહ્યું કે તે ઉભરતા કલાકારોને સમર્થન આપવાનું ચાલુ રાખશે અને ભારતમાં જીવંત સંગીત સંસ્કૃતિને પ્રોત્સાહન આપશે.

    ભારતીય જનતા યુવા મોરચાએ કર્યો હતો શુભનો વિરોધ

    અગાઉ, 16 સપ્ટેમ્બરે ભારતીય જનતા યુવા મોરચા (BJYM) ના સભ્યોએ શુભના આગામી કાર્યક્રમના પોસ્ટરો હટાવી દીધા હતા. ભાજપની યુવા પાંખ, BJYM, તેના કાર્યક્રમનો વિરોધ કરી રહી છે અને તેણે આયોજકોને તેનો કાર્યક્રમ રદ કરવા હાકલ કરી છે. યુવા મોરચાએ સ્પષ્ટ કહ્યું કે ભારતમાં કોઈપણ ખાલિસ્તાન સમર્થક માટે કોઈ સ્થાન નથી.

    ચાહકો અને આયોજકોને તેના કાર્યક્રમો રદ કરવા અને બહિષ્કાર કરવાની અપીલ કરવા ઉપરાંત, BJYM પ્રમુખ તજિન્દર સિંહ તિવાનાએ પોલીસને પણ આ સંદર્ભમાં એક મેમોરેન્ડમ સુપરત કર્યું હતું.

    આ મેમોરેન્ડમમાં તેમણે શુભ પર સોશિયલ મીડિયા પર ભારતનો વિકૃત નકશો શેર કરવાનો આરોપ લગાવ્યો હતો અને તેની સામે કેસ નોંધવાની માંગ કરી હતી. તિવાનાએ હાઇલાઇટ કર્યું કે શુભે 23 માર્ચ, 2023ના રોજ ઇન્સ્ટાગ્રામ પર સ્ટોરી પોસ્ટ કરી હતી. આમાં તેણે જમ્મુ-કાશ્મીર અને પૂર્વોત્તર રાજ્યો વગરનો ભારતનો નકશો શેર કર્યો હતો.

    BJYM પ્રમુખ તિવાનાએ કહ્યું, “ભારતની અખંડિતતા અને એકતાના દુશ્મન એવા ખાલિસ્તાનીઓ માટે કોઈ સ્થાન નથી. અમે કેનેડિયન ગાયક શુભને છત્રપતિ શિવાજી મહારાજની પવિત્ર ભૂમિ મુંબઈમાં પરફોર્મ કરવા નહીં દઈએ…જો યોગ્ય પગલાં લેવામાં નહીં આવે તો આયોજકોએ અમારા વિરોધ પ્રદર્શનનો સામનો કરવો પડશે.”

    ઉલ્લેખનીય છે કે, વર્ષની શરૂઆતમાં, જ્યારે પંજાબ પોલીસે ખાલિસ્તાની આતંકવાદી અમૃતપાલ સિંહને પકડવા માટે ઓપરેશન શરૂ કર્યું હતું, ત્યારે શુભ ખુલ્લેઆમ ખાલિસ્તાની તત્વોના સમર્થનમાં બહાર આવ્યો હતો અને ભારતનો એક વિકૃત નકશો શેર કર્યો હતો જેમાં ઘણા ઉત્તર ભારતીય રાજ્યો જેવા કે પંજાબ અને જમ્મુ અને કાશ્મીરનો સમાવેશ થતો નહોતો.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં