Thursday, November 7, 2024
More
    હોમપેજવગેરે...મનોરંજનબાયોપિક 'મૈં અટલ હૂં'નો ફર્સ્ટ લૂક સામે આવ્યો: પ્રખ્યાત અભિનેતા પંકજ ત્રિપાઠી...

    બાયોપિક ‘મૈં અટલ હૂં’નો ફર્સ્ટ લૂક સામે આવ્યો: પ્રખ્યાત અભિનેતા પંકજ ત્રિપાઠી ભજવશે ભૂતપૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીની ભૂમિકા

    આ ફિલ્મ ડિસેમ્બર 2023માં રિલીઝ થવાની છે, સંભવતઃ ભૂતપૂર્વ પીએમની 105મી જન્મજયંતિ (25 ડિસેમ્બર, 2023)ના દિવસે.

    - Advertisement -

    રવિવાર, 25મી ડિસેમ્બરે પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીની બાયોપિક ‘મૈં અટલ હૂં’નો ફર્સ્ટ લૂક સોશિયલ મીડિયા પર જાહેર કરવામાં આવ્યો હતો. ફિલ્મોમાં અને ટેલિવિઝન પર તેમની પદ્ધતિસરની ભૂમિકાઓ માટે જાણીતા અભિનેતા પંકજ ત્રિપાઠી આ ફિલ્મમાં સ્વર્ગસ્થ વાજપેયીની ભૂમિકા ભજવવાના છે.

    આ ફિલ્મ ડિસેમ્બર 2023માં રિલીઝ થવાની છે, સંભવતઃ ભૂતપૂર્વ પીએમની 105મી જન્મજયંતિ (25 ડિસેમ્બર, 2023)ના દિવસે જ.

    હિન્દીમાં એક ટ્વિટ કરીને ત્રિપાઠીએ કહ્યું, “હું જાણું છું કે અટલજીના વ્યક્તિત્વને પડદા પર સાકાર કરવા માટે મારે મારા વ્યક્તિત્વ પર તપસ્યા સાથે કામ કરવું જરૂરી છે. મને દ્રઢ વિશ્વાસ છે કે હું મારી નવી ભૂમિકાને ઉત્સાહ અને મનોબળ સાથે ન્યાય કરી શકીશ.”

    - Advertisement -

    અન્ય એક ટ્વીટમાં તેઓએ પંડિત ધીરેન્દ્ર ત્રિપાઠીની પંક્તિઓ ટાંકીને કહ્યું, “ના કભી કહીં દગમગયા, ના કભી કહીં સર ઝુકાયા, મૈં એક અનોખા બલ હૂં, મૈં અટલ હૂં”. તેમણે ઉમેર્યું, “આ અનોખા વ્યક્તિત્વને પડદા પર દર્શાવવાની તક મળી. હું ભાવુક છું, હું કૃતજ્ઞ છું.”

    આ ફિલ્મ ભાનુશાલી સ્ટુડિયો લિમિટેડ અને લિજેન્ડ સ્ટુડિયોના બેનર હેઠળ બની રહી છે. વિનોદ ભાનુશાલી, સંદીપ સિંહ, સેમ ખાન અને કમલેશ ભાનુશાલી દ્વારા નિર્મિત અને ઝીશાન અહમદ અને શિવ શર્મા દ્વારા સહ-નિર્મિત, ઉત્કર્ષ નૈથાની દ્વારા લખાયેલ છે. ફિલ્મનું સંગીત સલીમ સુલેમાનનું છે અને ગીતો સમીરના છે. પંકજ ત્રિપાઠી અને અન્ય લોકો દ્વારા અપલોડ કરવામાં આવેલા ફર્સ્ટ લુક વીડિયોમાં બેકગ્રાઉન્ડમાં સોનુ નિગમનો અવાજ છે.

    ‘મૈં અટલ હૂં’ ઉપરાંત, પંકજ ત્રિપાઠી અનુરાગ બાસુની ફિલ્મ ‘મેટ્રો ઇન ડીનો’માં આદિત્ય રોય કપૂર, સારા અલી ખાન, અનુપમ ખેર, નીના ગુપ્તા, કોંકણા સેન શર્મા, અલી ફઝલ અને ફાતિમા સના શેખ સહ-અભિનેતાઓ સાથે કામ કરી રહ્યા છે. અનિરુદ્ધ રોય ચૌધરી દ્વારા દિગ્દર્શિત, સંજના સાંઘી અને પાર્વતી થિરુવોથુ સાથે પંકજ ત્રિપાઠી અભિનીત બીજી એક જાસૂસી ફિલ્મ પણ બની રહી છે, જેનું શીર્ષક હજુ નક્કી કરવાનું બાકી છે.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં