Tuesday, December 3, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટફિલ્મ ફ્લૉપ જતી બચાવવાનાં હવાતિયાં: આમિર ખાનને બાળકો યાદ આવ્યાં, લોકોને અપીલ...

    ફિલ્મ ફ્લૉપ જતી બચાવવાનાં હવાતિયાં: આમિર ખાનને બાળકો યાદ આવ્યાં, લોકોને અપીલ કરીને કહ્યું- મારી ફિલ્મનો બહિષ્કાર ન કરો, 7 વર્ષ પહેલાં દેશમાં રહેવાનો લાગતો હતો ડર

    આમિર ખાન કરણ જોહરના શૉમાં ભાગ લેવા માટે પહોંચ્યા હતા, જ્યાં તેમણે આ વાતો કરી હતી.

    - Advertisement -

    બૉલીવુડ અભિનેતાઓ આમિર ખાન અને કરીના કપૂર ખાનની ફિલ્મ ‘લાલ સિંઘ ચઢ્ઢા’ આગામી સપ્તાહે થીએટરમાં રિલીઝ થાય તે પહેલાં સોશિયલ મીડિયા પર મોટાપાયે ફિલ્મનો બહિષ્કાર શરૂ થઇ ગયો છે. આમિર ખાન જુદા-જુદા પ્રયત્નો થકી ફિલ્મનો બહિષ્કાર ન કરવાની અપીલ કરતા રહ્યા છે, પરંતુ તેનો કોઈ ફેર પડતો જણાઈ રહ્યો નથી. ત્યારે હવે આમિર ખાનને સંતાનો યાદ આવ્યાં છે. 

    આમિર ખાન અને કરીના કપૂર આગામી ફિલ્મના પ્રમોશન માટે કરણ જોહરના શૉ ‘કોફી વિથ કરણ’માં પહોંચ્યા હતા. જ્યાં આમિર ખાને કહ્યું હતું કે, તેમના સંતાનો ઇરા ખાન અને જુનૈદ ખાન સાથે પૂરતો ન સમય વિતાવવા બદલ તેમને પસ્તાવો છે. આમિરે કહ્યું કે, ગત વર્ષે કોરોનાના કારણે લોકડાઉન થયું તે દરમિયાન તેમણે ‘આત્મચિંતન’ કર્યું હતું અને ત્યારે તેમને આ અહેસાસ થયો હતો. 

    પરિવાર સાથે સમય ગાળવાને લઈને આમિર ખાને કહ્યું હતું કે, એક વર્ષ અગાઉ મેં ઘણું આત્મચિંતન કર્યું. મેં 18ની ઉંમરથી કામ શરૂ કર્યું ત્યારથી હું કામ પ્રત્યે સમર્પિત રહ્યો છું. હવે મને અહેસાસ થાય છે કે મેં ઇરા અને જુનૈદ જ્યારે નાનાં હતાં ત્યારે તેમની સાથે સમય પસાર કર્યો ન હતો. પરંતુ છેલ્લા કેટલાક મહિનાઓથી હું બદલાઈ ગયો છે અને હવે મારા પરિવાર, સંતાનો, કિરણ અને રીનાના માતા-પિતા સાથે વધુ જોડાયેલો રહું છું. કિરણ અને રીના આમિર ખાનની પૂર્વ પત્નીઓ છે. 

    - Advertisement -

    આમિર ખાને ઇન્ટરવ્યૂમાં ફરી લોકોને ફિલ્મનો બહિષ્કાર ન કરવાની અપીલ કરી હતી. આમિરે દાવો કર્યો કે, “તેઓ દેશને ખૂબ ચાહે છે અને લોકો તેમને દેશવિરોધી તરીકે જુએ છે ત્યારે દુઃખ થાય છે. હું લોકોને વિનંતી કરું છું કે તેઓ મારી ફિલ્મોનો બહિષ્કાર ન કરે અને મારી ફિલ્મ જુએ.” 

    ઉલ્લેખનીય છે કે આમિર ખાનના પહેલાં લગ્ન રીના દત્તા સાથે થયાં હતાં. જેની સાથે તેને બે સંતાનો ઇરા ખાન અને જુનૈદ ખાન છે. જોકે, 16 વર્ષ બાદ બંનેએ અલગ થવાનો નિર્ણય લીધો હતો અને 2002માં છૂટાછેડા લઇ લીધા હતા. જે બાદ આમિર ખાને ડિસેમ્બર 2005માં કિરણ રાવ સાથે લગ્ન કર્યાં હતાં. વર્ષ 2011માં તેમના પુત્ર આઝાદનો જન્મ થયો હતો. જોકે, 2021માં આમિર અને કિરણ અલગ થઇ ગયાં હતાં. 

    કિરણ રાવ ખાન આમિર ખાનની એ જ પત્ની છે, જેને લઈને તેમણે કહ્યું હતું કે, તેને ભારતમાં રહેવાનો ડર લાગે છે. એક ઇન્ટરવ્યૂમાં આમિર ખાને કહ્યું હતું કે, “કિરણ અને હું આખી જિંદગી ભારતમાં રહ્યા છીએ. પરંતુ પહેલીવાર તેણે મને કહ્યું કે આપણે ભારત છોડી દેવું જોઈએ. તેને તેના સંતાનો માટે ડર લાગે છે. તેને આસપાસના વાતાવરણનો ડર લાગે છે. તે દરરોજ છાપું ખોલતાં પણ ડરે છે.” આમિરનું આ નિવેદન હવે તેમની ફિલ્મ અગાઉ ફરીથી ચર્ચામાં આવ્યું છે. 

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં