Wednesday, November 6, 2024
More
    હોમપેજદેશ'ધ કેરલા સ્ટોરી'ની જેમ ખૂંચવા લાગી અદા શર્માની ફિલ્મ 'બસ્તર': અહેવાલોમાં સ્ક્રીનિંગ...

    ‘ધ કેરલા સ્ટોરી’ની જેમ ખૂંચવા લાગી અદા શર્માની ફિલ્મ ‘બસ્તર’: અહેવાલોમાં સ્ક્રીનિંગ રદ થઈ રહી હોવાના દાવા, અભિનેત્રીને પાઠવવામાં આવી શકે છે સમન્સ

    બે કલાક અને ચાર મિનીટની આ ફિલ્મમાં તથાકથિત રીતે કેટલાક સંવાદોની આલોચના કરવામાં આવી રહી છે. સાથે જ કહેવામાં આવી રહ્યું છે કે કેટલાક રાજનેતાઓને અનાથાકી બદનામ કરવામાં આવ્યા છે. હવે આ કયા સંવાદ છે અને ક્યાં રાજનેતાનું અપમાન કરવામાં આવ્યું છે, તે હજુસુધી સામે નથી આવી શક્યું.

    - Advertisement -

    ધ કેરલા સ્ટોરી ફિલ્મમાં અભિનયથી દર્શકોનું દિલ જીતનાર અભિનેત્રી અદા શર્માની નવી ફિલ્મ ‘ધ નક્સલ સ્ટોરી- બસ્તર‘ રિલીઝ થતાની સાથે જ વિવાદોમાં સપડાઈ છે. મીડિયામાં કહેવામાં આવી રહ્યું છે કે કર્ણાટક અને અન્ય ભારતીય રાજ્યોમાં આ ફિલ્મની સ્ક્રીનિંગને રદ કરવામાં આવ્યું છે. બસ્તર ફિલ્મ પર પ્રતિબંધની માંગ ઉપરાંત અભિનેત્રી અદા શર્માને આ મામલે કોર્ટમાંથી સમન્સ મોકલવાની તૈયારી પણ ચાલી રહી છે.

    અહેવાલોમાં જણાવ્યા અનુસાર બે કલાક અને ચાર મિનીટની આ ફિલ્મમાં તથાકથિત રીતે કેટલાક સંવાદોની આલોચના કરવામાં આવી રહી છે. સાથે જ કહેવામાં આવી રહ્યું છે કે કેટલાક રાજનેતાઓને અનાથાકી બદનામ કરવામાં આવ્યા છે. હવે આ કયા સંવાદ છે અને ક્યાં રાજનેતાનું અપમાન કરવામાં આવ્યું છે, તે હજુસુધી સામે નથી આવી શક્યું. કેટલાક દર્શકોને આપત્તિજનક લાગી રહેલા દ્રશ્યો હટાવવાની માંગ કરી રહ્યા છે.

    શું છે બસ્તર ફિલ્મની વાર્તા?

    ઉલ્લેખનીય છે કે બસ્તર ફિલ્મની સ્ટોરીમાં માઓવાદીઓ દ્વારા કરવામાં આવેલી હિંસા દર્શાવવામાં આવી છે. સ્ટોરીમાં અદા શર્માને એક આઈપીએસની ભૂમિકામાં દર્શાવવામાં આવ્યા છે. ફિલ્મમાં તેમના પર તેવું દર્શાવવામાં આવ્યું છે કે તેઓ નિર્દોષ જનજાતિઓના એનકાઉન્ટરના કેસને ફેસ કરી રહ્યા છે. એક તરફ બસ્તર ફિલ્મ પર પ્રતિબંધની માંગ ઉઠી રહી છે, તો બીજી તરફ આ ફિલ્મમાં અદાના અભિનયને પણ સોશિયલ મીડિયામાં લોકો વખાણી રહ્યા છે. આ ફિલ્મને લઈને મિશ્ર પ્રતિક્રિયા મળી રહી છે.

    - Advertisement -

    નોંધનીય છે કે અદા શર્માની આ ફિલ્મને ‘ધ કેરલા સ્ટોરી’ના ફિલ્મ નિર્માતા સુદીપ્તો સેન દ્વારા નિર્દેશ કરવામાં આવી છે. 15 માર્ચ 2024ના રોજ આ ફિલ્મ સિનેમાઘરોમાં રિલીઝ થઈ હતી. ફિલ્મમાં અદા શર્મા મુખ્ય ભૂમિકામાં છે. ફિલ્મમાં તેમના સિવાય યશપાલ શર્મા, નમન જૈન, ઇન્દિરા તિવારી અને શિલ્પા શુક્લા પણ છે.

    ધ કેરલા સ્ટોરી પણ પણ પ્રતિબંધની માંગ ઉઠી હતી

    નોંધનીય છે કે ગયા વર્ષે જયારે અદા શર્માની ધ કેરલા સ્ટોરી ફિલ્મ આવી, તે સમયે પણ અનેક રાજ્યોમાં તેને રિલીઝ નહીં થવા દેવાની માંગ ઉઠી હતી. બંગાળ સરકારે તો આ ફિલ્મને તથ્યહીન અને સમાજમાં વૈમનસ્ય ફેલાવનાર કહીને તેના પર પ્રતિબંધ મૂકી દીધો હતો. પરંતુ બાદમાં જયારે આખો મામલો સુપ્રીમ કોર્ટ પહોંચ્યો, ત્યારે કોર્ટે આ આંખ નિર્ણયને ફેરવી દીધો હતો.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં