Thursday, May 2, 2024
More
    હોમપેજદુનિયાજે અભિનેતાએ પ્રેરણા અને શક્તિ માટે વાંચી હતી ભગવદ્ ગીતા, તેને મળ્યો...

    જે અભિનેતાએ પ્રેરણા અને શક્તિ માટે વાંચી હતી ભગવદ્ ગીતા, તેને મળ્યો ઓસ્કાર: સમારંભમાં છવાઈ ઓપનહાઈમર, શ્રેષ્ઠ ફિલ્મ સહિત 7 એવોર્ડ્સ

    ઓપનહાઇમરનું પાત્ર સારી રીતે ભજવવા માટે કિલિયન મર્ફીએ શ્રીમદ્ ભગવદ્ ગીતાનો ઊંડાણપૂર્વક અભ્યાસ પણ કર્યો હતો. એક ઇન્ટરવ્યૂ દરમિયાન તેમણે આ વાતનો ખુલાસો કર્યો હતો. જેને લઈને તેમણે ફિલ્મમાં સર્વશ્રેષ્ઠ અભિનય કર્યો હતો અને આખરે ઓસ્કાર એવોર્ડથી સન્માનિત પણ થયા છે.

    - Advertisement -

    લોસ એન્જલસના ડોલ્બી થિયેટરમાં સોમવારે (11 માર્ચ) 96મા ઓસ્કાર એવોર્ડની જાહેરાત કરવામાં આવી છે. સમારોહમાં ફિલ્મ ‘ઓપનહાઇમરે’ (Oppenheimer) શ્રેષ્ઠ ફિલ્મ સહિત કુલ સાત એવોર્ડ્સ જીત્યા છે. ઓસ્કારમાં ઓપનહાઇમરનો દબદબો જોઈને દુનિયા દંગ રહી ગઈ છે. એકસાથે 7 એવોર્ડ્સ પોતાના નામે કરીને ઓપનહાઇમરે ઇતિહાસ રચ્યો છે. આ ફિલ્મ પરમાણુ વૈજ્ઞાનિક જે. રોબર્ટ ઓપનહાઇમર પર બનાવવામાં આવી હતી. ઓપનહાઇમરે ભગવદ ગીતાથી પ્રેરાઈને પરમાણુની શોધ કરી હતી.

    ઓપનહાઇમરે ઓસ્કારમાં 7 એવોર્ડ્સ પોતાના નામે કરી લીધા છે. ફિલ્મના નાયક કિલિયન મર્ફીને સર્વશ્રેષ્ઠ અભિનેતા તરીકે પસંદ કરવામાં આવ્યા છે. તેમણે ઓપનહાઇમરનું પાત્ર ખૂબ ઉમદા રીતે ભજવ્યું હોવાથી તેમને આ એવોર્ડથી નવાજવામાં આવ્યા છે. અહિયાં એ પણ નોંધવું જોઈએ કે, ઓપનહાઇમરનું પાત્ર સારી રીતે ભજવવા માટે કિલિયન મર્ફીએ શ્રીમદ્ ભગવદ્ ગીતાનો ઊંડાણપૂર્વક અભ્યાસ પણ કર્યો હતો. એક ઇન્ટરવ્યૂ દરમિયાન તેમણે આ વાતનો ખુલાસો કર્યો હતો. જેને લઈને તેમણે ફિલ્મમાં સર્વશ્રેષ્ઠ અભિનય કર્યો હતો અને આખરે ઓસ્કાર એવોર્ડથી સન્માનિત પણ થયા છે. આ ઉપરાંત ફિલ્મમાં ડાયરેક્ટર ક્રિસ્ટોફર નોલનને બેસ્ટ ડાયરેક્ટરનો એવોર્ડ પણ મળ્યો છે.

    ઓપનહાઇમરને મળેલા એવોર્ડસ

    ઓસ્કાર એવોર્ડ 2024માં ઓપનહાઇમરનો દબદબો રહ્યો છે. ઓપનહાઇમર ફિલ્મને બેસ્ટ ફિલ ઓસ્કાર એવોર્ડ પ્રાપ્ત થયો છે. સાથે કિલિયન મર્ફીને બેસ્ટ એક્ટરનો ઓસ્કાર એવોર્ડ એનાયત કરવામાં આવ્યો છે. આ ઉપરાંત ક્રિસ્ટોફર નોલનને ઓપનહાઇમર માટે બેસ્ટ ડાયરેક્ટરનો એવોર્ડ આપવામાં આવ્યો છે. સાથે જ ઓપનહાઇમર ફિલ્મના અભિનેતા રોબર્ટ ડાઉની જુનિયરને બેસ્ટ સપોર્ટિંગ એક્ટરનો એવોર્ડ મળ્યો છે.

    - Advertisement -

    બેસ્ટ ઓરિજિનલ સ્કોર માટે પણ ઓપનહાઇમરના લુડવીગ ગોરાસનને એવોર્ડ અપાયો છે. એ ઉપરાંત બેસ્ટ સીનેમેટોગ્રાફી અને બેસ્ટ ફિલ્મ એડિટિંગ માટેના એવોર્ડસમાં પણ ઓપનહાઇમરે બાજી મારી લીધી છે. ટૂંકમાં ઓસ્કારના કુલ 13માંથી સાત એવોર્ડ્સ ઓપનહાઇમરને મળ્યા છે.

    આ ઉપરાંત પુઅર થિંગ્સ ફિલ્મે ચાર કેટેગરીમાં ઓસ્કાર એવોર્ડસ જીત્યા છે. ફિલ્મની મુખ્ય અભિનેત્રી એમ્મા સ્ટોનને શ્રેષ્ઠ અભિનેત્રીનો એવોર્ડ મળ્યો હતો. એમ્માનો આ બીજો ઓસ્કાર એવોર્ડ છે. અગાઉ 2016માં તેણે ફિલ્મ લા લા લેન્ડ માટે શ્રેષ્ઠ અભિનેત્રીનો એવોર્ડ જીત્યો હતો. બેસ્ટ એક્ટ્રેસ ઉપરાંત, બેસ્ટ કોસ્ચ્યુમ ડિઝાઈન, પ્રોડક્શન ડિઝાઈન અને મેકઅપ અને હેરસ્ટાઈલિંગ કેટેગરીમાં પુઅર થિંગ્સને ઓસ્કાર એવોર્ડસ મળ્યા છે.

    આ ઉપરાંત ફિલ્મ બાર્બીને તેના એક ગીત માટે એક એવોર્ડ મળ્યો છે. ધ હોલ્ડઓવર્સ માટે ડા’વાઇન જોય રેડોલ્ફને બેસ્ટ સપોર્ટિંગ એક્ટ્રેસનો એવોર્ડ મળ્યો છે. ‘વોર ઈઝ ઓવર’ બેસ્ટ એનિમેટેડ શોર્ટ ફિલ્મ રહી છે. એ સિવાય અમેરિકન ફિક્શનને બેસ્ટ એડેપ્ટેડ સ્ક્રીનપ્લેનો ઓસ્કાર આપવામાં આવ્યો છે.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં